android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાનો જળાભિષેક, પંચામૃત સાથે પુજારીઓએ સ્નાન કરાવ્યું
calendar_today September 4, 2026

Gujarat Latest News Live: શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાનો જળાભિષેક, પંચામૃત સાથે પુજારીઓએ સ્નાન કરાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: વર્ષે ફોગિંગ પાછળ 100 કરોડનો ધૂમાડો કરો છો તોય મચ્છર કેમ થાય છે? AMC કમિશનર
calendar_today September 4, 2026

Ahmedabad News: વર્ષે ફોગિંગ પાછળ 100 કરોડનો ધૂમાડો કરો છો તોય મચ્છર કેમ થાય છે? AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી વીકલી રિવ્યૂ બેઠકમાં શહેરમાં સતત વધી રહેલા મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આરોગ્ય અને ઈજનેરી વિભાગની આકરી ઝાટકણી કાઢી હતી.કમિશનરે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,તમે ફોગિંગ પાછળ દર વર્ષે 100 કરોડનો ધુમાડો કરો છો છતાં લાર્વા નાશ કરવા કેમિકલ કેમ છાંટતા નથી?જો આ રીતે કામ થશે તો મેલેરિયા મુક્ત અમદાવાદ અભિયાન કેમ સફળ થશે? કમિશનરે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરીચોમાસું પૂરું થવાના આરે છે અને તમામ સાત ઝોનમાં ફોગિંગ માટે રૂ.12.45 કરોડના ટેન્ડર મંજૂર કરી વર્કઓર્ડર અપાયા હતા.ડેન્ગ્યુ હજુ બે સપ્તાહ પીક પર રહેશે તેવી રજૂઆત સામે કમિશનરે ત્વરિત કામગીરી કરવા તાકીદ કરી હતી. શહેરની 400 પૈકી માત્ર 82 હોસ્પિટલો જ દૈનિક વિગતો આપતી હોવાથી બાકીની હોસ્પિટલોને તાત્કાલિક નોટિસ ફટકારવા આદેશ કર્યો હતો.આ ઉપરાંત 48 વોર્ડના ટ્રાફિક જંકશનો પરના ખાડા અંગે માહિતી ન આપી શકતાં કમિશનર સિટી ઈજનેર ઋષિ પંડ્યા પર અકળાયા હતા. નબળી કામગીરી કરતી એજન્સીઓનાં પેમેન્ટ અટકાવી દોકોર્પોરેશન સંચાલિત પાંચ બગીચા,ત્રણ સ્ટોર મળી 10 મિલકતોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળતાં કમિશનરે ડેપ્યુટી કમિશનર મમતા હીરપરાની કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો.બીજી તરફ ફોગિંગ કરતી એજન્સીના રૂ.22 લાખના બિલમાંથી માત્ર રૂ.2 લાખ પેનલ્ટી કાપ્યાનું જણાવાતાં કમિશનરે રોષપૂર્વક કહ્યું કે, કામ કર્યા વગર 20 લાખ મળતા હોય તો ખોટું શું?નબળી કામગીરી કરતી એજન્સીઓનાં પેમેન્ટ અટકાવી દો. મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યુંઅમદાવાદ શહેરમાં ચોમાસુ હવે નહિવત છે એવામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસોનો ભરાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વાયરલ ફીવર અને ટાઈફોઈડ સહિતના દર્દીઓની પણ સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના દર્દીઓ પણ સામે આવી રહ્યાં છે. મહાનગર પાલિકા દ્વારા શહેરમાં દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી કરે છે પણ તેમાંય જાણે લાલિયાવાડી ચાલી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad : માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, ધાબા પર 3 ગેસ સિલિન્ડર મળતાં મોટો સવાલ

Read Full Story arrow_forward
Janmashtami 2026: શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંગળા આરતી અને પંચામૃત અભિષેક કરાયો
calendar_today September 4, 2026

Janmashtami 2026: શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંગળા આરતી અને પંચામૃત અભિષેક કરાયો

અરવલ્લી જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજરોજ કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કાળિયા ઠાકોર એટલે કે શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિરે પહોંચી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર' અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદથી ગુંજી ઉઠ્યું છે.સવારે 6:00 વાગ્યે ખુલ્યા દ્વાર અને મંગળા આરતીનો મહિમાજન્માષ્ટમીના પાવન અવસર પર વહેલી સવારે 6:00 કલાકે નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. દ્વાર ખુલતાની સાથે જ શામળિયાના મંગળા દર્શન કરવા માટે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. સનાતન પરંપરામાં અને ખાસ કરીને શામળાજી તીર્થક્ષેત્રમાં જન્માષ્ટમીના દિવસે મંગળા દર્શનનું વિશેષ અને અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. ઠાકોરજીના આ મનોરમ્ય રૂપને જોઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે.શામળિયાનો પંચામૃત અભિષેક અને વિશેષ શૃંગારમંગળા આરતીના સંપન્ન થયા બાદ શામળિયા ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર જેવા પવિત્ર દ્રવ્યો વડે વૈદિક મંત્રોચ્ચાર સાથે 'પંચામૃત અભિષેક' કરવામાં આવ્યો હતો. આ ખાસ દિવસ નિમિત્તે ભગવાનને વિશેષ વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે. પંચામૃત સ્નાન બાદ ભગવાનનો નયનરમ્ય શૃંગાર જોઈને દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને કર્યું સુચારુ આયોજનજન્માષ્ટમી નિમિત્તે ઉમટી પડેલી ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શન માટે અલાયદી અને વ્યવસ્થિત લાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે સિક્યોરિટી અને સ્વયંસેવકો તૈનાત કરાયા છે. આ સાથે સાથે અરવલ્લી પોલીસ પણ સુરક્ષાના કડક બંદોબસ્તમાં તૈનાત છે, જેથી તમામ ભક્તો શાંતિપૂર્ણ રીતે કાળિયા ઠાકોરના દર્શન કરી શકે.આ પણ વાંચો: Janmashtami 2026: સંદેશ ડિજિટલને સાથે જન્માષ્ટમી ઉજવણી, જુઓ તમારા કાનુડાનો ફોટો...

Read Full Story arrow_forward