android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Daman News: રાજીવ ગાંધી સેતુ પરથી માતા-પુત્રએ નદીમાં છલાંગ લગાવી, દેવદૂત બની યુવકોએ બચાવ્યો જીવ
calendar_today September 2, 2026

Daman News: રાજીવ ગાંધી સેતુ પરથી માતા-પુત્રએ નદીમાં છલાંગ લગાવી, દેવદૂત બની યુવકોએ બચાવ્યો જીવ

સંઘપ્રદેશ દમણમાંથી એક ચોંકાવનારા અને ધ્રુજાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. દમણગંગા નદી પર આવેલા રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ અચાનક નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પહેલા પુત્રએ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને કૂદતો જોઈને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાછળથી માતાએ પણ નદીમાં ઝાંપલાવી દીધું હતું.અચાનક બનેલી ઘટનાથી બ્રિજ પર દોડધામ મચીબ્રિજ પરથી માતા અને પુત્રના નદીમાં કૂદવાની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર દમણમાં ભારે ચકચાર જાગી હતી.મીતના વાડના યુવકો બન્યા 'દેવદૂત'ઘટના સમયે નજીકમાં આવેલા મીતના વાડ વિસ્તારના સ્થાનિક યુવકોની નજર નદીમાં ડૂબી રહેલા માતા-પુત્ર પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ યુવકો પોતાના જીવની પરવા કર્યા વગર તુરંત જ મદદે ધસી આવ્યા હતા અને બંનેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. મીતના વાડના આ સ્થાનિક યુવકો માતા-પુત્ર માટે સાચા અર્થમાં 'દેવદૂત' સાબિત થયા હતા.ભારે જહેમત બાદ બંનેનો આબાદ બચાવ કરાયોસ્થાનિક યુવકોએ નદીના પાણીમાં ભારે જહેમત ઉઠાવીને ડૂબી રહેલા માતા અને પુત્ર બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી આ મદદના કારણે એક મોટી હોનારત ટળી હતી અને બંનેનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ યુવકોની આ સાહસિક કામગીરી અને સમયસૂચકતાના મુક્ત મને વખાણ કર્યા હતા.નદીમાં કૂદવાનું કારણ અકબંધ, તપાસ શરૂમાતા અને પુત્રએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને દમણગંગા નદીમાં છલાંગ લગાવી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંનેને સુરક્ષિત કબ્જામાં લઈ તેમની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને કૌટુંબિક કે માનસિક કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું તે અંગે વધુ ચોકસી હાથ ધરી છે.આ પણ વાંચો - Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો

Read Full Story arrow_forward
Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય
calendar_today September 2, 2026

Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય

જમ્મુ-કાશ્મીરમાં સાંબા-બાટલ રોડના સમારકામ અને પુનઃસ્થાપન માટે કેન્દ્ર સરકારે ઝડપી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે સ્થાનિક લોકોની માગને ધ્યાનમાં લઈને રોડની સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી. 1 સપ્તાહમાં રકમ રિલીઝ કરાશેડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે 31 ઓગસ્ટના રોજ સ્થાનિક રહેવાસીઓને ખાતરી આપવામાં આવી હતી કે Border Roads Organisation (BRO) દ્વારા રોડના સમારકામ અને પુનઃસ્થાપન સાથે જોડાયેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. આ ઉપરાંત જરૂરી નાણાંની મંજૂરી પણ ઝડપથી આપવામાં આવશે તેમ જણાવાયું હતું. આ ખાતરીના માત્ર 48 કલાકની અંદર BROએ સાંબા-બાટલ રોડના પુનર્વસન માટે ₹38.84 કરોડની ફાળવણીના આદેશ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, મંજૂર રકમ આગામી એક સપ્તાહની અંદર રિલીઝ કરવામાં આવશે.સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણીરોડનું કામ નાણાંની ફાળવણીની રાહ જોયા વિના તાત્કાલિક શરૂ કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી રોડના સમારકામ અને પુનઃસ્થાપનની માગ કરી રહેલા સ્થાનિક લોકો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશાસાંબા-બાટલ રોડ સ્થાનિક લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ માર્ગ છે. રોડની સ્થિતિમાં સુધારો થતાં સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા છે. સરકાર અને BRO દ્વારા ઝડપથી લેવાયેલા નિર્ણયને સ્થાનિક લોકોની માંગને પ્રાથમિકતા આપતી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.ડૉ. જિતેન્દ્ર સિંહે BRO દ્વારા ઝડપી કાર્યવાહી કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકોને આપવામાં આવેલી ખાતરી બાદ માત્ર 48 કલાકમાં જ જરૂરી નાણાંની ફાળવણી માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવે રોડના પુનર્વસનનું કામ તાત્કાલિક ધોરણે આગળ વધારવામાં આવશે.આ પણ વાંચો : ACMAનું 66મું વાર્ષિક સત્ર યોજાયું, ભારતમાં અમેરિકી રોકાણ અને ઓટો ક્ષેત્રમાં સહકાર વધારવા સર્જિયો ગોરની અપીલ

Read Full Story arrow_forward
Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું 'પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી'
calendar_today September 2, 2026

Ram Mandir ટ્રસ્ટના CEO બન્યા બાદ ભાવુક થયા જિતેન્દ્ર મિશ્રા, કહ્યું 'પ્રભુ શ્રીરામની ઈચ્છાથી આ જવાબદારી મળી'

એર માર્શલ (નિવૃત્ત) જિતેન્દ્ર મિશ્રાની શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ હવે અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા વહીવટી, નાણાકીય અને કાયદાકીય વ્યવસ્થાપનની જવાબદારી સંભાળશે. CEOની જવાબદારી સંભાળ્યા બાદ જિતેન્દ્ર મિશ્રા ભાવુક જોવા મળ્યા હતા. જિતેન્દ્ર મિશ્રાએ ભગવાન શ્રીરામનો આભાર વ્યક્ત કર્યો જિતેન્દ્ર મિશ્રાએ પોતાની પસંદગી બદલ સર્ચ કમિટી, રામ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રીરામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ જવાબદારીને પોતાનું સૌભાગ્ય ગણાવતા કહ્યું કે આ ક્ષણે તેઓ પોતાને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ અનુભવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ ખુશીની જાણકારી તેમણે સૌપ્રથમ પોતાની માતા અને પરિવાર સાથે શેર કરી હતી.સર્ચ કમિટીએ સંપૂર્ણ તપાસ બાદ નિર્ણય લીધોપસંદગી પ્રક્રિયા અંગે મિશ્રાએ જણાવ્યું કે આ એક કડક પ્રક્રિયા હતી અને સર્ચ કમિટીએ સંપૂર્ણ તપાસ બાદ નિર્ણય લીધો છે. ટ્રસ્ટ સાથે ચર્ચા કર્યા બાદ તેની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રસ્ટના સહયોગ અને પોતાની ટીમ સાથે મળીને તેઓ રામ મંદિર માટે વધુ સારું કામ કરવાનો પ્રયાસ કરશે. 'ઓપરેશન સિંદૂર'થી રામ મંદિર ટ્રસ્ટના CEO બનવા સુધીની સફર અંગે વાત કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ બધું ભગવાન શ્રીરામની ઈચ્છાથી જ શક્ય બન્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ભગવાનની ઈચ્છા વિના તેઓ કંઈ કરી શકતા નથી અને ઈશ્વર જે માર્ગદર્શન આપશે તે મુજબ તેઓ પોતાની જવાબદારી નિભાવશે.CEO પદ માટે ટ્રસ્ટને 5,500થી વધુ અરજીઓ મળી હતીટ્રસ્ટમાં અગાઉ થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા મિશ્રાએ કહ્યું કે કોઈપણ કામ કરતા પહેલાં ભૂતકાળમાંથી શીખવું જરૂરી છે, પરંતુ તેનાથી આગળ વધવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની શક્તિ આપે. ઉલ્લેખનીય છે કે CEO પદ માટે ટ્રસ્ટને 5,500થી વધુ અરજીઓ મળી હતી. ત્રણ સભ્યોની સર્ચ કમિટીએ અરજીઓની તપાસ કર્યા બાદ ત્રણ નામનું પેનલ તૈયાર કર્યું હતું, જેમાંથી જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરવામાં આવી છે.આ પણ વાંચો : Samba-Battal રોડના પુનર્વસન માટે રૂપિયા 38.84 કરોડ મંજૂર, BROએ 48 કલાકમાં લીધો નિર્ણય

Read Full Story arrow_forward