android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: એકતાનગર પરેડ માટે દેશભરમાંથી 200 NCC કેડેટ્સ સજ્જ; 31 ઓક્ટોબરે રચાશે નવો ઇતિહાસ!
calendar_today October 25, 2026

Ahmedabad: એકતાનગર પરેડ માટે દેશભરમાંથી 200 NCC કેડેટ્સ સજ્જ; 31 ઓક્ટોબરે રચાશે નવો ઇતિહાસ!

અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવાતા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી માટે એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિષ્ઠિત પરેડમાં ભાગ લેવા માટે દેશભરના નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના પસંદગી પામેલા ૨૦૦ કેડેટ્સ એકતાનગર પહોંચી ચૂક્યા છે. કેડેટ્સ દ્વારા શિસ્ત, સમર્પણ અને અખંડ ભારતની ભાવનાને ઉજાગર કરવા માટે સઘન સૈન્ય ડ્રિલ અને ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરી દેવામાં આવી છે.17 NCC ડિરેક્ટોરેટ્સના 200 કેડેટ્સનો વિશેષ કેમ્પ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજિત વિશેષ નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં દેશના કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તર રાજ્યો સહિત કુલ 17 NCC ડિરેક્ટોરેટ્સમાંથી શ્રેષ્ઠ 200 કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે.આ યુવા કેડેટ્સને પરેડ માટે કડક ફિઝિકલ ટ્રેનિંગ, પ્રોફેશનલ ડ્રિલ અને માનસિક એકાગ્રતા માટે નિયમિત યોગ સત્રોની તાલીમ આપવામાં આવી રહી છે.પરેડ સિવાય કેડેટ્સમાં લીડરશિપ (નેતૃત્વ ક્ષમતા), જાહેર વક્તવ્ય અને આપત્તિ/કટોકટી વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો જીવંત સંદેશવિવિધ રાજ્યો અને સંસ્કૃતિમાંથી આવેલા કેડેટ્સ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય તે માટે સાંધ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.31 ઓક્ટોબરના રોજ યોજાનારી મુખ્ય ઉજવણીમાં દેશના ટોચના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કેડેટ્સ ભવ્ય પરેડનું પ્રદર્શન કરશે.સરદાર સરોવર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાવન પરિસરમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા યુવાનો પોતાની શિસ્તબદ્ધ કૂચ અને દેશભક્તિથી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભાવનાથી રંગી દેશે.આ પણ વાંચો: Ahmedabad: PM મોદીના પિતા પર અભદ્ર ટિપ્પણીથી પટનાથી ગુજરાત સુધી આક્રોશ; સીએમ પટેલ અને નાયબ મુખ્યમંત્રી સંઘવી આક્રમક

Read Full Story arrow_forward
Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં AC આઉટડોર ચોરીનો ભેદ ઉકેલાયો, બે બુટલેગર અને એક કિશોર ઝડપાયા
calendar_today October 25, 2026

Gir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં AC આઉટડોર ચોરીનો ભેદ ઉકેલાયો, બે બુટલેગર અને એક કિશોર ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી એસી આઉટડોર યુનિટની ચોરી થવાના ચકચારભર્યા કિસ્સામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હોસ્પિટલના સંવેદનશીલ વિસ્તારમાંથી સરકારી મિલકતની ચોરી કરનાર તસ્કરોને પોલીસે ઝડપી પાડીને આ ગુનાનો ભેદ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે.14 થી 15 ઓક્ટોબર દરમિયાન આપ્યો હતો અંજામપ્રાપ્ત વિગતો અનુસાર, ગત 14 થી 15 ઓક્ટોબર દરમિયાન વેરાવળ સિવિલ હોસ્પિટલના IOT વિભાગની પાછળના ભાગમાંથી AC આઉટડોરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે રૂપિયા 25,000 ની કિંમતના આ આઉટડોર યુનિટની ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.બાતમી અને ટેકનિકલ એનાલિસિસથી મળી સફળતાસ્થાનિક પોલીસ દ્વારા બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે હાથ ધરેલી તપાસમાં ચોરોની માહિતી મળી આવી હતી. પોલીસે કડક કાર્યવાહી કરીને જીતુસિંગ સરદાર બાવરી અને રવિ ભરતભાઈ ભાટી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.મુદ્દામાલ જપ્ત અને આગળની કાર્યવાહીપોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરાવાયેલા ACનું કમ્પ્રેસર, મોટર અને કોપરની જાળી સહિતના મહત્વના ભાગો કબજે કર્યા છે. કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ રિકવર કરીને પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Gir Somnath News: ઉનાના ભીંગરણ ગામે 80 વર્ષીય વૃદ્ધાની લૂંટના ઇરાદે ઘાતકી હત્યા

Read Full Story arrow_forward
Ahmedabad: યમન પાસે વહાણ પર હુમલો : સલાયા અને સિકકાના 14 ખલાસીઓનો આબાદ બચાવ
calendar_today October 25, 2026

Ahmedabad: યમન પાસે વહાણ પર હુમલો : સલાયા અને સિકકાના 14 ખલાસીઓનો આબાદ બચાવ

લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક 14 ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર હુમલો કરાયો હતો. 21 ઑક્ટોબરે બનેલી આ ઘટનામાં હુમલા બાદ વહાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને વહાણને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ 14 ખલાસીઓમાં ગુજરાતના સલાયા તેમજ સિક્કા ગામના વતનીઓનો પણ સમાવેશ થાય છે. હુમલાનો ભોગ બનેલું આ વહાણ સલાલાહ મરીન ટ્રાન્સપોર્ટ કંપની (Salalah Marine Transport Co.) સાથે સંકળાયેલું હતું અને ઓમાનનો ધ્વજ ધરાવતું હતું. આ હુમલો કોણે કર્યો અને તેની પાછળ કોની જવાબદારી છે તે અંગે હાલ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. હાલ આ ખલાસીઓને લાલ સમુદ્રના કિનારે આવેલા હુદૈદાહ વિસ્તારની હોટેલમાં સુરક્ષિત રખાયા છે, જ્યાં તેમને રહેવા, જમવા, કપડાં સહિતની જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward