android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: કાંકરિયા તળાવ ફરતે શનિવારે મેગા ગરબા નાઇટ, પ્રયોગ સફળ રહ્યો તો આવતા વર્ષે નવે-નવ દિવસ મહોત્સવ!
calendar_today October 23, 2026

Ahmedabad: કાંકરિયા તળાવ ફરતે શનિવારે મેગા ગરબા નાઇટ, પ્રયોગ સફળ રહ્યો તો આવતા વર્ષે નવે-નવ દિવસ મહોત્સવ!

ગરબાના શોખીન અમદાવાદીઓ માટે એક અત્યંત અનોખા અને ગર્વ અપાવે તેવા સમાચાર સામે આવ્યા છે. શહેરના ઐતિહાસિક અને પ્રખ્યાત કાંકરિયા તળાવ ખાતે ઇતિહાસમાં સૌપ્રથમ વખત તળાવની ફરતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી શનિવારે યોજાનારા આ વિશેષ કાર્યક્રમમાં સામાજિક સમરસતા અને પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે, જ્યાં સામાન્ય ખેલૈયાઓ સાથે એકસાથે 1,000 જેટલા દિવ્યાંગ બાળકો અને યુવાનો ગરબે ઘૂમશે. આ નવતર પ્રયોગ જો સંપૂર્ણપણે સફળ રહેશે, તો આગામી વર્ષથી નવરાત્રિના નવે-નવ દિવસ કાંકરિયા તળાવની પાળે ગરબા મહોત્સવનું આયોજન કરવાનું તંત્રનું આયોજન છે.કાંકરિયા તળાવની ફરતે પ્રથમ વખત ગરબાનું આયોજન1 હજાર દિવ્યાંગ ખેલૈયાઓ મુક્ત મને અને સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે ખાસ રેમ્પ, બેઠક વ્યવસ્થા અને વોલેન્ટિયર્સની ટીમ તૈનાત રહેશે. કાંકરિયા પરિસરમાં આવતા મુલાકાતીઓ અને દર્શકો આ દિવ્યાંગોના ઉત્સાહ અને ગરબાને સ્પષ્ટ રીતે નિહાળી શકે તે માટે તળાવ ફરતે વિવિધ સ્થળોએ 8 મોટી હાઇ-ડેફિનેશન LED સ્ક્રીન લગાવવામાં આવશે. તળાવના વોક-વે પર પરંપરાગત ઢોલ અને સંગીતના તાલ સાથે ખાસ લાઇટિંગ ગોઠવવામાં આવી રહી છે, જેથી સમગ્ર પરિસરમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ ઊભો થાય.આવતા વર્ષે નવે-નવ દિવસ આયોજન કરવાનો તંત્રનો પ્લાનપ્રાયોગિક ધોરણે યોજાઈ રહેલા આ શનિવારના આયોજનની સુરક્ષા, ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક વ્યવસ્થાનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવશે.જો આ ઇવેન્ટ સફળ અને લોકપ્રિય સાબિત થશે, તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંચાલકો દ્વારા આગામી વર્ષથી નવરાત્રિ દરમિયાન તમામ 9 દિવસ કાંકરિયા તળાવ ફરતે ગરબા યોજવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવશે.શહેરના હૃદય સમાન કાંકરિયા લેકફ્રન્ટ પર પ્રથમવાર યોજાઈ રહેલા આ ગરબાને લઈને સ્થાનિક ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.આ પણ વાંચો: Vav -Tharad: બોરીયાબેટમાં BSF જવાનો કરશે યુદ્ધાભ્યાસ, ગૃહ વિભાગે 53 હેક્ટર જમીન કરી ફાળવણી!

Read Full Story arrow_forward
Vadodara News: સાંસદ યુસુફ પઠાણને પ્લોટ આપવાનો નિર્ણય આજે લેવાશે, 14 વર્ષનું ભાડું વસૂલવા માગ
calendar_today October 23, 2026

Vadodara News: સાંસદ યુસુફ પઠાણને પ્લોટ આપવાનો નિર્ણય આજે લેવાશે, 14 વર્ષનું ભાડું વસૂલવા માગ

વડોદરા શહેરના તાંદલજા - વાસણા રોડ પર આવેલો VMCની માલિકીનો 978 ચો.મીટરમાંથી 500 ચો.મીટરનો પ્લોટ પૂર્વ ક્રિકેટર અને સાંસદને મફતમાં અને બાકીનો 478 ચો.મીટર પ્લોટ પાણી ભાવે આપી દેવાના સરકારના નિર્ણયથી વિરોધનું વંટોળ ફૂંકાયું છે.આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવનાર છે.ત્યારે યુસુફ પઠાણે 14 વર્ષ સુધી કરેલા દબાણનું ભાડું વસૂલવા તથા ગેરબંધારણીય રીતે અપાતા પ્લોટની ફાળવણી રદ કરવાની માગણી સાથે ઈન્ચાર્જ સિટી એન્જિનિયરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ભારતના બંધારણના આર્ટીકલ 15નો ભંગ કરાયોવિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે,શહેરજનોની જમીનની ખરાત કરી માત્ર પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને લાભ કરાવવાની, અન્ય ખેલાડીઓ માટે ભેદભાવ રાખવાની, ગેરબંધારણીય, ગેરકાયદેસર દરખાસ્ત હોઈ તેને રદ કરવા અમારી માગણી છે. કેમ કે, દરખાસ્તમાં પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણી શકાશે નથી, તેવી શરત મૂકી છે. જેનો અર્થ અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય રમતવીરોને આ ઠરાવ અનુસંધાને પ્લોટ ફાળવવામાં આવશે નહીં. આમ, હિંદુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને અન્યાય કરતી દરખાસ્તને લઈ ભારતના બંધારણના આર્ટીકલ 15નો ભંગ કરાયો છે.ભારતના બંધારણમાં બક્ષેલા Right of Equityનો ભંગ કરી અન્યના દબાણો દૂર કર્યા અને યુસુફખાને VMCના પ્લોટ પર કરેલું દબાણ 14 વર્ષ રહેવા દીધું છે.આ દબાણ દૂર કરવામાં તંત્રએ ભેદભાવ તો કર્યો જ છેઆ દબાણ દૂર કરવામાં તંત્રએ ભેદભાવ તો કર્યો જ છે પરંતુ દબાણકર્તા પાસેથી ભાડું પણ વસૂલ કર્યું નથી.વાસ્તવમાં મ્યુનિ.કોર્પોરેશનમાં ઠરાવ થયો છે કે,VMCની માલિકીના પ્લોટનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ ચોરસ મીટર પ્રમાણે પ્રતિ દિવસના ન્યૂનતમ રૂ.15 લેખે વસૂલ કરવા.યુસુફ પઠાણને ફાળવવામાં આવનાર જમીન સામે મહેસૂલ વિભાગ કોર્પોરેશનને જમીન ફાળવી આપશે.પરંતુ VMCને અનુભવ છે કે,રાજ્ય સરકાર વર્ષોવર્ષ સુધી યોગ્ય જમીનો પણ ફાળવતી નથી.એવી પણ રજૂઆત કરાઈ છે કે, વડોદરા શહેરે અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરો આપ્યા છે.જેમાં ચાર ખેલાડીઓ અર્જુન એવોર્ડિ છે.તેમ છતાં તેમને પ્લોટ નહી અને યુસુફ પઠાણને પ્લોટ અપાઈ રહ્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad News : સંમતિથી લિવ ઈનમાંથી છૂટા પડ્યા પછી લગ્નના ખોટા વચન હેઠળ દુષ્કર્મનો ગુનો ન બને: હાઈકોર્ટ

Read Full Story arrow_forward
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય, દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
calendar_today October 23, 2026

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય, દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દેશભરમાં હવામાનની પેટર્નમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. આંદામાન સમુદ્ર પર સક્રિય થયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ નવી હવામાન પ્રણાલીને લીધે દેશના 11 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં શિયાળાના આગમન સાથે જ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિયIMD ના જણાવ્યા મુજબ, ઉત્તર આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 23 ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પૂર્વ અને મધ્ય બંગાળની ખાડીમાં તે વધુ મજબૂત બની શકે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ગરમ સમુદ્રી પાણી અને અનુકૂળ વાતાવરણને કારણે આ સિસ્ટમ ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ફેરવાય છે કે કેમ, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.11 રાજ્યોમાં વરસાદ અને ભારે પવનની આગાહીહવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. પર્વતીય રાજ્યો જેવાં કે ઉત્તરાખંડ (દેહરાદૂન, નૈનિતાલ) અને હિમાચલ પ્રદેશ (મંડી, કુલ્લુ) માં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ગંભીર: GRAP-1 લાગુહવામાનના ફેરફાર વચ્ચે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 287 નોંધાયો છે, જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે. સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. પ્રદૂષણ રોકવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP) નો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.આ હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ, હોટેલોમાં કોલસા-લાકડાનો ઉપયોગ અને ડીઝલ જનરેટર પર પ્રતિબંધ મૂકાયો છે. 1 નવેમ્બરથી BS-VI ધોરણોથી નીચેના વાહનોના પ્રવેશ પર રોક લગાવાશે. દિલ્હીમાં 23 ઓક્ટોબરે હળવા વરસાદની શક્યતા છે, જેનાથી પ્રદૂષણમાંથી થોડી રાહત મળી શકે છે.આ પણ વાંચોઃ Earthquake: ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, તિબ્બતમાં ભૂકંપને કારણે 16ના મોત

Read Full Story arrow_forward