android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ જીલીયાની સરખેજ પોલીસે કરી અટકાયત, પાસા હેઠળ ભુજ જેલ મોકલાયો
calendar_today September 3, 2026

Ahmedabad News: મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ જીલીયાની સરખેજ પોલીસે કરી અટકાયત, પાસા હેઠળ ભુજ જેલ મોકલાયો

અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવાના ભાગરૂપે સરખેજ પોલીસે મોટી સફળતા મેળવી છે. પાટણની કુખ્યાત 'મસ્તાની ગેંગ'ના મુખ્ય સાગરીત અને વિવાદિત આરોપી ભાવેશ જીલીયા વિરુદ્ધ સરખેજ પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો છે. બુધવારની રાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભાવેશ જીલીયાની અટકાયત કરી તેની સામે કડક કાનૂની પગલાં ભર્યા હતા.જમીન દલાલ પર હુમલાનો ગુનોમળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ચર્ચિત કર્ણાવતી ક્લબના મુખ્ય ગેટ સામે એક જમીન દલાલ પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ચકચારી કેસમાં ભાવેશ જીલીયાની સંડોવણી સામે આવી હતી. જમીન દલાલીના વિવાદ અને મિલકતના મામલે થયેલા આ હુમલા બાદ સરખેજ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ ચક્ર ગતિમાન કર્યા હતા અને આખરે તેને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી.પાસા હેઠળ ભુજ જેલ મોકલાયોશહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ભય રહે તે હેતુથી અમદાવાદ સરખેજ પોલીસે ભાવેશ જીલીયા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. આ કાર્યવાહીને મંજૂરી મળતાં જ બુધવારની રાત્રે તેને પાસા હેઠળ અટકાયતમાં લઈને સુરક્ષા વચ્ચે ભુજની હાઇ-સિક્યોરિટી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સરખેજ પોલીસની આ આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે.આ પણ વાંચો: Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર

Read Full Story arrow_forward
Ahmedabad News : GujaratiMatrimonyના નામે રૂ.1.10 કરોડની છેતરપિંડી, કેનેડાની યુવતી બની અમદાવાદના વેપારીને ફસાવ્યો
calendar_today September 3, 2026

Ahmedabad News : GujaratiMatrimonyના નામે રૂ.1.10 કરોડની છેતરપિંડી, કેનેડાની યુવતી બની અમદાવાદના વેપારીને ફસાવ્યો

અમદાવાદમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 'GujaratiMatrimony' એપ્લિકેશન દ્વારા એક મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. ઠગ ટોળકીમાંથી એક શખ્સે સ્મિતા શેઠ્ઠી નામે ફેક આઈડી બનાવી ફરિયાદી સાથે સંપર્ક કર્યો હતો. પોતે કેનેડામાં રહેતી હોવાનું અને 'Nova Medical' નામની કંપનીમાં નોકરી કરતી હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ યુવતીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને મેડિસિનના રો-મટિરિયલના વેપારમાં મોટો નફો અપાવવાની લાલચ આપી હતી. તેણે ઓછા ભાવે માલ ખરીદીને પોતાની કંપનીને ઊંચા ભાવે વેચીને મોટો ફાયદો કમાવવાની સ્કીમ સમજાવી હતી.બનાવટી સેમ્પલ અને ફેક પરચેઝ ઓર્ડર આપી રૂ.1.10 કરોડ પડાવ્યાકૌભાંડને આગળ વધારવા માટે ઠગ ટોળકીએ મહેરાબ નામના શખ્સને રો-મટિરિયલ સપ્લાયર તરીકે ઓળખાવ્યો હતો અને 'નડાલા બી રૂટ' નામની દવાના રો-મટિરિયલના બનાવટી સેમ્પલ મોકલ્યા હતા. આ પછી Nova Medicalના પરચેઝ મેનેજર તરીકે 'ફ્રેડ બ્રેન્ડોન' નામના શખ્સે સંપર્ક કર્યો હતો અને મુંબઈમાં મળીને સેમ્પલ તપાસી ઓર્ડર આપવાની નાટકબાજી કરી હતી. ઠગ ભગતોએ બનાવટી પરચેઝ ઓર્ડર મોકલીને ફરિયાદી પાસેથી જુદા-જુદા બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂ.1,10,22,000 મંગાવી લીધા હતા. નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ તમામ આરોપીઓના ફોન બંધ થઈ જતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાપોતાની સાથે રૂ.1.10 કરોડથી વધુ રકમની છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં જ ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની અરજીના આધારે સાયબર ક્રાઈમે સ્મિતા શેઠ્ઠી, મહેરાબ અને ફ્રેડ બ્રેન્ડોન સહિતના ઠગો સામે વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો, આઈપી એડ્રેસ અને ફોન નંબરના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરના આ સાયબર કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.આ પણ વાંચો : Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર

Read Full Story arrow_forward
Emergency landing: હવામાં લથડી પાઇલટની તબિયત, IndiGoની ફ્લાઇટનું મસ્કટમાં ઇમરજન્સી લેન્ડિંગ
calendar_today September 3, 2026

Emergency landing: હવામાં લથડી પાઇલટની તબિયત, IndiGoની ફ્લાઇટનું મસ્કટમાં ઇમરજન્સી લેન્ડિંગ

Emergency landing: દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1302નું ગુરુવારે સવારે મસ્કતમાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન પાયલોટ અચાનક બીમાર પડી ગયા બાદ સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને મસ્કત ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન મસ્કત એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને પાઇલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા; હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.મુસાફરોને બેંગલુરુ લઈ જવાની વ્યવસ્થાપાયલોટની બીમારીને કારણે મસ્કત ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ ઈન્ડિગોએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન બેંગલુરુ લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એરલાઈને મુસાફરોની મુસાફરી પૂર્ણ કરવા માટે બેંગલુરુથી મસ્કત ઉડાન ભરવા માટે એક રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટ અને નવા ક્રૂની વ્યવસ્થા કરી છે.આ પણ વાંચો: Nepal તબાહીમાં અત્યાર સુધી કેટલા ભારતીય ગુમ, કોણ-કોણ સુરક્ષિત ઘરે પરત ફર્યા?

Read Full Story arrow_forward