android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1204 પર પહોંચ્યો, હજું પણ 4200 લોકો લાપતા
calendar_today September 2, 2026

Gujarat Latest News Live: નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1204 પર પહોંચ્યો, હજું પણ 4200 લોકો લાપતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Valsad News: વાપી GIDCની કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ધરમપુરના યુવકનું મોત, એક ઘાયલ
calendar_today September 2, 2026

Valsad News: વાપી GIDCની કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ધરમપુરના યુવકનું મોત, એક ઘાયલ

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વાપી GIDCમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. વાપી GIDC માં આવેલી 'R B ઇલેક્ટ્રોનિક એન્ડ એન્જિનિયરિંગ' નામની કંપનીમાં અચાનક બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. કંપનીમાં કામ કરતો યુવક બોઇલરમાં સર્જાયેલું પ્રેશર લીકેજ રોકવા માટે ગયો હતો, તે જ સમયે અચાનક બ્લાસ્ટ થતાં ધડાકા સાથે બોઇલર ફાટ્યું હતું.ધરમપુરના યુવકનું ઘટના સ્થળે જ થયું મોતઆ દુર્ઘટનામાં બોઇલર નજીક કામ કરી રહેલા ધરમપુર તાલુકાના રહીશ તુષાર જોગારીનું ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, બ્લાસ્ટની ઝપેટમાં આવી જતાં અન્ય એક કામદાર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો અને શ્રમિકોના ટોળાં કંપની પરિસરમાં એકઠા થઈ ગયા હતા.કંપનીમાં કામદારોની સુરક્ષા સામે ઊઠ્યા ગંભીર સવાલોઘટનાના સમાચાર મળતા જ મૃતક તુષાર જોગારીના પરિવારજનો મોટી સંખ્યામાં કંપની ખાતે દોડી આવ્યા હતા. સ્વજન ગુમાવવાના આઘાતમાં ગરકાવ પરિવારજનોએ કંપની સંચાલકો સામે ભારે રોષ ઠાલવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, કંપનીની બેદરકારી અને સુરક્ષાના સાધનોના અભાવના કારણે જ આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેને પગલે કંપનીમાં કામદારોની સલામતી અને સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે.વાપી GIDC પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસઘટના અંગેની જાણ થતાં જ વાપી GIDC પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પંચનામું કરી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ઘાયલ કામદારને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વાપી GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કંપનીમાં સુરક્ષાના ધારાધોરણો અને ઘટનાના કારણો અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો - Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો

Read Full Story arrow_forward
Banaskantha News: હડાદમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ, લગ્નની લાલચ આપી રૂ. 1.50 લાખ પડાવનાર દુલ્હન સહિત 7 ઝડપાયા
calendar_today September 2, 2026

Banaskantha News: હડાદમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ, લગ્નની લાલચ આપી રૂ. 1.50 લાખ પડાવનાર દુલ્હન સહિત 7 ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાડાદમાં એક યુવકને લગ્ન કરાવવાની લાલચ આપીને 'લૂંટેરી દુલ્હન' વાળી ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. લગ્નની ઘેલછામાં યુવક આ ઠગ ટોળકીની મીઠી વાતોમાં આવી ગયો હતો અને પોતે મોટા કૌભાંડનો ભોગ બનવા જઈ રહ્યો છે, તેનો તેને ખ્યાલ સુદ્ધાં ન હતો.બોગસ ચાંદલા વિધિ કરી રૂ. 1.50 લાખ અને મંગળસૂત્ર પડાવ્યુંપીડિત યુવકના આરોપ છે કે, ટોળકીના સાગરીતોએ તેને કન્યા બતાવી હતી અને ત્યારબાદ ખોટી તથા બોગસ ચાંદલા વિધિનું નાટક રચ્યું હતું. આ વિધિના નામે આરોપીઓએ યુવક પાસેથી રોકડા રૂ. 1.50 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં, લગ્નની વિધિના ભાગરૂપે યુવક પાસેથી ચાંદીનું મંગળસૂત્ર પણ પડાવી લેવામાં આવ્યું હતું.પૈસા પડાવ્યા બાદ યુવકને માર મારી ધમકાવ્યોનાણાં અને દાગીના મેળવી લીધા બાદ ઠગ ટોળકીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. યુવકે જ્યારે લગ્ન અંગે આગળની વાત કરી, ત્યારે આરોપીઓએ તેને ભેગા મળીને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ભગાડી મૂક્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવકે હિંમત ભેગી કરી હડાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી સમગ્ર આપવીતી જણાવી હતી.ટેકનિકલ સર્વેલન્સથી હડાદ પોલીસે ઉકેલ્યો ભેદઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હડાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ઠગ ટોળકીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડીને લૂંટેરી દુલ્હન, તેને મદદ કરનારા 2 કથિત દલાલો સહિત કુલ 7 આરોપીઓને મુઠ્ઠીમાં લઈ લીધા હતા.તમામ મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી શરૂપોલીસે ઝડપાયેલા તમામ 7 આરોપીઓ પાસેથી યુવક પાસેથી હડપેલા રોકડા રૂ. 1.50 લાખ અને ચાંદીનું મંગળસૂત્ર સહિતનો તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કરી લીધો છે. હડાદ પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી, મારપીટ અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ યુવકોને નિશાન બનાવ્યા છે કે, કેમ તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે.આ પણ વાંચો - Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

Read Full Story arrow_forward