android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
US India Politics: SIR પર અમેરિકી સાંસદના નિવેદન પર ભડક્યું ભારત, MEAએ કહ્યુ, 'અમારી લોકશાહીમાં દખલગીરી બંધ કરો!'
calendar_today October 16, 2026

US India Politics: SIR પર અમેરિકી સાંસદના નિવેદન પર ભડક્યું ભારત, MEAએ કહ્યુ, 'અમારી લોકશાહીમાં દખલગીરી બંધ કરો!'

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના નિવેદનને સંપૂર્ણપણે પાયાવિહોણું અને ખોટી માહિતીથી ભરેલું ગણાવ્યું છે.લોકશાહી વિરોધી પ્રયાસ ભારતીય-અમેરિકન કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલે ભારતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાંથી આશરે 130 મિલિયન લોકોના નામ કાઢી નાખવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે આને ભારતમાં મોટા પાયે મતોને દૂર કરવાનો લોકશાહી વિરોધી પ્રયાસ ગણાવ્યો. પ્રમિલા જયપાલે આ મુદ્દાને લઈને ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને પણ ટેકો આપ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડભારતે અમેરિકાના ઇલિનોઇસમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરા અંગે ચિંતા વ્યક્ત કરી. ભારતે જણાવ્યું હતું કે આ ઘટનાથી અમેરિકામાં વંશીય દુશ્મનાવટ અને ભારતીય વિરોધી દ્વેષ અંગે ચિંતા વધુ વધે છે. રણધીર જયસ્વાલે કહ્યું, "ઇલિનોઇસના ઓરોરામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને સામૂહિક ગોળીબાર કરવાના કથિત કાવતરાના અહેવાલોથી અમે ખૂબ જ ચિંતિત છીએ." તેમણે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ અને અટકાયત અને તેની સામે દાખલ કરાયેલા આરોપો સહિત યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની નોંધ લીધી છે.ભારતીઓ સામે હિંસા સહન નહી કરાશે: વિદેશ મંત્રાલયતેમણે કહ્યું, "આ ઘટના અમેરિકામાં વંશીય દુશ્મનાવટ અને ભારત વિરોધી દ્વેષ અંગે ચિંતાઓને વધુ વધારે છે." નફરતથી પ્રેરિત હિંસા માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવાની, વધુ સતર્કતા રાખવાની અને ભારતીય સમુદાયની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.' વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'અમે અપેક્ષા રાખીએ છીએ કે યુએસ અધિકારીઓ આ બાબતની સંપૂર્ણ તપાસ કરે, જવાબદારોને ન્યાયના કઠેડામાં લાવે અને આવી ઘટનાઓને રોકવા માટે તમામ જરૂરી પગલાં લે.'આ પણ વાંચોઃ ગરીબ પાકિસ્તાન હવે 2027માં સંભાળશે IMF-વર્લ્ડ બેંકની કમાન અને નિભાવશે મહત્વપૂર્ણ જવાબદારી

Read Full Story arrow_forward
સુરેન્દ્રનગરમાં પોલીસનું ફાયરિંગ, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા આરોપી
calendar_today October 16, 2026

સુરેન્દ્રનગરમાં પોલીસનું ફાયરિંગ, રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો કરનારા આરોપી

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં રેન્જ IG નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર એક કુખ્યાત આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં પોલીસે સ્વબચાવમાં કરેલા જવાબી ફાયરિંગ દરમિયાન આરોપીને ઇજા પહોંચી છે. રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે આઘાતજનક રીતે તેના પર હુમલો કરાયો હતો, જેને પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે...

Read Full Story arrow_forward
Petladમાં નવરાત્રીમાં તસ્કરો બેફામ: મલ્હાર અને પ્રથમ સોસાયટીમાં બંધ મકાનોના તાળાં તોડી લાખોની મત્તાની ચોરી
calendar_today October 16, 2026

Petladમાં નવરાત્રીમાં તસ્કરો બેફામ: મલ્હાર અને પ્રથમ સોસાયટીમાં બંધ મકાનોના તાળાં તોડી લાખોની મત્તાની ચોરી

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પવિત્ર નવરાત્રિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી વચ્ચે તસ્કરો બેફામ બન્યા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. પરિવારજનો ગરબે ઘૂમવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવીને તસ્કરોએ બે અલગ-અલગ સોસાયટીઓમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.કોલેજ ચોકડી નજીક મલ્હાર સોસાયટીમાં તસ્કરોનો દરોડોપેટલાદ શહેરમાં કોલેજ ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસેની મલ્હાર સોસાયટીમાં કૌશિકભાઈ પુનમભાઈ ગાંધીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. પરિવારજનો નવરાત્રિના આયોજનમાં બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સેરવીને રફૂચક્કર થઈ ગયા હતા.પ્રથમ સોસાયટીમાં પણ મકાનનું તાળું તોડ્યું, પોલીસ તપાસ શરૂઆટલેથી ન અટકતાં તસ્કરોએ નજીકમાં જ આવેલી 'પ્રથમ સોસાયટી' માં પણ એક બંધ મકાનનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મકાનમાલિકો અને આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પેટલાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી, આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસી તસ્કરોના સગડ મેળવવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward