android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ
calendar_today October 23, 2026

Bogus Doctors in Rajkot : ડિગ્રી શૂન્ય અને કમાણી લાખોમાં! 17 ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા, પોલીસની કડક તપાસ શરૂ

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે પોલીસે અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સઘન દરોડા અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કડક કાર્યવાહી દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 17 જેટલા નકલી ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર રાજકોટ જિલ્લાના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.મોટાભાગના નકલી ડૉક્ટરો માત્ર 10 કે 12 પાસપોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા 17 નકલી ડૉક્ટરોમાંથી મોટાભાગના શખ્સો માત્ર 10 કે 12 ધોરણ સુધીનો જ અભ્યાસ ધરાવે છે. કોઈપણ પ્રકારની અધિકૃત વૈદ્યકીય તાલીમ કે લાયકાત ન હોવા છતાં, આ બોગસ તબીબો વર્ષોથી એલોપેથિક દવાઓ, એન્ટિબાયોટિક્સ અને ઇંજેક્શનો આપીને નિર્દોષ ગ્રામજનોના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યા હતા. ક્લિનિકોમાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.નકલી ડૉક્ટરોનો આંકડો હજુ વધવાની શક્યતારાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આ મામલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક વિસ્તારોમાં આવા બોગસ તબીબો સક્રિય હોવાની આશંકા છે, જેના કારણે આગામી દિવસોમાં આ નકલી ડૉક્ટરોનો આંકડો વધુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય લોકો તેમજ તેમને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરનાર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ બનાવી છે.આ પણ વાંચો : Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ

Read Full Story arrow_forward
Banaskantha News: નશામુક્તિ કેન્દ્રની આડ નશાનો કાળો કારોબાર! ડોક્ટર સહિત 4 આરોપીઓની ધરપકડ
calendar_today October 23, 2026

Banaskantha News: નશામુક્તિ કેન્દ્રની આડ નશાનો કાળો કારોબાર! ડોક્ટર સહિત 4 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નશામુક્તિ કેન્દ્રની આડમાં ચાલતા નશીલી દવાઓના ગેરકાયદે વેપારનો રાજસ્થાનની બાડમેર પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. બાડમેર પોલીસે કાર્યવાહી કરીને બનાસકાંઠાના ડીસા ખાતેના એક ડોક્ટર સહિત કુલ ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.બાડમેર પોલીસની મોટી કાર્યવાહી, 16,800 નશીલી ટેબ્લેટ્સ જપ્તઆ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે બાડમેર પોલીસે ગત 3 જાન્યુઆરીના રોજ દરોડા પાડીને કુલ 16,800 નશીલી ટેબ્લેટ્સ જપ્ત કરી હતી. આ નશીલી દવાઓનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેના તાર સીધા બનાસકાંઠાના ડીસા સુધી પહોંચ્યા હતા.ડૉ. સમ્રાટ પોપટ સહિત આ આરોપીઓની ધરપકડબાડમેર પોલીસે સઘન તપાસના અંતે ડીસાના કુખ્યાત ડૉ. સમ્રાટ પોપટ સહિત ચાર મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ખત્રી, ચંદ્રેશ કુમાર અને પાથાવાડાના ચિરાગગિરી ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ નશામુક્તિ કેન્દ્રની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.જેસલમેર અને મહેસાણા સુધી ફેલાયેલું હતું નેટવર્કપોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ આરોપીઓ માત્ર ડીસા કે બાડમેર પૂરતા મર્યાદિત ન હતા, પરંતુ તેઓ રાજસ્થાનના જેસલમેર અને ગુજરાતના મહેસાણામાં પણ નશામુક્તિ કેન્દ્રો ચલાવતા હતા. આ નશામુક્તિ કેન્દ્રોની ઓથે જ નશીલી દવાઓનું આંતરરાજ્ય નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આગળની તપાસ અને સપ્લાય નેટવર્ક પર પોલીસની નજરહાલમાં બાડમેર પોલીસ દ્વારા આ નશીલી દવાઓ ક્યાં ક્યાં સપ્લાય થતી હતી અને આ રેકેટમાં અન્ય કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તે અંગે વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.આ પણ વાંચો: Banaskantha News: અંબાજી આબુરોડ પર નીકળતા પહેલા ચેતી જજો, હથિયારો સાથે ટોળકી કરે છે હુમલો

Read Full Story arrow_forward
Gandhinagar: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો વિશ્વાસ વધારવા ગુજરાત સરકારનો નિર્ણય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ રચાશે હાઈ-પાવર ક્વોલિટી કમિટી!
calendar_today October 23, 2026

Gandhinagar: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો વિશ્વાસ વધારવા ગુજરાત સરકારનો નિર્ણય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ રચાશે હાઈ-પાવર ક્વોલિટી કમિટી!

રાજ્યની સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) માં મળતી સારવારની ગુણવત્તામાં ધરમૂળથી સુધારો કરવા તેમજ સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આરોગ્ય માળખા પર નજર રાખવા માટે રાજ્ય અને જિલ્લા બંને કક્ષાએ 'ક્વોલિટી એશ્યોરન્સ કમિટી'ની નવેસરથી પુનર્ગઠન કર્યું છે. આ કમિટી હોસ્પિટલોમાં સુવિધાઓ, સારવારના ધોરણો અને તબીબી સ્ટાફની કામગીરીનું સતત મોનિટરિંગ કરશે.રાજ્ય અને જિલ્લા કક્ષાએ બે-સ્તરીય મોનિટરિંગ માળખુંઆરોગ્ય વિભાગના ઉચ્ચ સચિવની અધ્યક્ષતામાં કુલ 24 સભ્યોની રાજ્ય કક્ષાની હાઈ-લેવલ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર રાજ્યની હોસ્પિટલોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સનું વિશ્લેષણ કરશે અને ગુણવત્તા સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેશે. દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની જિલ્લા સમિતિ કાર્યરત થશે. આ સમિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને તબીબી નિષ્ણાતો સામેલ રહેશે, જેઓ સ્થાનિક હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લઈ ગુણવત્તા ચકાસશે.પરિવાર નિયોજન કેસો માટે ખાસ સબ-કમિટી અને વળતરની સમીક્ષારાજ્યમાં પરિવાર નિયોજન ઓપરેશનો અને પ્રક્રિયાઓના સઘન નિરીક્ષણ માટે સમિતિ અંતર્ગત એક ખાસ ડેડિકેટેડ સબ-કમિટી ની રચના કરવામાં આવી છે.ઓપરેશન દરમિયાન કે તે પછી દર્દીના અણધાર્યા મૃત્યુ કે પ્રક્રિયાની નિષ્ફળતાના કિસ્સાઓમાં દર્દી કે તેમના પરિજનો દ્વારા કરવામાં આવતા સરકારી વળતરના દાવાઓની હવે ત્વરિત અને સમયબદ્ધ સમીક્ષા કરવામાં આવશે.પીડિત પરિવારોને સરકારી સહાય કે વીમા વળતર મેળવવામાં થતો વહીવટી વિલંબ અટકે તે સુનિશ્ચિત કરવા આ સબ-કમિટીને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં

Read Full Story arrow_forward