android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu
calendar_today October 16, 2026

Delhi: નેહા બોરાને મળેલા વધારે મહત્વથી NSUI નારાજ, સત્તાવાર ગ્રૂપનું નામ બદલી કરી નાંખ્યું We The Chhotu

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે દિલ્હીમાં ચાલી રહેલા પ્રદર્શનમાં લેફ્ટ સંગઠન આઈસાની છાત્રનેતા નેહા બોરા ખૂબ ચર્ચામાં આવી છે. કોંગ્રેસ દ્વારા નેહા બોરાને દરેક પ્રદર્શનમાં સતત મોટું મહત્વ આપવામાં આવતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. રાહુલ ગાંધી સાથે ચર્ચા છતાં કોઈ ઉકેલ ન આવતાં કાર્યકરે સત્તાવાર ગ્રૂપનું નામ બદલ્યું.રાહુલ ગાંધીએ નેહા બોરાને સૌથી આગળ રાખીદિલ્હીમાં 12 ઓક્ટોબરે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરીને મોટું પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા માર્ચમાં રાહુલ ગાંધીએ આઈસા છાત્રનેતા નેહા બોરાને સૌથી આગળ રાખી હતી. પ્રિયંકા ગાંધી અને નેહા બોરા વિરોધ માર્ચમાં સૌથી આગળ ચાલી રહ્યાં હતાં. તે સમયે રાહુલ ગાંધી બંને નેતાઓની થોડા પાછળ ચાલી રહ્યા હતા.બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા આ ઉપરાંત આંદોલન દરમિયાન બસમાં પણ નેહા બોરાને બેસાડવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટ નજીક ઊભેલા એક ટ્રક પર નેહા બોરાને સ્થાન અપાયું હતું. આ ટ્રક પર રાહુલ ગાંધી સહિતના તમામ મોટા નેતાઓ જ હાજર હતા.એનએસયુઆઈના નેતા વિનોદ જાખડને ટ્રકમાં સ્થાન ના મળ્યું આ સમગ્ર માર્ચમાં એનએસયુઆઈના નેતા વિનોદ જાખડ પણ સામેલ હતા. જોકે તેઓ ટ્રક પર ક્યાંય દેખાયા નહોતા. તેમને નેહા બોરાની જેમ કોઈ પ્રસિદ્ધિ પણ મળી શકી નહોતી. વિપક્ષી નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં પણ નેહા બોરાને મીડિયા સમક્ષ બોલવાની તક અપાઈ હતી. એનએસયુઆઈ સહિતના સંગઠનોમાં નારાજગી ફેલાઇઆકરી મહેનત છતાં પોતાની વિદ્યાર્થી પાંખના બદલે લેફ્ટ સંગઠનને તવજ્જો મળતાં એનએસયુઆઈમાં નારાજગી ફેલાઈ હતી. રાહુલ ગાંધીએ એનએસયુઆઈ સહિતના સંગઠનોના યુવાનોને ચા પર બોલાવ્યા હતા. આ બેઠકમાં નેહા બોરા અંગે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ફરિયાદ પર કોઈ ઉકેલ ન નીકળ્યો અને તેને નજરઅંદાજ કરાઈ હતી. સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યુંઆથી નારાજ પદાધિકારીઓએ સત્તાવાર ગ્રૂપનું નામ બદલીને 'વી ધ છોટુ' કરી નાખ્યું હતું. કેરળ અને યુનિવર્સિટી ચૂંટણીઓમાં બંને સંગઠનો સામસામે લડે છે. જોકે રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનમાં બંને પક્ષો એકસાથે છે. આ પણ વાંચો :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર
calendar_today October 16, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ
calendar_today October 16, 2026

Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ શહેરના સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી નજીક ગેસ લીકેજની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં સ્થિત એક ભંગારના ગોડાઉનમાં રાખેલા ક્લોરીન ગેસના બાટલામાંથી અચાનક ગેસ ગળતર શરૂ થયું હતું. જોતજોતામાં ઝેરી ગેસ આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાક્લોરીન ગેસ હવામાં પ્રસરી જતાં જ આસપાસના લોકોને આંખોમાં તીવ્ર બળતરા અને અસહ્ય ખાંસી ઉપડી હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવાને કારણે લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકોની તબિયત વધુ લથડતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ માસ્ક અને જરૂરી સુરક્ષા સાધનો સાથે ગોડાઉનમાં પ્રવેશ કરી ગેસ લીકેજ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર ટીમે ત્વરિત અને સતર્કતાપૂર્વક કામગીરી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.બાટલાને સાબરમતીના ખુલ્લા પટમાં લઈ જઈ નિકાલ કરાયોમળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર ગેસનું લીકેજ અટકાવ્યા બાદ જોખમી બાટલાને સુરક્ષિત રીતે સીલ કરી લીધો હતો. ત્યારબાદ આ બાટલાને સાબરમતી નદીના ખુલ્લા પટમાં લઈ જઈને કાળજીપૂર્વક ખાલી કરવામાં આવ્યો હતો, જેથી શહેરમાં વધુ ગેસ ફેલાવાનો ભય ટળી ગયો છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Ahmedabad : L’Oréalના નામે નકલી કોસ્મેટિક્સનું કૌભાંડ ઝડપાયું, 6.90 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward