Surat News: શેરચેટ અને ઈન્સ્ટાગ્રામ પર ટાસ્ક ઈન્વેસ્ટના નામે આચરી હતી ઠગાઈ, આરોપીને પોલીસે સેલવાસથી ઝડપ્યો
ગુજરાતમાં વધી રહેલા સાયબર ક્રાઈમને રોકવા માટે સાયબર સેન્ટર ફોર એક્સેલન્સની રચના કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગનારા તત્વો સામે પોલીસે સક્રિયતા દાખવી છે. તેવામાં સુરત સાયબર સેલ પોલીસની સાયબર ક્રાઈમને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ઓનલાઈન કમાણી અને ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવનાર આરોપીને સેલવાસથી પકડી પાડ્યો છે. સોશિયલ મીડિયા અને ટાસ્ક ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે શેરચેટ, ઇન્સ્ટાગ્રામ અને ટાસ્ક આધારિત ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે લોકોને જાળમાં ફસાવતો હતો.ઘરબેઠા સરળતાથી કમાણી કરવાની લાલચ આપીને તે લોકો પાસે મોટા પ્રમાણમાં રોકાણ કરાવતો હતો.આ પ્રકારે આરોપીએ અનેક નિર્દોષ નાગરિકોને કુલ મળીને રૂ. 26.12 લાખનો ચૂનો લગાવ્યો હતો.આરોપીની ધરપકડ બાદ તેના બેન્ક ખાતાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતા સાયબર સેલ પણ ચોંકી ઉઠ્યું હતું.આરોપીના બેન્ક ખાતામાંથી આશરે રૂ.3.51 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતાં. આરોપી સાથે દેશના અન્ય ભાગોમાં પણ ફરિયાદરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ આ આરોપી અને તેની મોડસ ઓપરેન્ડી વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે.સેલવાસથી આદિત્ય પાંડેને ઝડપી પાડ્યા બાદ સાયબર પોલીસે તેને સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં તેની સાથે અન્ય કેટલા સાગરીતો જોડાયેલા છે. આટલા મોટા પ્રમાણમાં આવેલા નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ ફ્રોડ નેટવર્કના તાર ક્યાં સુધી ફેલાયેલા છે.આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...
Read Full Story arrow_forward