android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: PGVCL નો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; મીટર ઉતારી દંડ ન કરવા માંગી હતી લાંચ
calendar_today October 25, 2026

Chotila: PGVCL નો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; મીટર ઉતારી દંડ ન કરવા માંગી હતી લાંચ

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા સરકારી કર્મચારીઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચોટીલા ગ્રામ્ય-2 PGVCL સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-4 ના હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજીયાને જાગૃત નાગરિક પાસેથી ₹૬૦,૦૦૦ ની રોકડ લાંચ સ્વીકારતા રાજકોટ ગ્રામ્ય ACB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાડીના વીજ કનેક્શનનું મીટર ઉતારી લઈ મોટો દંડ ન ફટકારવા પેટે આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.મીટર ઉતારી દંડની ધમકી આપી 70 હજારની માંગણી કરી હતીબનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકની વાડીએ લાગેલું PGVCL નું મીટર ઉતારી લેવામાં આવ્યું હતું અને તેમની સામે વીજ ચોરી કે નિયમભંગનો મોટો દંડ ન ફટકારવા તેમજ સમાધાન કરી આપવા બદલ આરોપી હેલ્પર બીપીનભાઈ પારેજીયા (ઉંમર વર્ષ ૩૩) એ રૂપિયા ૭૦,૦૦૦ ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે આરોપી હેલ્પર ₹60,000 રોકડા સ્વીકારવા તૈયાર થયો હતો.ખેડૂત કે નાગરિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર સામે લડત આપવાનો નિર્ધાર કરી તાત્કાલિક લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.કચેરીમાં જ છટકું ગોઠવાયુંનાગરિકની ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય ACB ની ટીમે પૂરતા આયોજન સાથે ચોટીલા ગ્રામ્ય-૨ PGVCL કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.આયોજન મુજબ, ફરિયાદી જ્યારે આરોપી બીપીનભાઈ પારેજીયાને નક્કી થયેલી લાંચ પેટે ₹60,000 રોકડા આપવા ગયા અને આરોપીએ લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ પહેલેથી વોચમાં રહેલી ACB ની ટીમે તેને સ્થળ પર જ રંગેહાથ દબોચી લીધો હતો.ACB એ આરોપી પાસેથી ₹60,000 ની લાંચની રોકડ રકમ રિકવર કરી તેની અટકાયત કરી છે.આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની સંપત્તિ તેમજ આ ષડયંત્રમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે લાઇનમેનની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: દેશમાં પ્રથમવાર 2029માં યોજાશે IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ; ગુજરાતમાં ઉતરશે વિશ્વના ચેમ્પિયન ખેલાડીઓ!

Read Full Story arrow_forward
Aravalli News: દિવાળી પહેલા તંત્ર સક્રિય! ધનસુરામાં ગેરકાયદે ફટાકડાના જથ્થા સાથે બે દુકાનો સીલ
calendar_today October 25, 2026

Aravalli News: દિવાળી પહેલા તંત્ર સક્રિય! ધનસુરામાં ગેરકાયદે ફટાકડાના જથ્થા સાથે બે દુકાનો સીલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં સુરક્ષા અને નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. ધનસુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવતા મોટા પાયે લાયસન્સ વગરનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.લાખો રૂપિયાનો મુદામાલ અને કુલ બોક્સની વિગતોતપાસ દરમિયાન 'સાંઈ બાબા સીઝનલ ફટાકડાની દુકાન'માંથી રૂપિયા 1.70 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ 'મહાદેવ ટ્રેડર્સ'માંથી રૂપિયા 98 હજારનો જથ્થો ઝડપાયો હતો. આ બંને દુકાનોમાંથી કુલ 2,454 બોક્સ ફટાકડા મળી આવ્યા હતા. બંને વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ વગર આટલો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.શોર્ટ સર્કિટ અને આગનું મોટું જોખમ ટળ્યુંઆ દુકાનોમાં વીજ વાયરિંગની કામગીરીમાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઈને ભયાનક આગ ફાટી નીકળવાનું મોટું જોખમ હતું. વીજ સુરક્ષાના નિયમોને નજરઅંદાજ કરીને લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે.દુકાનો સીલ અને આરોપીઓ સામે પોલીસ ફરિયાદલોકોની સુરક્ષા સાથે ગંભીરડાથી ચેડાં કરવા બદલ બંને દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. કુલ રૂપિયા 2,68,238 ના મુદામાલ સાથે દુકાનોને સીલ કરીને આરોપીઓ વિનોદભાઈ અશોકભાઈ ખત્રી અને સંજયભાઈ ચંદુભાઈ ઠક્કર વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ માસમાં આવી અન્ય જગ્યાઓની પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Aravalli News: સીઆરપીએફની રાષ્ટ્રીય બાઇક રેલીનું શામળાજી બોર્ડર પર સ્વાગત, 300થી વધુ બાઇકર્સ કેવડિયા પહોંચશે

Read Full Story arrow_forward
Bhavnagar News: લઠ્ઠાકાંડ છતાં બૂટલેગરો બેફામ! તળાજામાં કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
calendar_today October 25, 2026

Bhavnagar News: લઠ્ઠાકાંડ છતાં બૂટલેગરો બેફામ! તળાજામાં કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓ બાદ પણ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે LCBની ટીમે બાતમીના આધારે દિહોરથી ટીમાણા તરફ આવતી એક શંકાસ્પદ કારને અટકાવીને મોટી સફળતા હાંસલ કરી છે.કારમાંથી મળી આવી દારૂની હજારો બોટલોઆ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા એક કારની સઘન તલાશી લેવામાં આવી હતી. તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,391 બોટલો તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા. રૂ. 7 લાખની કિંમતની કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 10,90,495 નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.રાજસ્થાનના કુખ્યાત બૂટલેગરોની ધરપકડઆ કેસમાં પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી છે. જેમાં ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી (રહે. વોઢા, તા. સાંચોર, જિ. જાલોર) અને નપારામ માનારામ માલી (રહે. મોરસીમ, તા. બાગોડા, જિ. જાલોર) ની અટકાયત કરવામાં આવી છે.મુખ્ય આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે ગુનાઓપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ કેસનો મુખ્ય આરોપી ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી અગાઉ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રોહિબિશનના 4 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, અને તેના નામનો પોલીસ રેકોર્ડ પણ બોલે છે. આ મામલે તળાજા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Bhavnagar News: વલ્લભીપુરમાં પિતરાઈ ભાઈએ ઘરમાં ઘૂસી દંપતી પર કર્યો જીવલેણ હુમલો! Video

Read Full Story arrow_forward