android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : અમરેલી લેટરકાંડમાં જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવી પાયલ ગોટીને 7.50 લાખ વળતરનો આદેશ
calendar_today September 2, 2026

Ahmedabad : અમરેલી લેટરકાંડમાં જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવી પાયલ ગોટીને 7.50 લાખ વળતરનો આદેશ

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની ધરપકડ બાદ જાહેરમાં સરઘસ કાઢવાના મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા આ સમગ્ર ઘટનાને માનવ અધિકારનું ઉલ્લંઘન ગણાવવામાં આવી છે. મામલે હિયરિંગ બાદ ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.3 જજની બેન્ચ સમક્ષ થઈ સુનાવણીનેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની 3 જજની બેન્ચ સમક્ષ સમગ્ર મામલે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. પાયલ ગોટીની ધરપકડ અને ત્યારબાદ જાહેરમાં સરઘસ કાઢવાની ઘટનાને લઈને માનવ અધિકારના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.જાહેરમાં સરઘસને માનવ અધિકાર ઉલ્લંઘન ગણાવ્યુંસુનાવણી બાદ પાયલ ગોટીની ધરપકડ અને જાહેરમાં સરઘસ કાઢવાની કાર્યવાહીને માનવ અધિકારના ઉલ્લંઘન સાથે જોડવામાં આવી છે. આ મામલે થયેલા માનવ અધિકારના ઉલ્લંઘન બદલ ગુજરાત સરકારને વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.7.50 લાખ વળતર ચૂકવવાનો આદેશNHRC દ્વારા ગુજરાત સરકારને પાયલ ગોટીને 7.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢવાના મામલે આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આદેશ બાદ સમગ્ર ઘટનાક્રમ ફરી ચર્ચામાં આવ્યો છે.  ટઆ પણ વાંચો   :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Mehsana : રોડ પૂરો થયો નથી ને વીજ પોલ સડી ગયા, કરોડોના ખર્ચે બનેલા આઇકોનિક રોડ પર પ્રજાના નાણાંનો વેડફાટ?
calendar_today September 2, 2026

Mehsana : રોડ પૂરો થયો નથી ને વીજ પોલ સડી ગયા, કરોડોના ખર્ચે બનેલા આઇકોનિક રોડ પર પ્રજાના નાણાંનો વેડફાટ?

મહેસાણા મહાનગરપાલિકાના આઇકોનિક રોડ પ્રોજેક્ટને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. રોડની કામગીરી હજુ પૂર્ણ પણ થઈ નથી ત્યાં જ નવા લગાવવામાં આવેલા વીજ પોલમાં કાટ લાગવાની ઘટના સામે આવી છે. પોલ કાટ લાગીને ખરાબ થઈ જતા તાત્કાલિક બદલવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ મહેસાણા મનપાની કામગીરી અને કરોડો રૂપિયાના ખર્ચ સામે સવાલો ઉભા કર્યા છે.નવા પોલમાં કાટ લાગ્યો કેવી રીતે?માહિતી મુજબ આઇકોનિક રોડ પર નવા વીજ પોલ લગાવવામાં આવ્યા હતા. પરંતુ રોડ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં જ પોલમાં કાટ લાગતાં તેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જો વીજ પોલ નવા ખરીદવામાં આવ્યા હતા તો તેમાં આટલી ઝડપથી કાટ કેવી રીતે લાગી ગયો? પોલ ખરીદતી વખતે ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? આવા અનેક સવાલો હવે સામે આવ્યા છે.કાઉન્સિલરે ઉઠાવ્યો હતો મુદ્દોઆ મુદ્દે અગાઉ મનપાના એક કાઉન્સિલરે નવા લગાવવામાં આવેલા વીજ પોલમાં કાટ લાગવાની સમગ્ર હકીકત જાહેર કરી હતી. ત્યારબાદ પોલની સ્થિતિને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કાટ લાગેલા તમામ વીજ પોલ હવે બદલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, જૂના પોલ બદલવા પાછળ ફરી કેટલો ખર્ચ થયો અને તેની જવાબદારી કોની તે પણ મહત્વનો પ્રશ્ન છે.કોણ જવાબ આપશે પ્રજાના નાણાંનો હિસાબ?કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા આઇકોનિક રોડની કામગીરી હજુ અધૂરી છે અને નવા લગાવવામાં આવેલા વીજ પોલ બદલવાની નોબત આવી ગઈ છે. ત્યારે આ સમગ્ર મામલાને પ્રજાના નાણાંના વેડફાટ સાથે જોડીને સવાલો ઊભા થઈ રહ્યા છે. જો શરૂઆતમાં જ યોગ્ય ગુણવત્તાવાળા પોલ ખરીદવામાં આવ્યા હોત તો શું તેને આટલી ઝડપથી બદલવાની જરૂર પડતી?પોલમાં કાટ લાગવા માટે જવાબદાર કોણ? હવે સૌથી મોટો સવાલ એ છે કે નવા પોલમાં કાટ લાગવા માટે જવાબદાર કોણ? ખરીદી પ્રક્રિયામાં ખામી હતી કે ગુણવત્તા નિયંત્રણમાં બેદરકારી? આ સમગ્ર મામલે જવાબદારી નક્કી થાય અને પ્રજાના નાણાંનો હિસાબ જાહેર થાય તેવી માંગ ઊઠી રહી છે. આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Rajkot Janmashtami Lok Mela 2026: 'વિરાસત થી વિકાસ' લોકમેળાનો મંગળ પ્રારંભ, રાઈડ્સને મંજૂરી મળી?
calendar_today September 2, 2026

Rajkot Janmashtami Lok Mela 2026: 'વિરાસત થી વિકાસ' લોકમેળાનો મંગળ પ્રારંભ, રાઈડ્સને મંજૂરી મળી?

રંગિલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો 2 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. આ વર્ષે 'વિરાસત થી વિકાસ' થીમ આધારિત યોજાયેલા આ લોકમેળાનું ઉદ્ઘાટન એક સફાઈકર્મીના હસ્તે કરાવીને સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અને પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકમેળો આજથી શરૂ થઈને આગામી 6 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે.પ્રથમ દિવસે રાઈડ્સ બંધ રહેતાં મેળાની રંગત ફિક્કી પડીઉદ્ઘાટનના પહેલા જ દિવસે લોકમેળામાં પહોંચેલા સહેલાણીઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. ફિટનેસ અને એનઓસી પ્રક્રિયાના કારણે મેળાની મોટાભાગની યાંત્રિક રાઈડ્સ બંધ રાખવામાં આવી હતી. મેળાવડામાં આવેલી કુલ 34 માંથી માત્ર 2 જ રાઇડ્સને તંત્ર દ્વારા મંજૂરી મળતાં શરૂ થઈ શકી હતી. જેને પગલે પ્રથમ દિવસે રાઈડ્સના અભાવે મેળાની રંગત થોડી ફિક્કી સાબિત થઈ હતી.નાની રાઈડ્સ શરૂ થતાં બાળકો અને લોકોએ માણી મોજજોકે, મોટા ચકડોળ અને મોટી રાઈડ્સ બંધ હોવા છતાં નાની રાઈડ્સ તેમજ વિવિધ સ્ટોલ્સ શરૂ થઈ જતાં લોકોએ મેળાની મોજ માણવાનું શરૂ કરી દીધું હતું. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી રાત્રિ સુધીમાં અન્ય તમામ રાઇડ્સ પણ શરૂ કરી દેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેથી સહેલાણીઓ સુરક્ષિત રીતે મનોરંજન માણી શકે.સૌરાષ્ટ્રભરની જનતા માટે આસ્થા અને મનોરંજનનું કેન્દ્રરાજકોટનો આ લોકમેળો માત્ર રાજકોટવાસીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતા માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહે છે. દર વર્ષે તહેવારોની મોસમમાં યોજાતા આ મહોત્સવમાં આશરે 12 થી 15 લાખ લોકો મેળાની મજા માણવા માટે એકઠા થાય છે. લોકો અહીં ખાણી-પીણી, ખરીદી અને વિવિધ રાઈડ્સનો આનંદ માણે છે.6 સપ્ટેમ્બર સુધી જામશે મેળાવડોરેસકોર્સના વિશાળ ગ્રાઉન્ડમાં સહેલાણીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ લોકમેળામાં આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડવાની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારુ રૂપે પૂર્ણ કરવામાં આવી છે.આ પણ વાંચો - Rajkot News: લોકમેળામાં ફૂડ સ્ટોલ પર મનપાની ટીમનું ચેકિંગ, સડેલા બટેટાનો નાશ કર્યો

Read Full Story arrow_forward