Ahmedabad News: નારોલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 14.35 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા
અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલ વિસ્તારમાં ગત 19 ઓક્ટોબરના રોજ મકાનનું તાળું તોડીને લાખો રૂપિયાની ચોરી થઈ હતી. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને ગણતરીના દિવસોમાં જ આ પ્રકરણનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.લાખો રૂપિયાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્તઆ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 14,35,570 નો જંગી મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રૂ. 13.02 લાખના સોના-ચાંદી અને ધાતુના દાગીના, રૂ. 22,770 રોકડ રકમ, એક એક્સેસ સ્કૂટર, બે મોબાઈલ ફોન તેમજ ચોરીના દાગીનાના 14 બિલ સહિતની અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ ગુનામાં કુલ રૂ. 19.10 લાખની ચોરી થઈ હતી, જેમાંથી પોલીસે મોટો મુદ્દામાલ રિકવર કર્યો છે.બે યુવકો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બે યુવકો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, એક આરોપી વટવા GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં જ્યારે અન્ય આરોપી અમરાઈવાડી પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં વોન્ટેડ હતો.વધુ તપાસ માટે આરોપીઓને નારોલ પોલીસને સોંપાયાઆ સમગ્ર ગુનાની આગળની વધુ તપાસ અને પૂછપરછ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ત્રણેય આરોપીઓને નારોલ પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે. પોલીસ દ્વારા આ ગેંગ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની સફળ ટ્રેપ, કપલ પાસેથી તોડબાજી કરનાર નકલી પોલીસ મોહમદ હુસૈન શેખ ઝડપાયો
Read Full Story arrow_forward