android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: સંજેલી ખાતે TDO માટે બની રહેલા મકાનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ
calendar_today September 2, 2026

Dahod: સંજેલી ખાતે TDO માટે બની રહેલા મકાનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ

સંજેલી તાલુકા પંચાયત ભવનના કેમ્પસમાં હાલ ટીડીઓને રહેવા માટે નવા બની રહેલા મકાનના બાંધકામની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોવાના આક્ષેપો થતાં ચકચાર મચી છે.સંજેલી ખાતે માર્ગ મકાન વિભાગ હેઠળ તાલુકા વિકાસ અધિકારીને રહેવા માટેના નવીન મકાનની કામગીરી ચાલી રહી છે, આ મુદ્દે અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા એક ગાડી માટી વાળી રેતી ઉતારાઈ હોવાના આક્ષેપ સાથે તાલુકા મથકે રજૂઆતો થઈ હતી. જેથી કોન્ટ્રાક્ટરે બીજી સારી રેતી લાવીને કામ ચાલુ કરી દીધુ હતું. પરંતુ થોડા સમય પછી ફરી માટીવાળી રેતી મકાનના બાંધકામમાં વાપરી હોવાના અક્ષેપો ઉઠયા હતા. પરંતુ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્ય સમયે વિઝીટ નહીં કરાતા, કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની ચલાવીને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બિલ્ડીંગ તૈયાર કરીને બારોબાર નાણા ઉપાડી લેવાયા હોવાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. દસ દિવસ અગાઉ જ વન વિભાગ દ્વારા બનાવેલ રેસ્ટ હાઉસમાં પણ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી ફ્લોરિંગની ટાઇલ્સો તેમજ દીવાલોમાં તિરાડો પડી જવા પામેલ હતી, તેની તપાસ તો હજુ થઈ નથી, ત્યારે સંજેલીમાં ટીડીઓના મકાનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા માટી વાળી વ્યક્તિ વાપરતા હોવાની બૂમો ઊઠવા પામી છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવા માગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: લીમડાના ઝાડમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળતાં લોકોમાં કુતૂહલ
calendar_today September 2, 2026

Dabhoi: લીમડાના ઝાડમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળતાં લોકોમાં કુતૂહલ

ડભોઈ ખાતે આવેલા ઉમા સોસાયટી વિસ્તારમાં એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક લીમડાના ઝાડના થડમાંથી અચાનક દૂધ જેવું સફેદ પ્રવાહી વહેવા લાગતાં સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ અસામાન્ય દ્રશ્યને જોવા માટે આસપાસના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.ડભોઈની ઉમા સોસાયટીમાં આવેલા લીમડાના ઝાડમાંથી દૂધની ધાર સમાન સફેદ પ્રવાહી નીકળતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે લીમડાના વૃક્ષમાંથી આવો પ્રવાહ જોવા મળતો ન હોવાથી સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ્ ધ ટાઉન બની છેઝાડના થડમાંથી ધીમી ધારે વહેતા આ સફેદ પ્રવાહીને જોવા સ્થાનિકોના ટોળાં એકઠા થયા હતા અને લોકોએ પોતાના મોબાઇલમાં આ દૃશ્યો કેદ કર્યા હતા. કેટલાક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, તો કેટલાક તેને કોઈ કુદરતીકે રાસાયણિક પ્રક્રિયા ગણાવી રહ્યા છે.વનસ્પતિ નિષ્ણાતોના મતે, વૃક્ષોમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા આંતરિક પ્રક્રિયાને કારણે ક્યારેક આવા પ્રવાહી બહાર નીકળતા હોય છે. જોકે, આ પ્રવાહી ખરેખર શું છે? અને કયા કારણોસર નીકળી રહ્યું છે? તે ચોક્કસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પૂરતું આ દ્રશ્ય સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: શિનોરમાં કોબ્રા પકડવા ગયેલા સર્પમિત્રનું સાપના ડંખથી મોત
calendar_today September 2, 2026

Vadodara: શિનોરમાં કોબ્રા પકડવા ગયેલા સર્પમિત્રનું સાપના ડંખથી મોત

શિનોર ખાતે વન્યજીવોનું રેસ્ક્યુ કરતાં કાર્યકરને અત્યંત ઝેરી કોબ્રા સાપે ડંશ મારતાં તેમનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.શિનોર નગરના રોહિત વાસમાં રહેતા 38 વર્ષના અનિલ કનુભાઈ માછી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં હતાં, સાથે વન્ય જીવોના રેસ્ક્યુનું પણ કામ કરતાં હતાં. જેમને વનવિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા વન્ય જીવોના રેસ્ક્યુ કરવા બદલ પ્રમાણપત્રો પણ મળેલા છે. તેઓ ગઈકાલે તા.1ના રોજ સાંજે ઘર માટે નગરની પંચાયત ઓફિસ પાસેથી પાંઉભાજી લેવા ગયા હતાં. તે સમયે રસ્તામાં તેઓએ અત્યંત ઝેરી કોબ્રા સાપને જોયો હતો. જ્યાં નજીકમાં કેટલાક બાળકો રમતાં હતાં, તેમજ લોકોની ચહલ પહલ પણ હતી, જેથી તેઓએ સાપ કોઈને કરડે તે પહેલાં તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સાપે તેમની આંગણી પર ડંશ મારી દીધો હતો. તેમ છતાં તેઓએ સાપને પકડીને બરણીમાં કેદ કરી લીધો હતો. જે બાદ તેમના મિત્રોની મદદથી તેઓ મોટાફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતાં, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ જણાતાં, તેમને વડોદરા સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એમના પરિવારમાં તેઓ એક માત્ર સહારો હતા, વિધવા માતા અને નાનો પુત્ર તથા નાની પુત્રી નિરાધાર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ અવાખલ ગામના વન્ય જીવોનું રેસ્ક્યુ કરતાં અશોક મનહર પટેલનું પણ કોબ્રા સાપના કરડવાથી મૃત્યુ થયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward