Gujarat Governmentનો મોટો નિર્ણય, ભરતી અને પ્રમોશનના નિયમોમાં કરાયા મોટા ફેરફાર
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યમાં વર્ગ 1, 2 અને 3 ની ભરતી પ્રક્રિયા તેમજ પ્રમોશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ભરતીના નિયમો બનાવવા માટેના મોડેલ ફોર્મમાં સુધારા કરી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિર્ણયથી આગામી સમયમાં આવનારી તમામ નવી ભરતીઓ અને પ્રમોશનની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે.સીધી ભરતી માટે અનુભવ અને રજિસ્ટ્રેશનની શરતો બદલાઈનવી જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ સીધી ભરતી માટે જરૂરી અનુભવ અને સંબંધિત પ્રોફેશનલ બોડી/કમિશનમાં રજિસ્ટ્રેશનની જોગવાઈઓમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સીધી ભરતીમાં ઉમેદવારોના રજિસ્ટ્રેશન માટેની શરતો વધુ સ્પષ્ટ અને ચોક્કસ કરવામાં આવી છે, જેથી ભરતી વખતે કોઈ કાનૂની કે તકનીકી અડચણ ઉભી ન થાય.મોડેલ ફોર્મ 1થી 4માં સુધારા લાગુભરતી નિયમો તૈયાર કરવા માટે સરકારે ઉપયોગમાં લેવાતા મોડેલ ફોર્મ 1 થી 4 માં આ સુધારાઓ લાગુ કરી દીધા છે. રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓએ હવેથી નવી ભરતી કે પ્રમોશન સંબંધિત નિયમો તૈયાર કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગની આ નવી માર્ગદર્શિકા અને સુધારેલા ફોર્મેટને જ અનુસરવાનું રહેશે.પ્રમોશન માટે ગુડ અને વેરી ગુડ બેન્ચમાર્કસરકારી કર્મચારીઓના પ્રમોશનની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ પ્રમોશન માટે 'ગુડ' અને 'વેરી ગુડ' જેવા સર્વિસ બેન્ચમાર્કની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થવાથી કર્મચારીઓની કામગીરી અને ગુણવત્તાના આધારે જ તેમને બઢતીનો લાભ મળશે.આ પણ વાંચો: Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ
Read Full Story arrow_forward