android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Una: વાડીમાં રમતા 9 વર્ષના માસૂમને મોંમાં દબાવી ભાગ્યો; પરિવારે પીછો કરી દીકરાને મોતના મુખમાંથી ખેંચી લીધો!
calendar_today October 25, 2026

Una: વાડીમાં રમતા 9 વર્ષના માસૂમને મોંમાં દબાવી ભાગ્યો; પરિવારે પીછો કરી દીકરાને મોતના મુખમાંથી ખેંચી લીધો!

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક અને સીમ વિસ્તારમાં આંટાફેરા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉના તાલુકાના નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક ત્રાટકેલા દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનોએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના હિંમતભેર દીપડાનો પીછો કરતાં આખરે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને સીમ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પરિવારજનોની સાહસિકતાથી બાળકનો ચમત્કારિક બચાવઘટનાની વિગતો અનુસાર નાદણ ગામની સીમમાં આવેલી વાડીમાં 9 વર્ષનો બાળક પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત હતો અને ત્યાં રમી રહ્યો હતો.દરમિયાન ઝાડી-ઝાંખરામાંથી અચાનક ધસી આવેલા શિકારી દીપડાએ બાળક પર હુમલો કરી તેને પોતાના જડબામાં પકડી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો.બાળકના આક્રંદ અને અવાજ સાંભળી આસપાસ રહેલા પરિવારજનો દોડી આવ્યા હતા અને લાકડીઓ તથા બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મૂકી હતી.લોકોનો ભારે ઘેરાવ અને અવાજ જોઈ દીપડો ગભરાઈને બાળકને પડતો મૂકી અંધારામાં અને સીમ તરફ નાસી ગયો હતો.દીપડાના નહોર અને દાંત વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા બાળકને પરિવારે તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની તબીબી સારવાર ચાલી રહી છે.વન વિભાગની ટીમ હોસ્પિટલ દોડીબનાવની જાણ થતાં જ સ્થાનિક વન વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને બાળકની તબિયત તેમજ ઈજાઓ અંગે માહિતી મેળવી હતી.ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ નાદણ ગામની વાડી અને આસપાસના સીમ વિસ્તારમાં પહોંચી પગમાર્ક (પગલાં) ના આધારે દીપડાનું ચોક્કસ લોકેશન મેળવવા માટે કવાયત શરૂ કરી છે.આ હુમલાખોર દીપડાને વહેલી તકે પકડી શકાય તે માટે ઘટનાસ્થળ નજીક તાબડતોબ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.નાદણ અને આસપાસના ગામોમાં દીપડાના સતત વધી રહેલા આંટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માગણી કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક સઘન પેટ્રોલિંગ વધારી દીપડાને પાંજરે પૂરવામાં આવે.આ પણ વાંચો:Tehran: ‘કાં તો ડીલ કરો નહીંતર તબાહી માટે તૈયાર રહો!’ ટ્રમ્પના અલ્ટીમેટમ સામે ઈરાને બાંયો ચડાવી

Read Full Story arrow_forward
Ahmedabad: જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી અમદાવાદ પરત, ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણની મોટી તકો ખૂલી
calendar_today October 25, 2026

Ahmedabad: જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી અમદાવાદ પરત, ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણની મોટી તકો ખૂલી

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રાજ્યમાં તોતિંગ વિદેશી રોકાણ (FDI) આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક જોડાણ મજબૂત કરવાના આશય સાથે જાપાન અને દક્ષિણ કોરિયાના સફળ સત્તાવાર પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ પરત ફર્યા છે. આ આંતરરાષ્ટ્રીય મુલાકાત દરમિયાન બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અને ટેકનોલોજી કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ગુજરાતમાં રોકાણની નવી તકો અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.ઓસાકાથી સિઓલ સુધી રોકાણકારો સાથે હાઈ-લેવલ બેઠકોમુખ્ય શહેરોની મુલાકાત: નાયબ મુખ્યમંત્રીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે જાપાનના ઓસાકા, કોબે અને ટોક્યો તેમજ દક્ષિણ કોરિયાના દેગુ અને સિઓલ જેવા અગ્રણી ઔદ્યોગિક અને તકનીકી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સંભવિત રોકાણકારોને ગુજરાતની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદેશી ઉદ્યોગ જગતના અગ્રણીઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ રહ્યું સાથેગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રવાસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી,ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા પ્રતિનિધિમંડળમાં મહત્વપૂર્ણ જવાબદારી સાથે જોડાયાં હતાં.ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વિજયન પણ આ ડેલિગેશનમાં સામેલ રહ્યા હતા.નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર તેમજ સંયુક્ત કમિશનર કનક ડેર પણ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થઈ સમગ્ર ઔદ્યોગિક વાટાઘાટોમાં સહભાગી બન્યા હતા.આ પણ વાંચો: Una: વાડીમાં રમતા 9 વર્ષના માસૂમને મોંમાં દબાવી ભાગ્યો; પરિવારે પીછો કરી દીકરાને મોતના મુખમાંથી ખેંચી લીધો!

Read Full Story arrow_forward
Ahmedabad: PM મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ;  સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક
calendar_today October 25, 2026

Ahmedabad: PM મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ; સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક

બિહારના પાટનગર પટના ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનો ઉલ્લેખ કરીને કરવામાં આવેલી વિવાદાસ્પદ અને અભદ્ર ટિપ્પણીથી દેશભરના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પટનાથી દિલ્હી અને ગુજરાત સુધીના રાજકીય વર્તુળોમાં આ નિવેદન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષના આ વલણ સામે મોરચો ખોલી આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીતિ અને વિકાસના મોરચે હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે વ્યક્તિગત ગાળાગાળી અને કનિષ્ઠ માનસિકતા પર ઉતરી આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વારમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે પટનામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના ચૂંટાયેલા વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને સખત નિંદનીય છે. કોંગ્રેસ પાર્ટી વારંવાર સાબિત કરી ચૂકી છે કે જ્યારે તેઓ જમીની સ્તરે લોકકલ્યાણ, નીતિ કે વિકાસના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ વ્યક્તિગત હુમલાઓ અને અભદ્ર ભાષાના સૌથી નીચલા સ્તર સુધી પહોંચી જાય છે.દેશની જનતા આવા ગંદી માનસિકતાવાળા રાજકારણને ક્યારેય સ્વીકારશે નહીં.DyCM હર્ષ સંઘવીના રાહુલ ગાંધી અને ખડગે પર પ્રહારનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના સંસ્કાર અને નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂજ્ય પિતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીની ઘટતી જતી રાજકીય સંસ્કૃતિ અને પોકળ માનસિકતાનો જીવંત પુરાવો છે.હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું રાજકારણ હવે જનહિત અને દેશના મૂળ મુદ્દાઓથી ભટકીને માત્ર અંગત અપમાનો અને અભદ્ર ટીકાઓ સુધી સીમિત રહી ગયું છે. વડાપ્રધાન 1.4 અબજ ભારતીયોના જનાદેશ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. જાહેર જીવનમાં વિચારધારાના મતભેદો હોઈ શકે છે, પરંતુ સંવાદની ગરિમા તોડવી એ દેશના લોકોનું અપમાન છે. જનતા આ અહંકારનો યોગ્ય સમયે કડક જવાબ આપશે.પટનાના બાપુ ઓડિટોરિયમમાં શું બન્યું હતું?25ઓક્ટોબરના રોજ પટનાના બાપુ ઓડિટોરિયમમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસનો એક મોટો કાર્યક્રમ યોજાયો હતો.સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા હતા, ત્યારે સભામાંથી એક વ્યક્તિએ અવાજ ઉઠાવીને કહ્યું, "મોદી નહીં જાય."આ સાંભળી ખડગે અકળાઈ ઊઠ્યા હતા અને આવેશમાં આવીને વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ પિતાનો ઉલ્લેખ કરી અભદ્ર ટિપ્પણી કરી દીધી હતી.આ નિવેદન બાદ સભામાં હાજર કોંગ્રેસ કાર્યકરોએ તે અવાજ ઉઠાવનાર વ્યક્તિને પકડીને માર મારતાં સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો.આ પણ વાંચો: Ahmedabad: જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત પૂર્ણ કરી નાયબ મુખ્યમંત્રી અમદાવાદ પરત, ઔદ્યોગિક ક્ષેત્રે નવા રોકાણની મોટી તકો ખૂલી

Read Full Story arrow_forward