android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઓ બાપરે... 100 કરોડની લાંચ! તમિલનાડુના પૂર્વ શિક્ષણ મંત્રીની કયા કેસમાં ધરપકડ?
calendar_today October 26, 2026

ઓ બાપરે... 100 કરોડની લાંચ! તમિલનાડુના પૂર્વ શિક્ષણ મંત્રીની કયા કેસમાં ધરપકડ?

તમિલનાડુના ભૂતપૂર્વ શાળા શિક્ષણ મંત્રી મહેશ પોય્યામોઝીની તમિલનાડુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા કરવામાં આવી હતી. તેમના પર ખાનગી શાળાઓને માન્યતા અને અન્ય કાયદેસરની મંજૂરીઓ અપાવવાના નામે ₹100 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ CCBની એક ટીમે અમીનજીકરાઈ (Aminjikarai) સ્થિત તેમના એપાર્ટમેન્ટ પર દરોડો પાડી તેમની ધરપકડ કરી હતી.આ મામલો તમિલનાડુ ફેડરેશન ઓફ પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશન્સના સચિવ ડી.સી. ઈલાંગોવન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બી.ટી. અરસકુમાર અને મુથુકુમાર જેઓ અનુક્રમે 'તમિલનાડુ પ્રાઈવેટ સ્કૂલ્સ એસોસિએશન'ના સ્થાપક પ્રમુખ અને ખજાનચી હોવાનો દાવો કરતા હતા. તેમણે ખાનગી શાળા સંચાલકો પાસેથી ₹100 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી.DMK પક્ષના ફંડના નામે વસૂલાતઆરોપીઓએ કાયમી સરકારી માન્યતા, શાળાના અપગ્રેડેશન માટેની મંજૂરીઓ, ડાયરેક્ટોરેટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ (DTCP) તરફથી મંજૂરીઓ અને અન્ય કાયદેસરના પરવાના અપાવવાનું વચન આપ્યું હતું. આ રકમ DMK પક્ષના ફંડમાં યોગદાન આપવાના બહાને એકત્ર કરવામાં આવી હતી. અરસકુમારે દાવો કર્યો હતો કે સરકારમાં તેની મજબૂત પહોંચ છે અને તેણે ખાનગી શાળાઓને ખાતરી આપી હતી કે તે જરૂરી મંજૂરીઓ અપાવી શકે છે. =ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીજોકે, તેમણે ન તો પોતાના વચનો પૂરા કર્યા કે ન તો પૈસા પાછા આપ્યા. CCBએ શરૂઆતમાં 'પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ' (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ)ની કલમ 7 અને 12 હેઠળ અરસકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને 27 જૂને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદની તપાસમાં મહેશની ભૂમિકા તપાસવામાં આવી, જેઓ તે સમયે શાળા શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.16 સપ્ટેમ્બરના રોજ, CCBની ટીમોએ ચેન્નાઈ અને ત્રિચીમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મહેશ સાથે સંકળાયેલા ચાર સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન અનેક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. 29 સપ્ટેમ્બરના રોજ પણ આવી જ રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, 1 ઓક્ટોબરના રોજ, ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ આ કથિત કૌભાંડના સંબંધમાં 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો.આ પણ વાંચો: It's Done Broooo! મોદી ક્યાંય નહીં જાય... BJPનો કોંગ્રેસ અધ્યક્ષને હટકે અંદાજમાં જવાબ

Read Full Story arrow_forward
Kerala School Bag Weight: કેરળમાં શાળાના દફતરનો બોજ ઘટશે, મહિના મુજબ છપાશે પાઠ્યપુસ્તકો!
calendar_today October 26, 2026

Kerala School Bag Weight: કેરળમાં શાળાના દફતરનો બોજ ઘટશે, મહિના મુજબ છપાશે પાઠ્યપુસ્તકો!

જોકે, પુસ્તકોની વધતી સંખ્યા, શૈક્ષણિક દબાણ સાથે, સ્કૂલ બેગનું વજન જ વધ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચિંતામાં મુકાયા છે. 24 નવેમ્બરે બેઠક યોજાશે કેરળના સામાન્ય શિક્ષણ મંત્રી એન. શમસુદ્દીને સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 24 નવેમ્બરે સ્કૂલ બેગનું વજન ઘટાડવાના પગલાં અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજશે. તેમણે જણાવ્યું હતું કે આ પગલાંમાં પાઠ્યપુસ્તકોના છાપકામ અને વિતરણમાં ફેરફારનો સમાવેશ થાય છે. CPIના ધારાસભ્ય કે.કે. વલસરાજ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલી વિનંતીનો જવાબ આપી રહ્યા હતા. જેમાં સ્કૂલ બેગના વધુ પડતા વજનને કારણે હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વલસરાજે કૈપમંગલમ વિધાનસભા મતવિસ્તારની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ વતી આ વિનંતી કરી હતી.માસિક કે અર્ધવાર્ષિક ધોરણે પુસ્તકો છપાશેશમસુદ્દીને જણાવ્યું હતું કે સ્કૂલ બેગનું વજન ઘટાડવાનો મુદ્દો વિભાગ દ્વારા પહેલેથી જ વિચારણા હેઠળ છે અને અગાઉની બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે અભ્યાસક્રમ ગોઠવવા અને માસિક કે અર્ધવાર્ષિક ધોરણે પુસ્તકો છાપવાનો એક વિકલ્પ વિચારી રહ્યો છે. શમસુદ્દીને ઉમેર્યું હતું કે વિભાગ પુસ્તકો છાપવા માટે હળવા કાગળનો ઉપયોગ કરવાની શક્યતા પર પણ વિચાર કરી રહ્યું છે.સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10% થી વધુ ન હોવું જોઈએ.શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020એ સ્કૂલ બેગનું વજન બાળકના કુલ શરીરના વજનના 10% થી વધુ ન હોવું જોઈએ તે સ્થાપિત કર્યું છે. ઉદાહરણ તરીકે, જો બાળકનું વજન 30 કિલો હોય, તો સ્કૂલ બેગનું વજન 3 કિલોથી વધુ ન હોવું જોઈએ. વધુમાં, વર્ગવાર સ્કૂલ બેગનું વજન સ્થાપિત કરવામાં આવ્યું છે.પૂર્વ-પ્રાથમિક - બેગ નહીં1 થી 2 ધોરણ - 1.6 થી 2.2 કિલો3 અને 5 ધોરણ - 1.7 થી 2.5 કિલો6 થી 7 ધોરણ - 2 થી 3 કિલો8 ધોરણ - 2.5 થી 4 કિલો9 થી 10 ધોરણ - 2.5 થી 4.5 કિલો11 થી 12 ધોરણ - 3.5 થી 5કિલોવર્ષમાં 10 દિવસ માટે બેગલેસ ડેસરકાર પહેલાથી જ સ્કૂલ બેગના વધતા વજન અંગે ચિંતિત છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે દર વર્ષે 10 દિવસ માટે બેગલેસ ડે મનાવવાના નિર્દેશો જારી કર્યા છે. સ્કૂલ બેગનું વજન કરી શકાય તે માટે શાળાઓમાં વજન મશીનો પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.આ પણ વાંચોઃ Donald Trump અને Putinના મિત્ર Viktor Orban બનશે UNના આગામી વડા, જાણો શુ છે મામલો?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામ કરતી વખતે 4 મજૂરો ખાબક્યા, 2 ના મોત અને 2 સારવાર હેઠળ
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામ કરતી વખતે 4 મજૂરો ખાબક્યા, 2 ના મોત અને 2 સારવાર હેઠળ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward