android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડ્યો, 4 ભાડૂઆતો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ!
calendar_today October 25, 2026

Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડ્યો, 4 ભાડૂઆતો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ!

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાંથી સિનિયર સિટીઝન (વૃદ્ધ દંપતી) ની લાચારીનો ગેરલાભ ઉઠાવી તેમનો કિંમતી ફ્લેટ હડપ કરી લેવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટેરા ખાતે આવેલો અંદાજે રૂ. 60 લાખ ની કિંમતનો ફ્લેટ ભાડે આપ્યા બાદ ભાડૂઆતોએ દાદાગીરી કરી મિલકત પચાવી પાડી હોવાનો સંગીન આક્ષેપ થયો છે. આ મામલે કલેક્ટર કચેરીની કમિટી સમક્ષ રજૂઆત બાદ 4 ભાડૂઆતો સામે કડક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.રૂ. 5.85 લાખનું ભાડું બાકી અને રૂ. 4.68 લાખના ફર્નિચરનું કર્યું નુકસાનપ્રાપ્ત વિગતો અનુસાર, વૃદ્ધ દંપતી દ્વારા પોતાનો ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો. ભાડા કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાડૂઆતોએ ફ્લેટ ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત, ભાડૂઆતો પાસે અંદાજે રૂ. 5.85 લાખનું ભાડું બાકી નીકળતું હોવાનો અને ફ્લેટમાં રહેલા મોંઘા ફર્નિચરને રૂ. 4.68 લાખનું ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. જ્યારે દંપતી પોતાનો મકાનનો કબ્જો માંગવા ગયું ત્યારે ભાડૂઆતોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.કલેક્ટરના આદેશ બાદ ચાંદખેડા પોલીસની કાર્યવાહી, તપાસ તેજવૃદ્ધ દંપતીએ આ બાબતે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ સત્તાવાર અરજી કરી હતી. કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી કાયદાકીય કાર્યવાહીના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. કલેક્ટરના હુકમ બાદ ચાંદખેડા પોલીસે ચારેય ભાડૂઆતો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે શેકાતો તાપ!

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અમદાવાદમાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડવાનો આક્ષેપ, 4 ભાડુઆતો સામે ગુનો દાખલ
calendar_today October 25, 2026

Gujarat Latest News Live: અમદાવાદમાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડવાનો આક્ષેપ, 4 ભાડુઆતો સામે ગુનો દાખલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Pavi Jetpurના સુસ્કાલ ગામે 8 વર્ષના માસૂમની હત્યા કરી પિતાનો આપઘાતનો પ્રયાસ!
calendar_today October 25, 2026

Pavi Jetpurના સુસ્કાલ ગામે 8 વર્ષના માસૂમની હત્યા કરી પિતાનો આપઘાતનો પ્રયાસ!

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના જ 8 વર્ષના માસૂમ પુત્રની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી પિતાએ ઓરસંગ નદીના કિનારે પુત્રનું ગળું દબાવી તેને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો, જેના કારણે માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાને પગલે સુસ્કાલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.હત્યા બાદ પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા જયેશભાઈ નાયકાએ પોતાની જાતે ગળા પર બ્લેડ મારીને આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં મળી આવેલા પિતાને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાના કારણે વધુ અને સઘન સારવાર માટે તેમને વડોદરાની પ્રખ્યાત સયાજી (SSG) હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.પત્ની જતા રહેવાથી માનસિક તણાવમાં હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી તેની પત્ની અગાઉથી જ એટલે કે ત્રણ વર્ષ પૂર્વે ઘર છોડીને જતી રહી હતી. આ પારિવારિક વિખવાદ અને એકલતાના કારણે પિતા સતત ભારે માનસિક ટેન્શન અને ડિપ્રેશનમાં રહેતા હતા. આ માનસિક અસ્થિરતા અને તણાવના આંતરિક રોષમાં આવીને જ તેણે આ ખોટું પગલું ભરીને પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતાર્યો અને પોતે પણ જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.પોલીસે ગુનો નોંધીને હાથ ધરી તપાસઆ કરુણ બનાવ અંગે અશોકભાઈ વિઠ્ઠલભાઈ નાયકા દ્વારા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે કાયદેસરની હત્યાનો ગુનો નોંધીને આગળની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્ર વચ્ચેની આ કાળજું કંપાવનારી ઘટનાથી પરિવારજનો બેહાલ બન્યા છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward