android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: મહારાષ્ટ્રથી હથિયારો ઘૂસાડવાનું ષડયંત્ર નાકામ, રામોલ પોલીસે 2 દેશી પિસ્તોલ સાથે યુવકને દબોચ્યો
calendar_today October 26, 2026

Ahmedabad News: મહારાષ્ટ્રથી હથિયારો ઘૂસાડવાનું ષડયંત્ર નાકામ, રામોલ પોલીસે 2 દેશી પિસ્તોલ સાથે યુવકને દબોચ્યો

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સપ્લાય નેટવર્ક પર રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે. રામોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે CTM એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે હથિયાર સપ્લાય કરવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.રૂ. 61,600નો મુદ્દામાલ અને હથિયારો કબજેપોલીસ ટીમે આરોપીની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો, કારતૂસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 61,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી 28 વર્ષીય ઝાકીરબેગ મીરઝા તરીકે થઈ છે.કમિશન પેટે હથિયાર પહોંચાડવાનું નક્કી થયું હતુંપોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ હથિયારો મહારાષ્ટ્રના ઉબેત અંસારી પાસેથી મેળવવામાં આવ્યા હતા અને તેને ભુજના સાજીદ નોડે નામના શખ્સને પહોંચાડવાના હતા. હથિયારની આ ડિલિવરી પૂરી કરવા માટે આરોપી ઝાકીરબેગને રૂ. 3,000નું કમિશન અને આવવા-જવાનો તમામ ખર્ચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂઆ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ નેટવર્કમાં સામેલ અન્ય બે આરોપીઓ ઉબેત અંસારી અને સાજીદ નોડેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદે હથિયારો ઘૂસાડવાના આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તે દિશામાં રામોલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાત માટે ચિંતા ટળી પણ શિયાળાની એન્ટ્રી ઝડપી બનશે

Read Full Story arrow_forward
Rajula પોલીસની સફળ કાર્યવાહી: 27 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપાયો
calendar_today October 26, 2026

Rajula પોલીસની સફળ કાર્યવાહી: 27 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપાયો

Rajula પોલીસની સફળ કાર્યવાહી: 27 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપાયોઅમરેલી જિલ્લાની રાજુલા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવમાં એક અત્યંત મોટી અને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે. રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 27 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1999માં આચરવામાં આવેલા છેતરપિંડીના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તે સમયે આરોપી અબ્દુલ સત્તાર મોહમ્મદ હબીબ કુરેશી 30 ટન જેટલો જથ્થો એટલે કે કુલ 600 સિમેન્ટની બોરીઓ બારોબાર વેચી નાખીને પોલીસ પકડથી લાંબી મજલ સુધી ફરાર થઈ ગયો હતો.મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી આરોપીની ધરપકડઘટના બાદથી કાયદાની આંખોમાં ધૂળ નાખીને છુપાઈ રહેલા આ કુખ્યાત આરોપીને પકડવા માટે રાજુલા પોલીસની ખાસ સર્વેલન્સ ટીમ સક્રિય બની હતી. ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીને પગલે પોલીસે મહારાષ્ટ્રના નાગપુર શહેર ખાતે સફળ ઓપરેશન પાર પાડીને આરોપી અબ્દુલ સત્તાર કુરેશીને દબોચી લીધો હતો. બે દાયકા કરતાં પણ વધુ સમય એટલે કે આશરે 27 વર્ષના લાંબા સમયગાળા બાદ વોન્ટેડ આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે.27 વર્ષ બાદ પોલીસને મળી મોટી સફળતાદાયકાઓથી કાયદાની પકડથી દૂર રહેલા આ આરોપીના ઝડપાઈ જવાથી વણઉકેલાયેલા અને જૂના કેસોના નિકાલની દિશામાં મોટું પગલું ભરાયું છે. હાલ રાજુલા પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરીને આ 27 વર્ષના લાંબા ગાળા દરમિયાન તે ક્યાં-ક્યાં અને કેવી રીતે રહેતો હતો તેમજ આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું હતું કે નહીં તે અંગેની તમામ વિગતો મેળવીને આગળની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Judicial Service Rules Amendment: જિલ્લા જજોનું નિવૃત્તિ વય 60થી વધારી 62 કરવા 14 રાજ્ય સંમત, SCએ કહ્યું, અન્ય રાજ્યો પણ નિર્ણય લે
calendar_today October 26, 2026

Judicial Service Rules Amendment: જિલ્લા જજોનું નિવૃત્તિ વય 60થી વધારી 62 કરવા 14 રાજ્ય સંમત, SCએ કહ્યું, અન્ય રાજ્યો પણ નિર્ણય લે

જે ન્યાયાધીશો નિવૃત્ત થવાના છે અથવા તાજેતરમાં નિવૃત્ત થયા છે તેમણે તાત્કાલિક સુનાવણી માટે વિવિધ અરજીઓ દાખલ કરી હતી. મુદ્દો કોર્ટ અને રાજ્યો વચ્ચેનોઃ સુપ્રીમ કોર્ટ CJI સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા ન્યાયાધીશો દ્વારા દાખલ કરાયેલી અલગ અરજીઓની સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ મામલો રાજ્યોને તેમના સૂચન પર વિચાર કરવા માટે સમજાવવાની કોર્ટની સત્તા સાથે સંબંધિત છે. આ મુદ્દો કોર્ટ અને રાજ્યો વચ્ચેનો છે.કેટલા રાજ્યો સંમત ?CJI એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં, 14 રાજ્યો નિવૃત્તિ વય વધારીને 62 કરવા માટે સંમત થયા છે. "અમે આશા રાખીએ છીએ કે અન્ય રાજ્યો પણ તેનું પાલન કરશે," બેન્ચે કહ્યું. બેન્ચે જણાવ્યું હતું કે તેણે મુખ્ય અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી. પરંતુ ન્યાયિક અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ અરજીઓને મંજૂરી આપી ન હતી. વરિષ્ઠ વકીલ રણજીત કુમારે અરજીની સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ દરરોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 4 સપ્ટેમ્બરના રોજ, બેન્ચે રાજ્યોને ન્યાયિક અધિકારીઓ માટે નિવૃત્તિ વય 60થી વધારીને 62 વર્ષ કરવાનો નિર્દેશ આપ્યો હતો."રાજ્યોના સેવા નિયમોમાં સુધારો કરવો આવશ્યક છે"બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયિક અધિકારીઓ માટે નિવૃત્તિ વય વધારવા માટે સંમત થયેલા રાજ્યોએ તેમના સેવા નિયમોમાં સુધારો કરવો જરૂરી રહેશે. ન્યાયિક અધિકારીની યોગ્યતાના હાઇકોર્ટના મૂલ્યાંકનને આધીન, ન્યાયિક સેવા માટે નિવૃત્તિ વય ૬૨ વર્ષ કરવામાં આવશે. બેન્ચે જણાવ્યું હતું કે આ સુધારા શક્ય તેટલી વહેલી તકે બે મહિનાની અંદર કરવા જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે નિયમોમાં સુધારા પેન્ડિંગ છે, પરંતુ હાઇકોર્ટ દ્વારા તેમની યોગ્યતા અને કામગીરીના મૂલ્યાંકનને આધીન, ઉપરોક્ત રાજ્યોમાં 60 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ ન્યાયિક અધિકારીને 62 વર્ષની ઉંમર પૂર્ણ થયા પહેલા નિવૃત્ત કરવામાં આવશે નહીં.આ પણ વાંચોઃ 'તુર્કિસ્તાન' શબ્દ અંગે ચીન રોષમાં, ઉઇગરોની ઓળખ મુદ્દે તુર્કી અને ચીનના નેટીઝન્સ સામસામે!

Read Full Story arrow_forward