android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...
calendar_today September 2, 2026

Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...

કચ્છના ભુજ ખાતે આવેલી કોર્ટના પરિસરમાં જૂની અદાવતને લીધે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. કોર્ટ જેવા અત્યંત સુરક્ષિત અને સંવેદનશીલ સ્થળે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જૂની વૈમનસ્યનું વેર રાખીને હુમલાખોરે સરેઆમ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો, જેના કારણે કોર્ટ સંકુલમાં હાજર લોકોમાં ભય અને સનસનાટીનો માહોલ સર્જાયો હતો.DySP અને PI ની હાજરી માં થઇ ઘટનાઆ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં જ DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર હતો. ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે જ હુમલાખોરે હિંમત દાખવીને યુવક પર હુમલો કરી દીધો હતો. ઘટના બનતાં જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વધુ સારવાર અર્થે તુરંત જ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.હુમલાખોર શખ્સની સ્થળ પરથી અટકાયતકોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી ઝોનમાં સરેઆમ હિંસક હુમલો થતાં જ લોકોના મોટા ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સમયસૂચકતા દાખવીને હુમલો કરનાર શખ્સને સ્થળ પરથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જોકે, કાયદાના ધામમાં અને પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે જ શસ્ત્ર સાથે પ્રવેશીને આ પ્રકારનો હુમલો આચરવામાં આવતાં કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ પણ વાંચો : Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ

Read Full Story arrow_forward
Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી
calendar_today September 2, 2026

Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી

રાજ્યમાં હાલ એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે. જે સાંભળતા વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર જણાઈ શકે છે, જોકે હવામાન વિભાગે આગાહી કરી છે તે જાણીને થોડી નિરાશ થઈ શકે છે. રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે (Gujarat Weather Update) આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદ અંગેનું ખાસ બુલેટિન જાહેર કર્યું છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવામાનમાં 4 વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આમ છતાં, રાજ્યમાં સાર્વત્રિક કે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં જ પડે તેવી સંભાવના છે. જે કારણે રાજ્યમાં ચોમાસુ નબળુ રહેવાની શક્યતા વધી રહી છે. આવામાં ખેડૂતો અને સામાન્ય જનતા માટે મુશ્કેલી વધી શકે છે.મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે, વરસાદમાં 15 ટકાની ઘટવરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે રાજ્યમાં બફારા અને ગરમીનું પ્રમાણ યથાવત રહી શકે છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત, વર્તમાન ચોમાસાની મોસમમાં રાજ્યમાં હજુ પણ સરેરાશ વરસાદમાં 15 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે, જે આગામી સામાન્ય વરસાદથી આંશિક રીતે ભરાય તેવી આશા છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેશેહવામાન વિભાગ (Gujarat Weather Update)ની આગામી સપ્ટેમ્બર 3 થી સપ્ટેમ્બર 9, 2026 માટે કરેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં જોવા મળશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની સંભાવનાદક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અન્ય વિસ્તારોની સરખામણીએ વરસાદનું પ્રમાણ થોડું સારું રહી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે વડોદરા અને ભરૂચ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન છૂટાછવાયા સ્થળો પર જ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.આ પણ વાંચો - દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

Read Full Story arrow_forward
Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ
calendar_today September 2, 2026

Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ

ગીર સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર દર્શનાર્થે અને પવિત્ર સ્નાન અર્થે આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા તેમજ સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે પહોંચે છે, પરંતુ સ્નાન કર્યા બાદ મહિલાઓ માટે કપડાં બદલવા યોગ્ય કે સુરક્ષિત ચેન્જિંગ રૂમ ઉપલબ્ધ ન હોવાનો ગંભીર આક્ષેપ યાત્રિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ પવિત્ર સ્થળે મહિલાઓની પ્રાઈવસી જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.મહિલાઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબૂરઘાટ પર ઉભી કરવામાં આવેલી સુવિધાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્રિવેણી સંગમ ઘાટ પર બનાવેલા કાયમી ચેન્જિંગ રૂમ મોટાભાગે તાળાં મારેલી બંધ હાલતમાં જોવા મળે છે, જ્યારે મહિલાઓની સુવિધા માટે મૂકવામાં આવેલા પ્લાસ્ટિકના ચેન્જિંગ બોક્સ પણ તૂટીને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિના કારણે પવિત્ર સ્નાન કર્યા બાદ મહિલા શ્રદ્ધાળુઓને આડશ શોધવા માટે દોડધામ કરવી પડે છે અથવા તો નાછૂટકે ખુલ્લામાં જ કપડાં બદલવાની નોબત આવે છે.સોમનાથ ટ્રસ્ટની કામગીરી સામે રોષઆ સમગ્ર મામલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થા અને લાલિયાવાડી સામે યાત્રિકોમાં తీవ్ర આક્રોશ વ્યાપી ગયો છે. દૂર-દૂરથી આવતી મહિલા શ્રદ્ધાળુઓની ગોપનીયતા અને સન્માનની જવાબદારી આખરે કોની? તેવા તીખા પ્રશ્નો ભક્તો પૂછી રહ્યા છે. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ માગ કરી રહ્યા છે કે તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ગંભીર બાબતની તુરંત નોંધ લેવામાં આવે અને ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓ માટે સુરક્ષિત તેમજ સ્વચ્છ ચેન્જિંગ રૂમની સુવિધા સત્વરે પુનઃ શરૂ કરવામાં આવે.આ પણ વાંચો : Bhuj કોર્ટમાં ધોળાદિવસે છરીબાજી! DySP-PIની હાજરીમાં યુવક પર છરીથી હુમલો, જુઓ પછી શું થયું...

Read Full Story arrow_forward