android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Daman : પુત્રે નદીમાં ઝંપલાવ્યું, પાછળથી માતાએ પણ લગાવી છલાંગ, સ્થાનિક યુવકો દેવદૂત બની બચાવ્યા બંનેના જીવ
calendar_today September 2, 2026

Daman : પુત્રે નદીમાં ઝંપલાવ્યું, પાછળથી માતાએ પણ લગાવી છલાંગ, સ્થાનિક યુવકો દેવદૂત બની બચાવ્યા બંનેના જીવ

સંઘપ્રદેશ દમણમાં રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ દમણગંગા નદીમાં છલાંગ લગાવતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ સૌથી પહેલા પુત્રએ નદીમાં ઝંપલાવ્યું હતું. પુત્રને નદીમાં કૂદતો જોઈ માતાએ પણ પાછળથી નદીમાં છલાંગ લગાવી હતી.સ્થાનિક યુવકો દેવદૂત બની દોડી આવ્યામાતા અને પુત્રને નદીમાં ડૂબતા જોઈ આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. તે સમયે મીતના વાડ વિસ્તારના સ્થાનિક યુવકો તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા. સ્થાનિક યુવકોએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર નદીમાં કૂદેલા માતા અને પુત્રને બચાવવા પ્રયાસ શરૂ કર્યા હતા.ભારે જહેમત બાદ બંનેના જીવ બચાવ્યાસ્થાનિક યુવકોએ ભારે જહેમત બાદ માતા અને પુત્રને નદીમાંથી બહાર કાઢી બંનેના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. સમયસર સ્થાનિક યુવકો મદદ માટે આગળ આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. માતા અને પુત્રને બચાવનાર યુવકોની બહાદુરીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.છલાંગ લગાવવાનું કારણ હજુ અકબંધમાતા અને પુત્રએ દમણગંગા નદીમાં છલાંગ કેમ લગાવી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. માતા અને પુત્ર બંને સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. તપાસ બાદ આ ચોંકાવનારી ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થશે. આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Mehsana News: એક જ દિવસમાં બે મોટી ગંભીર ઘટનાઓ બનતા B ડિવિઝન PIની તાત્કાલિક બદલી
calendar_today September 2, 2026

Mehsana News: એક જ દિવસમાં બે મોટી ગંભીર ઘટનાઓ બનતા B ડિવિઝન PIની તાત્કાલિક બદલી

મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ બેડામાં મોટો ધડાકો થયો છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગત 30 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં બે મોટી અને ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવી હતી. જેને પગલે પોલીસ પ્રશાસને તાત્કાલિક પગલાં ભરીને બી ડિવિઝન પીઆઈ એ. આર. પટેલની જગ્યા પરથી તાત્કાલિક બદલી કરી દીધી છે.કુખ્યાત ભાવેશ જીલીયા અને મોઢેરા રોડ હત્યાકાંડે મચાવી હતી ચકચાર30 ઓગસ્ટના રોજ મહેસાણા બી ડિવિઝન વિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. જેમાં એક તરફ કુખ્યાત શખ્સ ભાવેશ જીલીયા સાથે સંકળાયેલી ઘટના સામે આવી હતી, તો બીજી તરફ મોઢેરા રોડ પર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાની ભયાનક દુર્ઘટના બની હતી. એક જ દિવસમાં ક્રમિક બનેલા આ બે મોટા ગુનાઓને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા હતા.PI એ. આર. પટેલને તાત્કાલિક હેડક્વાર્ટર ખાતે ખસેડાયામહેસાણા શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં આવેલી નિષ્ક્રિયતા કે બેદરકારીને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સફાળે જાગેલા પોલીસ તંત્ર દ્વારા બી ડિવિઝનના પીઆઈ એ. આર. પટેલને તેમની વર્તમાન જવાબદારીમાંથી મુક્ત કરીને તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાર્ટર ખાતે મૂકી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.ગુનાખોરી ડામવા માટે પ્રશાસનનું કડક વલણમહેસાણા શહેરમાં વધતી જતી ગંભીર ગુનાખોરી અને કાયદાના ઉલ્લંઘનની ઘટનાઓને ડામવા માટે પોલીસ વિભાગે હવે કડક વલણ અપનાવ્યું છે. ઉચ્ચ અધિકારીઓની આ ત્વરિત કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે બેદરકારી દાખવતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.કાયદો અને વ્યવસ્થા સુચારુ બનાવવા માટે નવી નિમણૂકની તૈયારીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની હેડક્વાર્ટર ખાતે બદલી થતાં હવે આ સંવેદનશીલ વિસ્તારની જવાબદારી અન્ય કોઈ અનુભવી અને કડક અધિકારીને સોંપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહેસાણા બી ડિવિઝન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર કાયમ રહે તે માટે આગામી દિવસોમાં સઘન ચેકિંગ અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર

Read Full Story arrow_forward
Sanand : 19 વર્ષીય ડિઝાઇનિંગ સ્ટુડન્ટના આપઘાત મામલે મોટો ખુલાસો, સ્યુસાઇડ નોટમાં 3 નામ, પોલીસે ગુનો નોંધ્યો
calendar_today September 2, 2026

Sanand : 19 વર્ષીય ડિઝાઇનિંગ સ્ટુડન્ટના આપઘાત મામલે મોટો ખુલાસો, સ્યુસાઇડ નોટમાં 3 નામ, પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ જિલ્લાના સાણંદમાં 19 વર્ષીય ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને બેચલર ઇન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને પરિવાર અને વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.કપડાના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળીપોલીસ તપાસ દરમિયાન મૃતકના કપડાના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. આ નોટમાં 3 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સ્યુસાઇડ નોટને આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે અને તેમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.પ્રેમસંબંધ મામલે માનસિક ત્રાસનો આક્ષેપપ્રાથમિક માહિતી મુજબ પ્રેમસંબંધને લઈને યુવતીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારની ફરિયાદના આધારે સાણંદ પોલીસે 3 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હોવાની માહિતી સામે આવી છે.પોલીસ તપાસમાં સામે આવશે સમગ્ર સત્ય19 વર્ષીય વિદ્યાર્થીનીએ આવું અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હવે પોલીસ તપાસમાં બહાર આવશે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો અને પરિવારના આક્ષેપોને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેસમાં નોંધાયેલા આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward