android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : 19 ઘાથી હત્યા, 10 લાખની સોપારી, બિલ્ડર ફૈસલ ફટ્ટાની મર્ડર મિસ્ટ્રીમાં 4 આરોપી ઝડપાયા
calendar_today September 2, 2026

Surat : 19 ઘાથી હત્યા, 10 લાખની સોપારી, બિલ્ડર ફૈસલ ફટ્ટાની મર્ડર મિસ્ટ્રીમાં 4 આરોપી ઝડપાયા

સુરતના ચોક બજાર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા ફટ્ટાનીની ઘાતકી હત્યાના કેસનો પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી લીધો છે. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હત્યા માટે લાખની સોપારી આપવામાં આવી હોવાનો ગંભીર ખુલાસો સામે આવ્યો છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ મુખ્ય આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.2 મોપેડ પર આવ્યા, પીછો કરી બ્રિજ પર આંતર્યાપોલીસ તપાસ મુજબ 2 મોપેડ પર આવેલા 4 આરોપીઓએ ફૈસલ ફટ્ટાનીનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર તેમને આંતરીને ચપ્પુ વડે 19 ઘા ઝીંકી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ચારેય આરોપીઓ મોપેડ પર રોંગ સાઇડથી પંડોળ તરફ ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે થયેલા આ લોહીયાળ હુમલાથી સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ હતી.હત્યાના એક અઠવાડિયા પહેલાં થઈ હતી રેકીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના આશરે એક અઠવાડિયા પહેલાં મૃતકની રેકી કરવામાં આવી હતી. હત્યા માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાની આશંકા વધુ મજબૂત બની છે. આરોપીઓને એડવાન્સ પેટે 1 લાખ આપવામાં આવ્યા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.4 આરોપીઓ ઝડપાયાચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘુંઘરૂં રાજેન્દ્ર દેવરે, કૈસરઅલી આબીદઅલી સૈયદ, વસીમ ઉર્ફે વસીયો મોઇન શેખ અને ગોકુલ સંતોષ જાદવને ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારેય આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.મુખ્ય આરોપી હજુ ફરારપોલીસના જણાવ્યા મુજબ હત્યા માટે સોપારી આપવાનો આરોપી મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલ હાલમાં વોન્ટેડ છે. તેની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.નાણાકીય વ્યવહારોને લઈને હત્યાની સોપારીપ્રાથમિક તપાસમાં મોટા નાણાકીય વ્યવહારોને લઈને હત્યાની સોપારી આપવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો દોર વધુ તેજ કરી રહી છે. આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Daman News: રાજીવ ગાંધી સેતુ પરથી માતા-પુત્રએ નદીમાં છલાંગ લગાવી, દેવદૂત બની યુવકોએ બચાવ્યો જીવ
calendar_today September 2, 2026

Daman News: રાજીવ ગાંધી સેતુ પરથી માતા-પુત્રએ નદીમાં છલાંગ લગાવી, દેવદૂત બની યુવકોએ બચાવ્યો જીવ

સંઘપ્રદેશ દમણમાંથી એક ચોંકાવનારા અને ધ્રુજાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. દમણગંગા નદી પર આવેલા રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ અચાનક નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પહેલા પુત્રએ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને કૂદતો જોઈને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાછળથી માતાએ પણ નદીમાં ઝાંપલાવી દીધું હતું.અચાનક બનેલી ઘટનાથી બ્રિજ પર દોડધામ મચીબ્રિજ પરથી માતા અને પુત્રના નદીમાં કૂદવાની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર દમણમાં ભારે ચકચાર જાગી હતી.મીતના વાડના યુવકો બન્યા 'દેવદૂત'ઘટના સમયે નજીકમાં આવેલા મીતના વાડ વિસ્તારના સ્થાનિક યુવકોની નજર નદીમાં ડૂબી રહેલા માતા-પુત્ર પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ યુવકો પોતાના જીવની પરવા કર્યા વગર તુરંત જ મદદે ધસી આવ્યા હતા અને બંનેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. મીતના વાડના આ સ્થાનિક યુવકો માતા-પુત્ર માટે સાચા અર્થમાં 'દેવદૂત' સાબિત થયા હતા.ભારે જહેમત બાદ બંનેનો આબાદ બચાવ કરાયોસ્થાનિક યુવકોએ નદીના પાણીમાં ભારે જહેમત ઉઠાવીને ડૂબી રહેલા માતા અને પુત્ર બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી આ મદદના કારણે એક મોટી હોનારત ટળી હતી અને બંનેનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ યુવકોની આ સાહસિક કામગીરી અને સમયસૂચકતાના મુક્ત મને વખાણ કર્યા હતા.નદીમાં કૂદવાનું કારણ અકબંધ, તપાસ શરૂમાતા અને પુત્રએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને દમણગંગા નદીમાં છલાંગ લગાવી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંનેને સુરક્ષિત કબ્જામાં લઈ તેમની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને કૌટુંબિક કે માનસિક કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું તે અંગે વધુ ચોકસી હાથ ધરી છે.આ પણ વાંચો - Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો

Read Full Story arrow_forward
Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય
calendar_today September 2, 2026

Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં સાંબા-બાટલ રોડના સમારકામ અને પુનઃસ્થાપન માટે કેન્દ્ર સરકારે ઝડપી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે સ્થાનિક લોકોની માગને ધ્યાનમાં લઈને રોડની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી. 1 સપ્તાહમાં રકમ રિલીઝ કરાશેડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે 31 ઓગસ્ટના રોજ સ્થાનિક રહેવાસીઓને ખાતરી આપવામાં આવી હતી કે Border Roads Organisation (BRO) દ્વારા રોડના સમારકામ અને પુનઃસ્થાપન સાથે જોડાયેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરી નાણાંની મંજૂરી પણ ઝડપથી આપવામાં આવશે તેમ જણાવાયું હતું. આ ખાતરીના માત્ર 48 કલાકની અંદર BROએ સાંબા-બાટલ રોડના પુનર્વસન માટે ₹38.84 કરોડની ફાળવણીના આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, મંજૂર રકમ આગામી એક સપ્તાહની અંદર રિલીઝ કરવામાં આવશે.સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણીરોડનું કામ નાણાંની ફાળવણીની રાહ જોયા વિના તાત્કાલિક શરૂ કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી રોડના સમારકામ અને પુનઃસ્થાપનની માગ કરી રહેલા સ્થાનિક લોકો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશાસાંબા-બાટલ રોડ સ્થાનિક લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ છે. રોડની સ્થિતિમાં સુધારો થતાં સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા છે. સરકાર અને BRO દ્વારા ઝડપથી લેવાયેલા નિર્ણયને સ્થાનિક લોકોની માંગને પ્રાથમિકતા આપતી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.ડૉ. જિતેન્દ્ર સિંહે BRO દ્વારા ઝડપી કાર્યવાહી કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકોને આપવામાં આવેલી ખાતરી બાદ માત્ર 48 કલાકમાં જ જરૂરી નાણાંની ફાળવણી માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવે રોડના પુનર્વસનનું કામ તાત્કાલિક ધોરણે આગળ વધારવામાં આવશે.આ પણ વાંચો : ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ

Read Full Story arrow_forward