android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર
calendar_today October 16, 2026

Gujarat Latest News Live: ગુજરાતમાં વર્ગ 1થી 3ની ભરતી અને પ્રમોશનના નિયમોમાં સુધારા, GAD દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ
calendar_today October 16, 2026

Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ શહેરના સરખેજ-ધોળકા રોડ પર આવેલી તલાવડી નજીક ગેસ લીકેજની એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં સ્થિત એક ભંગારના ગોડાઉનમાં રાખેલા ક્લોરીન ગેસના બાટલામાંથી અચાનક ગેસ ગળતર શરૂ થયું હતું. જોતજોતામાં ઝેરી ગેસ આસપાસના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાક્લોરીન ગેસ હવામાં પ્રસરી જતાં જ આસપાસના લોકોને આંખોમાં તીવ્ર બળતરા અને અસહ્ય ખાંસી ઉપડી હતી. શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવાને કારણે લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકોની તબિયત વધુ લથડતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ માસ્ક અને જરૂરી સુરક્ષા સાધનો સાથે ગોડાઉનમાં પ્રવેશ કરી ગેસ લીકેજ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયર ટીમે ત્વરિત અને સતર્કતાપૂર્વક કામગીરી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી.બાટલાને સાબરમતીના ખુલ્લા પટમાં લઈ જઈ નિકાલ કરાયોમળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર ગેસનું લીકેજ અટકાવ્યા બાદ જોખમી બાટલાને સુરક્ષિત રીતે સીલ કરી લીધો હતો. ત્યારબાદ આ બાટલાને સાબરમતી નદીના ખુલ્લા પટમાં લઈ જઈને કાળજીપૂર્વક ખાલી કરવામાં આવ્યો હતો, જેથી શહેરમાં વધુ ગેસ ફેલાવાનો ભય ટળી ગયો છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.આ પણ વાંચો: Ahmedabad : L’Oréalના નામે નકલી કોસ્મેટિક્સનું કૌભાંડ ઝડપાયું, 6.90 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Gujarat Governmentનો મોટો નિર્ણય, ભરતી અને પ્રમોશનના નિયમોમાં કરાયા મોટા ફેરફાર
calendar_today October 16, 2026

Gujarat Governmentનો મોટો નિર્ણય, ભરતી અને પ્રમોશનના નિયમોમાં કરાયા મોટા ફેરફાર

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યમાં વર્ગ 1, 2 અને 3 ની ભરતી પ્રક્રિયા તેમજ પ્રમોશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ભરતીના નિયમો બનાવવા માટેના મોડેલ ફોર્મમાં સુધારા કરી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નિર્ણયથી આગામી સમયમાં આવનારી તમામ નવી ભરતીઓ અને પ્રમોશનની પ્રક્રિયા વધુ સ્પષ્ટ અને પારદર્શક બનશે.સીધી ભરતી માટે અનુભવ અને રજિસ્ટ્રેશનની શરતો બદલાઈનવી જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ સીધી ભરતી માટે જરૂરી અનુભવ અને સંબંધિત પ્રોફેશનલ બોડી/કમિશનમાં રજિસ્ટ્રેશનની જોગવાઈઓમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સીધી ભરતીમાં ઉમેદવારોના રજિસ્ટ્રેશન માટેની શરતો વધુ સ્પષ્ટ અને ચોક્કસ કરવામાં આવી છે, જેથી ભરતી વખતે કોઈ કાનૂની કે તકનીકી અડચણ ઉભી ન થાય.મોડેલ ફોર્મ 1થી 4માં સુધારા લાગુભરતી નિયમો તૈયાર કરવા માટે સરકારે ઉપયોગમાં લેવાતા મોડેલ ફોર્મ 1 થી 4 માં આ સુધારાઓ લાગુ કરી દીધા છે. રાજ્ય સરકારના તમામ સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓએ હવેથી નવી ભરતી કે પ્રમોશન સંબંધિત નિયમો તૈયાર કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગની આ નવી માર્ગદર્શિકા અને સુધારેલા ફોર્મેટને જ અનુસરવાનું રહેશે.પ્રમોશન માટે ગુડ અને વેરી ગુડ બેન્ચમાર્કસરકારી કર્મચારીઓના પ્રમોશનની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ પ્રમોશન માટે 'ગુડ' અને 'વેરી ગુડ' જેવા સર્વિસ બેન્ચમાર્કની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ લાગુ થવાથી કર્મચારીઓની કામગીરી અને ગુણવત્તાના આધારે જ તેમને બઢતીનો લાભ મળશે.આ પણ વાંચો: Ahmedabad News: સરખેજ-ધોળકા રોડ પર ક્લોરીન ગેસ લીક થતાં અફરાતફરી, બે લોકો હોસ્પિટલમાં દાખલ

Read Full Story arrow_forward