android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
calendar_today September 4, 2026

Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી સુવર્ણ નગરી દ્વારકામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર દ્વારકા નગરી અને જગત મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી લાઈટોથી ઝળહળતી દ્વારકા નગરી કોઈ નવોઢા જેવી ભાસી રહી છે, અને સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે.મંગળા આરતીથી જ ભક્તોનું ઘોડાપૂરભગવાન દ્વારકાધીશના દર્શનનું જન્માષ્ટમીના દિવસે વિશેષ મહત્વ હોય છે. આથી, વહેલી સવારે ખુલતા મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સવારના 6:00 વાગ્યાથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. પોતાના વ્હાલા કાનુડાના એક ઝલક પામવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી અહી પહોંચ્યા છે.'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજ્યું જગત મંદિરદ્વારકાધીશના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓમાં જબરદસ્ત ભક્તિભાવ અને ઊર્જા જોવા મળી રહી છે. હજારો ભક્તોના મુખેથી નીકળતા 'જય દ્વારકાધીશ', 'હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી' અને 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નાદથી સમગ્ર દ્વારકા નગરી ગુંજી ઉઠી છે. ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈને નાચતા-ગાતા નજરે પડી રહ્યા છે. દર્શન માટે લાંબી કતારો અને સુદ્રઢ વ્યવસ્થાવહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. દર્શનાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોને દર્શન કરવામાં કોઈ જ અગવડતા ન પડે તે માટે બેરિકેડિંગ અને પીવાના પાણી સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...

Read Full Story arrow_forward
Vadodara News: ચોર મહિલા આખી રાત ઘરમાં સંતાઈ, વહેલી પરોઢે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટી
calendar_today September 4, 2026

Vadodara News: ચોર મહિલા આખી રાત ઘરમાં સંતાઈ, વહેલી પરોઢે વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી લૂંટી

વડોદરા શહેરના માંજલપુરમાં લાલબાગ નજીક આવેલી જગન્નાથ પૂરમ સોસાયટીમાં ગત બુધવારે વહેલી પરોઢે એક મકાનમાં લૂંટ થઈ હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક રૂમમાં સોફા ઉપર સૂતેલાં 81 વર્ષના વૃદ્ધા ઉપર બુકાનીધારી લૂંટારુએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાના હાથમાંથી 12 ગ્રામ વજનની સોનાની રૂ.1.70 લાખની કિંમતની બંગડી લૂંટીને ફરાર થઈ ગયો હતો.ઝપાઝપી દરમિયાન બુકાનીધારીના માથાના વાળનો ચોટલો વૃદ્ધાના હાથમાં આવ્યો ત્યારે ક્રાઈમ કરનાર લૂંટારુ મહિલા હોવાની પ્રતિતી થઈ હતી. હાથમાંથી સોનાની બંગડી લૂંટીમાંજલપુર જગન્નાથ પૂરમ સોસાયટીમાં રહેતાં 81 વર્ષના લીલાબેન નગીનભાઈ પટેલ એકલવાયુ જીવન ગુજારે છે.તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શન ઉપર લીલાબેનનું ઘર ચાલે છે.રોજિંદા નિત્યક્રમ પ્રમાણે મંગળવારે રાતે લીલાબેન તેમના મકાનના મેઈન દરવાજાને તાળું મારીને ગાઉન્ડ ફ્લોર પર બેઠક રુમમાં સોફા ઉપર સૂઈ ગયા હતા. ઘટના સવારે આશરે 5.30 વાગે બની હતી.કોઈ અજાણી વ્યકિત હાથમાંથી સોનાની બંગડી કાઢી રહી છે તેવો લીલાબેનને અહેસાસ થયો હતો.લૂંટારુ બુકાનીધારી હતો.એક્યુપ્રેશરની સ્ટિકથી લૂંટારુએ વૃદ્ધાના હાથમાં ઘા કર્યો હતો અને ઝપાઝપી કરી હતી.હાથમાંથી સોનાની બંગડી લૂંટીને લૂંટારુ ભાગી રહ્યો હતો. લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયોઆ વખતે લૂંટારુના માથાના વાળનો ચોટલો હાથમાં પકડાઈ ગયો હતો.તે ક્ષણે લૂંટારુ મહિલા હોવાનો અહેસાસ થયો હતો.વૃદ્ધા ભયભીત થતા ભત્રીજાને જાણ કરતા સગા દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.વૃદ્ધા દ્વારા આપવામાં આવેલી લૂંટારાના ચોટલાની હકીકતે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા.સામાન્ય રીતે કાઈમ કરવા માટે આવતાં ક્રિમિનલ મુખ્ય દરવાજાનું તાળું તોડીને અથવા ખૂલ્લી બારીમાંથી ચોરી છુપીથી ઘરમાં પ્રવેશ કરતા હોય છે.પરંતુ આ કિસ્સામાં આવું કશું બન્યું નહતું.જેથી આ કૉયડો પોલીસ માટે પડકાર જનક બન્યો હતો. પછી સીસીટીવીને આધારે આ ચોર મહિલા હોવાનું જાણવા મળ્યું હતું.ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવીઆ લૂંટારૂ મહિલાએ એક દિવસ અગાઉ વૃદ્ધાના ઘરમાં ઘૂસીને ઉપરના માળે રાત વિતાવી હતી.ત્યારબાદ વહેલી સવારે તક જોઈને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી ખેંચવાનો પ્રયાસ કરતાં વૃદ્ધા જાગી જતાં આરોપી મહિલાએ તેમના હાથમાં બચકાં ભરી ઈજા પહોંચાડી હતી અને આશરે ₹1.70 લાખની કિંમતની સોનાની બંગડી લૂંટીને ફરાર થઈ ગઈ હતી.આ સમગ્ર ઘટના અંગે મહિલા દ્વારા કરાયેલી રેકી અને ઘરમાં ઘૂસવાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સવિતા રાઠોડ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી
calendar_today September 4, 2026

Ahmedabad વાસીઓ ધ્યાન આપે! AMCની ઓનલાઇન સેવાઓ 10 કલાક માટે રહેશે સંપૂર્ણ બંધ, જાણો ક્યારથી ક્યાં સુધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની ઓનલાઇન સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે વેબસાઈટ અને સિસ્ટમને વધુ ઝડપી તેમજ સુદ્રઢ બનાવવા માટે ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં AMCની તમામ ઓનલાઇન સેવાઓ અને પોર્ટલ હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય તંત્ર મારફતે લેવામાં આવ્યો છે.કાલે રાત્રે 9 વાગ્યાથી સિસ્ટમ થશે બંધમળતી માહિતી અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી કોર્પોરેશનનું મુખ્ય સર્વર અને ઓનલાઇન સિસ્ટમ મેન્ટેનન્સમાં જશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવા, વ્યવસાય વેરો ભરવા, જન્મ-મરણના પ્રમાણપત્રોની અરજી કરવા કે અન્ય કોઈ પણ પ્રકારની ઓનલાઇન સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. આ કામગીરી ખાસ કરીને રાત્રિના સમયે રાખવામાં આવી છે, જેથી સામાન્ય લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.6 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી કામગીરી ચાલશેઆ ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યા સુધી અવિરતપણે ચાલશે. શનિવારે રાત્રિના 9 વાગ્યાથી લઈને રવિવારે સવારના 7 વાગ્યા સુધી એમ કુલ 10 કલાક સુધી સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન રહેશે. 6 તારીખે સવારે 7 વાગ્યા બાદ તમામ ઓનલાઇન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે, ત્યારબાદ નાગરિકો ફરીથી ઘરે બેઠા જ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.નાગરિકોને અગાઉથી અગત્યના કામ પતાવી લેવા અપીલસળંગ 10 કલાક સુધી ઓનલાઇન સેવાઓ ખોરવાઈ જવાના કારણે લોકોને બિનજરૂરી હાલાકી ન ભોગવવી પડે તે માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી જ જાણ કરવામાં આવી છે. તંત્રએ અમદાવાદના નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અગત્યના ઓનલાઇન કામકાજ આ સમયમર્યાદા પહેલાં અથવા તો સિસ્ટમ ફરીથી શરૂ થયા બાદ પૂરા કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...

Read Full Story arrow_forward