android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News : ગટરના ગંદા પાણી મુદ્દે લોકો રોષે ભરાયા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે રસ્તા પર કર્યો ચક્કાજામ
calendar_today September 3, 2026

Patan News : ગટરના ગંદા પાણી મુદ્દે લોકો રોષે ભરાયા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે રસ્તા પર કર્યો ચક્કાજામ

પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના વોર્ડ નંબર 11માં આવેલા પદ્માનાથ રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળતા ભારે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સર્જાઈ છે. વારંવાર પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે આક્રોશે ભરાયેલા સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરીને હાઈવે પર ભારે ચક્કાજામ સર્જ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે પણ સ્થાનિકોના સમર્થનમાં જોડાતા આંદોલને વધુ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યોપદ્માનાથ ચાર રસ્તા પાસે યોજાયેલા આ ચક્કાજામમાં વોર્ડ નંબર 11ની મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં માર્ગ પર બેસી ગયા હતા. સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગટરના પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે આખા વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. મુખ્ય માર્ગ અને હાઈવે પર પદ્માનાથ ચાર રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં જ રહીશોએ ચક્કાજામ કરતા રસ્તાની બંને બાજુએ ના નાના-મોટા વાહનો તેમજ મુસાફરોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને સ્થિતિ વધુ ન વણસે તે માટે પાટણ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશેપોલીસે સ્થળ પર પહોંચીને આંદોલનકારી રહીશો અને ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. પોલીસે સમજાવટથી માર્ગ ખુલ્લો કરાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જ્યારે સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરની સમસ્યાનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, જે રીતે 6 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. વારંવાર આ બાબતે સંકલનની અંદર પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ કોઈ સમસ્યાનો અંત આવતો નથી. આ નગરપાલિકા નહીં પરંતુ ગટરપાલિકા છે! લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ તો ખાલી એક ટ્રેલર છે.આગામી સમયની અંદર જો આનું સોલ્યુશન નહીં આવે, આનો અંત નહીં આવે, તો અચોક્કસ મુદતના અનશન કરવામાં આવશે.નગરપાલિકા તો 'ગટરપાલિકા પાટણ બની ગઈસ્થાનિક નેતા ગેમરભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી આ પદ્મનાભ વિસ્તારમાં લોકોને ચાલવું મુશ્કેલ પડી જાય એવો નરકાગાર થઈ ગયો છે. નગરપાલિકા તો 'ગટરપાલિકા પાટણ બની ગઈ છે! ચીફ ઓફિસરને અહીંના રહીશો અથવા કોર્પોરેટરો રજૂઆત કરવા જાય તો એમના ઉપર ખોટા આક્ષેપ કરી તેમના ફોન તોડી નાખવા અને આ અણઘડ વહીવટના કારણે અમારે આજે ત્રાહિમામ થઈને બહાર આવવું પડ્યું છે.આ પણ વાંચોઃ Suratમાં મા-દીકરીના રહસ્યમય મોતથી ખળભળાટ, ઘરમાંથી બંનેના મોબાઈલ ગાયબ થતાં હત્યાની આશંકા ઘેરાઈ!

Read Full Story arrow_forward
Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો
calendar_today September 3, 2026

Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો

પવિત્ર તહેવાર જન્માષ્ટમીને લઈને વિશ્વભરના કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અત્યંત અનોખી અને યાદગાર બનવા જઈ રહી છે. ઇસ્કોન મંદિરના ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીના પાવન અવસરે એક વિશાળ અને આકર્ષક ડ્રોન શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ અને ટેકનોલોજીના આ અનોખા સંગમથી આ વર્ષની જન્માષ્ટમીની ઉજવણી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.300 ડ્રોનથી આકાશમાં સર્જાશે ભગવાન શ્રીકૃષ્ણની મોહક આકૃતિઓઆ ભવ્ય શો દરમિયાન એકસાથે 300 જેટલા આધુનિક ડ્રોન હવામાં એકસાથે ઉડાન ભરશે અને રાત્રિના સમયે આકાશને અદ્ભુત રોશનીથી ઝગમગાવી દેશે. આ ડ્રોન્સની મદદથી આકાશમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળરૂપ, માખણ ચોરી, કાલિયા નાગ દમણ તેમજ ગીતા ઉપદેશ જેવા વિભિન્ન લીલા પ્રસંગોની આકર્ષક આકૃતિઓ અને ઝલક કંડારવામાં આવશે. આકાશી કેનવાસ પર સર્જાનારા આ નયનરમ્ય દ્રશ્યો દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક નવીન અને રોમાંચક અનુભવ સાબિત થશે.ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપપરંપરાગત ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે યોજાનારા આ કૃષ્ણ જન્મોત્સવને સફળ બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા તીવ્ર ગોઠવણ કરવામાં આવી રહી છે. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા, લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સહિતની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઇસ્કોન મંદિર ખાતે યોજાનારો આ પહેલો ડ્રોન શો જન્માષ્ટમીના તહેવારની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દેશે.આ પણ વાંચો : Gir Somnath News : સંદેશ ન્યૂઝના અહેવાલનો મોટો ઈમ્પેક્ટ, સોમનાથ ટ્રસ્ટ દોડતું થયું, ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ

Read Full Story arrow_forward
Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર
calendar_today September 3, 2026

Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા ખાતર પોલીસ વિભાગમાં મહત્વના ફેરબદલ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી દ્વારા જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લાના 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરના આદેશથી જિલ્લાના વિવિધ મહત્વના પોલીસ મથકોના સંચાલનમાં ફેરફાર જોવા મળશે.બેચરાજી, વિજાપુર, વસાઈ અને 'બી' ડિવિઝન પોલીસ મથકે નવા PIની નિમણૂકજાહેર કરાયેલા આંતરિક બદલીના ઓર્ડર મુજબ, બેચરાજી ખાતે ફરજ બજાવતા PI એ.એન. ગઢવીની બદલી કરીને તેમને મહેસાણા શહેર 'બી' ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજાપુરના PI આર.જે. ચૌહાણને બદલી કરીને બેચરાજી ખાતે અને વસાઈના PI ટી.જે. દેસાઈની બદલી વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા PI કે.ડી. રાવલને વસાઈ ખાતે નવી નિમણૂક આપવામાં આવી છે.સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચનાજિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા તમામ 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી પોતાની નવી બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં એકસાથે 4 PI ના આંતરિક ટ્રાન્સફરના આદેશથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે, અને નવી નિમણૂક પામેલા અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો હોદ્દો સંભાળી લેશે.આ પણ વાંચો : Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો

Read Full Story arrow_forward