android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર
calendar_today September 2, 2026

S Jaishankar યુક્રેન-પોલેન્ડની મુલાકાતે, રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર રહેશે ભાર

રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન યુક્રેન અને પોલેન્ડની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશેજયશંકરની કીવ મુલાકાતનું ખાસ મહત્વ છે, કારણ કે ભારત સતત રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિના માધ્યમથી લાવવાની અપીલ કરી રહ્યું છે. એવી શક્યતા છે કે યુક્રેનમાં જયશંકર શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતના વલણને વધુ એક વખત સ્પષ્ટ કરશે. અગાઉ ઓગસ્ટ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને સંઘર્ષનો અંત લાવવા માટે સંવાદ તથા કૂટનીતિનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભારતાજેતરમાં બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફ લેવાયેલું દરેક પગલું નવી આશા જન્માવે છે. જયશંકરની યુક્રેન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ સપ્તાહે રશિયન હુમલા બાદ યુક્રેનની રાજધાની કીવમાં એક ભારતીય નાગરિકના મોતને લઈને ભારતમાં ચિંતા વધી છે. આ મુદ્દો પણ મુલાકાત દરમિયાન મહત્વનો બની શકે છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, પ્રાદેશિક સુરક્ષા અને અન્ય પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ભારતની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટેના તેના રાજદ્વારી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ પણ વાંચો : Pakistanમાં 100 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડાયું, ભારતે વ્યક્ત કર્યો રોષ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: યુવાઓને વધુ તક આપવા તરૂણ ચૂગની ભાજપની બેઠકમાં ટકોર
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: યુવાઓને વધુ તક આપવા તરૂણ ચૂગની ભાજપની બેઠકમાં ટકોર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ
calendar_today September 2, 2026

Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ

ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલા વાહનોની વચગાળાની મુક્તિને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ જપ્ત થયેલા વાહનોને વચગાળે છોડવા પર સંપૂર્ણ અથવા નિરપેક્ષ પ્રતિબંધ નથી. કોર્ટે જણાવ્યું કે દરેક કેસની હકીકત, પરિસ્થિતિ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સંબંધિત કોર્ટ વાહનની વચગાળાની મુક્તિ અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.ખાણીપીણીના સામાન વચ્ચે મળી હતી દારૂની 8,064 બોટલઆ સમગ્ર મામલો દારૂની તસ્કરીમાં જપ્ત કરાયેલા એક ટ્રક સાથે સંબંધિત છે. ટ્રકને મોડાસાથી વડોદરા તરફ જતા સમયે રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાણીપીણીના સામાન વચ્ચે 8,064 બોટલ IMFL મળી આવી હતી. જપ્ત કરાયેલી દારૂની માત્રા અંદાજે 22,532 લીટર હોવાનું અને તેની કિંમત આશરે 17.02 લાખ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ટ્રક જપ્ત કરી લીધો હતો.ટ્રક એક વર્ષથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હતોટ્રક માલિક અને ટ્રાન્સપોર્ટ કંપનીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમનો ગુના સાથે કોઈ સીધો સંબંધ નથી અને ટ્રક લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડ્યો હોવાથી તેની હાલત ખરાબ થઈ રહી છે. ટ્રાયલ કોર્ટ, સેશન કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે અગાઉ ટ્રકની વચગાળાની મુક્તિ આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.15 લાખની સુરક્ષા પર ટ્રક છોડવાનો આદેશસુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગુજરાત પ્રોહિબીશનના અધિનિયમની કલમ 98(2) વાહનને વચગાળે છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવતી નથી. આ કેસમાં કોર્ટે 15 લાખની સુરક્ષા આપવાની શરતે ટ્રક માલિકને વાહનની વચગાળાની કસ્ટડી સોંપવાનો આદેશ કર્યો છે. જોકે, ટ્રક વેચવા અથવા તેના પર કોઈ ત્રીજા પક્ષનો અધિકાર ઊભો કરવા પર રોક લગાવવામાં આવી છે.દારૂ તસ્કરીને રાહત નહીંસુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દારૂની તસ્કરીને યોગ્ય ઠેરવતો નથી. કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ દરમિયાન જ થશે. પરંતુ કેસ ચાલે ત્યાં સુધી જપ્ત વાહન વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં ખુલ્લામાં પડી સડી જાય અને તેની કિંમત ઘટતી જાય તે જરૂરી નથી. આ નિર્ણય ગુજરાતમાં પ્રોહિબીશન કાયદા હેઠળ જપ્ત વાહનોના માલિકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.  આ પણ વાંચો :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward