Bhavnagar News: લઠ્ઠાકાંડ છતાં બૂટલેગરો બેફામ! તળાજામાં કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓ બાદ પણ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે LCBની ટીમે બાતમીના આધારે દિહોરથી ટીમાણા તરફ આવતી એક શંકાસ્પદ કારને અટકાવીને મોટી સફળતા હાંસલ કરી છે.કારમાંથી મળી આવી દારૂની હજારો બોટલોઆ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા એક કારની સઘન તલાશી લેવામાં આવી હતી. તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,391 બોટલો તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા. રૂ. 7 લાખની કિંમતની કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 10,90,495 નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.રાજસ્થાનના કુખ્યાત બૂટલેગરોની ધરપકડઆ કેસમાં પકડાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી છે. જેમાં ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી (રહે. વોઢા, તા. સાંચોર, જિ. જાલોર) અને નપારામ માનારામ માલી (રહે. મોરસીમ, તા. બાગોડા, જિ. જાલોર) ની અટકાયત કરવામાં આવી છે.મુખ્ય આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે ગુનાઓપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ કેસનો મુખ્ય આરોપી ડુંગરપુરી ઉર્ફે સુંદર રાવતપુરી ગૌસ્વામી અગાઉ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રોહિબિશનના 4 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, અને તેના નામનો પોલીસ રેકોર્ડ પણ બોલે છે. આ મામલે તળાજા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Bhavnagar News: વલ્લભીપુરમાં પિતરાઈ ભાઈએ ઘરમાં ઘૂસી દંપતી પર કર્યો જીવલેણ હુમલો! Video
Read Full Story arrow_forward