android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળાથી ખેડૂતોમાં હર્ષ : સારા ભાવથી દિવાળી સુધરી
calendar_today October 25, 2026

Palanpur: માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળાથી ખેડૂતોમાં હર્ષ : સારા ભાવથી દિવાળી સુધરી

પાલનપુર માર્કેટયાર્ડમાં આ વર્ષે મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેથી મોંઘવારી અને વરસાદની અછત વચ્ચે પણ ખેડૂતોના ચેહરા પર ખુશી જોવા મળી છે. એપીએમસીના આસિસ્ટન્ટ સેક્રેટરી અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર યાર્ડમાં જુદી જુદી જાતની મગફળીના ભાવ 37 નંબર મગફળી રૂા.1450થી 1650, મીનાક્ષી મગફળી 1500 થી 1900 અને 24 નંબર મગફળી 1600 થી 2000 સુધી ભાવ છે. ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 રૂપિયાની આસપાસ હતા જે આ વર્ષે વધીને 1500થી 2000 સુધી પહોંચ્યા છે. આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે મગફળીનું વાવેતર અને ઉત્પાદન મર્યાદિત રહ્યું છે પરંતુ જે પણ ઉત્પાદન આવ્યું છે તેની ગુણવત્તા ખુબ જ સારી છે. અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ 5.15 લાખ બોરી મગફળીની આવક થઈ ચુકી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઓઢવમાં સગીર બાઈકચાલકની ટક્કરથી ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત
calendar_today October 25, 2026

Ahmedabad: ઓઢવમાં સગીર બાઈકચાલકની ટક્કરથી ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

શહેરના ઓઢવમાં 30 સપ્ટેમ્બરે બાઈકચાલકે મોપેડને ટક્કર મારતાં આધેડનું મોત નીપજ્યું હતું. આઈ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે તપાસ કરતાં 17 વર્ષ 10 માસનો સગીર ડ્રાઈવિંગ લાઈસન્સ વિના બાઈક ચલાવતો હોવાનું સામે આવ્યું. પોલીસે સગીર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી. સગીરને બુલેટ આપનાર નિકોલના અમન ચૌહાણ સામે મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો છે. ઓઢવ નેશનલ હેન્ડલૂમ ચાર રસ્તા પાસે ગત 30મી સપ્ટેમ્બરે પૂરઝડપે આવેલા બાઈકચાલકે મોપેડને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા આધેડ બાબુલાલ ભાદાણીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે તપાસ હાથ ધરતાં અકસ્માત સર્જનાર ચાલક 17 વર્ષ 10 માસનો સગીર હોવાનું અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ટ્રાફ્કિ પોલીસે સગીર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે સગીર પાસે લાઈસન્સ ન હોવાની જાણ હોવા છતાં તેને પોતાનું બુલેટ ચલાવવા આપનાર નિકોલના અમન ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે અકસ્માત સર્જનાર બાઈકના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં બાઈક મૂળ માલિક જયેશ ચૌહાણે પોતાના કૌટુંબિક ભાઈ અમન ચૌહાણને વાપરવા આપ્યું હોવાનું ખૂલ્યું હતું. અમન ચૌહાણે આ બાઈક તેના 17 વર્ષીય સગીર મિત્રને ચલાવવા આપ્યું હતું. સગીર પાસે લાઈસન્સ ન હોવા છતાં અમન ચૌહાણે બાઈક આપતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અસારવા સિવિલ કેમ્પસ નજીક બાંધકામની ધૂળનો અસહ્ય ત્રાસ
calendar_today October 25, 2026

Ahmedabad: અસારવા સિવિલ કેમ્પસ નજીક બાંધકામની ધૂળનો અસહ્ય ત્રાસ

અમદાવાદની સિવિલ હોસ્પિટલની આસપાસ ચાલી રહેલા વિવિધ બિલ્ડિંગોના બાંધકામને કારણે મોટા પાયે ધૂળ ઉડી રહી છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્પિટલ વિસ્તાર હોવા છતાં અહીં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને આ ધૂળના કારણે સૌથી વધુ તકલીફ્ વેઠવી પડી રહી છે. સિવિલ કેમ્પસ અને તેની આસપાસ ધૂળની ડમરીઓ ઉડવાના કારણે હવાની ગુણવત્તા જોખમાઈ છે, જેના પરિણામે લોકોમાં શ્વાસની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. અસ્થમા, શરદી-ઉધરસ અને એલર્જીથી પીડાતા દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકો અને દર્દીઓનાસ્વજનો દ્વારા આ મામલે મ્યુનિસિપલ તંત્ર અને સબંધિત વિભાગો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી બાંધકામની જગ્યાએ નિયમો મુજબ ગ્રીન નેટ લગાવવામાં આવે અને પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી ઉડતી ધૂળ પર કાબૂ મેળવી શકાય.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward