android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ
calendar_today September 2, 2026

Gujarat News : લાલચોળ સોસ પાછળ નફાખોરીનો ખેલ? ગુજરાતમાં નકલી સોસના કારોબારથી ખળભળાટ

ગુજરાતના મેગા સિટી અમદાવાદ અને સુરતમાં નકલી ટામેટા સોસનો સરેઆમ કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ટામેટાના નામે માત્ર કેમિકલયુક્ત કલર અને પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો સોસ શહેરોમાં લારી-ગલ્લાં અને નાની હોટેલો સુધી પહોંચાડીને નફાખોરીનો ખેલ રમાઈ રહ્યો છે. આ મામલે સુરતના ફૂડ સ્ટોલ સંચાલકોએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે તેઓ પોતાના ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ISI માર્ક્સ ધરાવતા અથવા કોઈ એક ચોક્કસ ભરોસાપાત્ર સ્થળેથી જ સોસ ખરીદે છે, જો ભેળસેળની જાણ થાય તો તુરંત જ માલ લેવાનું બંધ કરી દે છે. જોકે, બજારમાં સસ્તા ભાવે મળતા આ 'લાલચોળ' સોસના કારણે ગ્રાહકોના હેલ્થ સામે ગંભીર જોખમ ઊભું થયું છે.ગુજરાતમાં વાર્ષિક રૂ.200 કરોડથી વધુનો કારોબારસમગ્ર ગુજરાતમાં નકલી સોસનો આ કાળો કારોબાર વાર્ષિક રૂ. 200 કરોડથી પણ વધુનો હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. વડોદરામાં જ્યારે સોસની ગુણવત્તા અંગે સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં આવી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. કેટલાક દુકાનદારોએ કબૂલ્યું હતું કે તેઓ જાતે જ સોસ તૈયાર કરે છે કારણ કે માર્કેટમાં મળતા મોટા ભાગના સોસ કૃત્રિમ રંગો અને કેમિકલથી જ બનાવવામાં આવે છે. બીજી તરફ ગ્રાહકોએ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અત્યારે બજારમાં ચારેય તરફ મિલાવટનું સામ્રાજ્ય છે અને સરેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.મહારાષ્ટ્રની જેમ કડક એક્શનની માગસોસના નામે ઝેર પીરસતા આ કૌભાંડ સામે ફૂડ સેફ્ટી વિભાગની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા અને અમદાવાદના સ્થાનિક લોકો તેમજ ગ્રાહક મંડળોએ માંગ કરી છે કે મહારાષ્ટ્ર સરકારની તર્જ પર ગુજરાત સરકારે પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે અત્યંત કડક કાયદાકીય એક્શન લેવા જોઈએ. જ્યાં સુધી સરકારી તંત્ર કડક ઝુંબેશ ન ચલાવે ત્યાં સુધી ગ્રાહકોએ પણ જાગૃત બનીને અજાણી કે સ્થાનિક બ્રાન્ડ્સના મિલાવટી સોસ ખાવાથી દૂર રહેવું અને પોતાના સ્વાસ્થ્યની જાતે કાળજી લેવી અત્યંત જરૂરી છે.આ પણ વાંચો : Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...

Read Full Story arrow_forward
Rajkot News: લોકમેળામાં ફૂડ સ્ટોલ પર મનપાની ટીમનું ચેકિંગ, સડેલા બટેટાનો નાશ કર્યો
calendar_today September 2, 2026

Rajkot News: લોકમેળામાં ફૂડ સ્ટોલ પર મનપાની ટીમનું ચેકિંગ, સડેલા બટેટાનો નાશ કર્યો

રાજકોટમાં વિરાસતથી વિકાસ લોકમેળાના પ્રથમ દિવસે જ જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે મેળામાં વેચાતી ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા,ખીચું સહિતની વિવિધ ખાદ્યચીજોની કડક તપાસ કરી હતી.આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ભૂંગળા બટેટાના એક સ્ટોલ પરથી મોટી માત્રામાં સડેલા બટેટા મળી આવ્યા હતા જેનો આરોગ્યની ટીમે તાત્કાલિક ધોરણે જપ્ત કરી નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે સ્ટીમ ઢોકળા બનાવવા માટે વપરાતું તેલ, ચટણી તેમજ વિવિધ મસાલાઓની પણ ગુણવત્તા ચકાસી હતી.તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકમેળામાં કોઈપણ ખાદ્ય સ્ટોલ પરથી ખોરાક આરોગતા પહેલા તેની હાઈજેનિક કન્ડિશન ખાસ તપાસી લેવી. લોક મેળામાં 34 રાઇડ્સને મંજૂરી નહીંજિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે લોકોની સલામતી માટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.મેળામાં આવતા લોકોની સુરક્ષા સાથે કોઈપણ જાતનું સમાધાન ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જરૂરી મંજૂરી કે લાયસન્સ વિના એક પણ મોટી કે નાની યાંત્રિક રાઇડ શરૂ કરવા દેવામાં આવશે નહીં.13 સભ્યોની કમિટીનો નિર્ણય મેળામાં રાઇડ્સ શરૂ કરવા માટે 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે.કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશેમોટી રાઇડ્સની સુરક્ષા ચકાસણી માટે રચાયેલી 13 સભ્યોની કમિટી દ્વારા ગ્રાઉન્ડ પર એસઓપી મુજબ મશીનરી,બેઠક વ્યવસ્થા અને મજબૂતીની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે.આ 13 સભ્યોની કમિટી સંપૂર્ણ નિરીક્ષણ કર્યા બાદ પોઝિટિવ અભિપ્રાય આપશે.ત્યારબાદ જ લાયસન્સ આપવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાઇડ્સ શરૂ થવાની શક્યતા સુરક્ષા અને ફિટનેસ ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા નિયમોનું પાલન થયા બાદ રાઇડ્સની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.લાયસન્સ મળ્યા બાદ જ મુલાકાતીઓ માટે ચકડોળ અને અન્ય મોટી રાઇડ્સ ખુલ્લી મૂકાશે જેથી મેળો બીજા દિવસથી ખીલશે તેવી આશા સેવાઈ રહી છે.  આ પણ વાંચોઃ Mehsanaમાં SMCનો મોટો ધડાકો, સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર 5 સ્થળે દરોડા, 13 આરોપીઓ દબોચાયા...

Read Full Story arrow_forward
દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ
calendar_today September 2, 2026

દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળું માટે સારા સમાચાર, ગાંધીનગરથી દ્વારકા માટે દોડશે Janmashtami Special Train, જાણો ટાઈમટેબલ અને સ્ટોપેજ

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા યાત્રાળુઓનો ભારે ધસારો ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા અને મુસાફરી વધુ સુગમ બનાવવા માટે ગાંધીનગર પાટનગર અને જગત મંદિર દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને સીધો ફાયદો થશે.3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન બંને દિશામાં કુલ 6 ટ્રીપ દોડશેરેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09521/09522 ગાંધીનગર રાજધાની-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન તરીકે સેવા આપશે. આ ખાસ ટ્રેન 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંને દિશામાં દોડાવાશે. આ 3 દિવસ દરમિયાન ટ્રેનની કુલ 6 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને તહેવારના દિવસોમાં કન્ફર્મ મુસાફરીનો વિકલ્પ મળી રહેશે.ગાંધીનગર અને દ્વારકાથી ટ્રેનનો સમયપત્રકમુસાફરોની સગવડ માટે રાત્રિ અને દિવસના સમયનું આયોજન કરવામાં આવ્યું છે.ટ્રેન નં. 09521 (ગાંધીનગર રાજધાનીથી દ્વારકા): આ ટ્રેન ગાંધીનગર રાજધાની સ્ટેશનથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચાડશે.ટ્રેન નં. 09522 (દ્વારકાથી ગાંધીનગર રાજધાની): પરત ફરતી વખતે આ ટ્રેન દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે ગાંધીનગર રાજધાની પહોંચશે.રૂટના મુખ્ય 13 સ્ટેશનો પર આપવામાં આવ્યું સ્ટોપેજઆ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન મુસાફરોની સુવિધા માટે રૂટ પરના મહત્વના સ્ટેશનો પર ઊભી રહેશે. બંને દિશામાં આ ટ્રેનને ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના મુસાફરો પણ આ સેવાનો લાભ લઈ શકશે. તમામ જનરલ કોચ અને ઓનલાઈન વિગતોની સુવિધાઆ ટ્રેનની મુખ્ય ખાસિયત એ છે કે, તેમાં તમામ કોચ જનરલ ક્લાસ રહેશે, જેથી મુસાફરો તાત્કાલિક ટિકિટ મેળવીને પણ મુસાફરી કરી શકશે. ટ્રેનના રૂટ, ચોક્કસ સમય, સ્ટોપેજ અને કોચ સંરચના અંગેની વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો - Janmashtami 2026: જન્માષ્ટમી પહેલા અજમાવી જુઓ, પૂજાના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવશે 4 સરળ દેશી ઉપાય

Read Full Story arrow_forward