android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ફફડાટ, પ્રવાસીઓ માટે ઐતિહાસિક કિલ્લો કરાયો બંધ
calendar_today August 31, 2026

Junagadh : ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ફફડાટ, પ્રવાસીઓ માટે ઐતિહાસિક કિલ્લો કરાયો બંધ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભારે ફફડાટ ફેલાયો છે. પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કિલ્લો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓને કિલ્લાની અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભયઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તાત્કાલિક પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.વન વિભાગનું સર્ચ ઓપરેશનદીપડાની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમો કિલ્લા પરિસરમાં પહોંચી ગઈ છે. દીપડાની શોધખોળ માટે કિલ્લાની અંદર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમો કિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્તપ્રવાસીઓ કિલ્લામાં પ્રવેશ ન કરે તે માટે ઉપરકોટ કિલ્લાની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને વન વિભાગની ટીમો સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.દીપડો પકડાય ત્યાં સુધી પ્રવેશ બંધહાલ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વન વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાની ચોક્કસ હાજરી અને તેની હિલચાલ અંગે વધુ માહિતી સામે આવવાની શક્યતા છે. દીપડાને શોધી સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસીઓ માટે ઉપરકોટ કિલ્લો બંધ રહેશે.  આ પણ વાંચો   :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward
Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ
calendar_today August 31, 2026

Patan News: ભાવનગર બાદ હવે પાટણમાં લઠ્ઠાકાંડની આશંકા, બે મોત થયા બાદ LCB પર ધારાસભ્યનો સીધો આક્ષેપ

રાજ્યમાં ભાવનગર લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સુકાઈ નથી, ત્યાં પાટણ જિલ્લામાંથી દારૂના દૂષણને કારણે વધુ બે યુવકે જીવ ગુમાવ્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના 40 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનું મોત દારૂ પીવાના કારણે નીપજ્યું છે. ગેરકાયદેસર રીતે કેનાલ પર વેચાતા ઝેરી દારૂના કારણે જ આ બે યુવકનો જીવ ગયો હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. નાની વયે પરિવારના મુખ્ય કમાનાર મોભીનું છત્ર છીનવાઈ જતાં પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ચાણસ્માના ભાટસર અને ઈટોદા ગામના 2 યુવાનોએ જીવ ગુમાવ્યોમળતી વિગતો મુજબ, પ્રથમ ઘટના ચાણસ્મા તાલુકાના ભાટસર ગામમાં બની હતી, જ્યાં 40 વર્ષીય યુવકનું દારૂ પીવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની ગંભીરતા વચ્ચે ઈટોદા ગામના અન્ય એક 35 વર્ષીય યુવકનું પણ દારૂ પીવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. મૃતક યુવકના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેણે પહેલીવાર જ દારૂ પીધો હતો અને કેનાલ પર ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે તેનો જીવ ગયો છે. નાની વયે જ પરિવારના મોભી અને 2 નાના બાળકોના પિતાનું અવસાન થતાં બંને પરિવારો વેરવિખેર થઈ ગયા છે.કેનાલ પર 150 થી 200 યુવાનોની લાઈન, ધારાસભ્યનો સ્ફોટક પર્દાફાશઘટનાની જાણ થતાં જ ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા હતા. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ તેમણે તંત્ર સામે અત્યંત ગંભીર આરોપો લગાવતા પર્દાફાશ કર્યો હતો કે, ચાણસ્માના ભાટસર પાસે આવેલી કેનાલ પર રોજ 150 થી 200 જેટલા યુવાનો દારૂ ખરીદવા માટે લાઈનમાં ઊભા રહે છે. ગામડે-ગામડે દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.LCB અને પોલીસ અધિકારીઓ પર હપ્તા વસૂલીના આક્ષેપધારાસભ્ય દિનેશ ઠાકોરે પાટણ LCB અને સ્થાનિક પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે, LCB PI આર. જી. ઉનાગર અને કન્સ્ટેબલ કેતન પટેલની રહેમનજર અને હપ્તાખોરી હેઠળ જ દારૂ અને જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, PI આર. જી. ઉનાગરની ભાવનગર ખાતે બદલી થઈ ગઈ હોવા છતાં તેઓ હજુ પણ પાટણ LCBનો ચાર્જ સંભાળી રહ્યા છે.DYCM હર્ષ સંઘવી સામે સવાલ અને આરપારની લડાઈની ચેતવણીપોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે હપ્તાના દર વધારી દીધા છે, જેના કારણે બુટલેગરોએ દારૂના ભાવ વધારી દીધા હોવાનો સ્ફોટક દાવો પણ ધારાસભ્યએ કર્યો છે. આ મુદ્દે DGP અને SPને રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. ધારાસભ્યએ DYCM હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યો હતો કે, સરકારના કડક આદેશો છતાં પોલીસ કેમ દારૂ બંધ નથી કરાવતી? તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો તંત્ર પગલાં નહીં લે તો તેઓ પોતે ગામડે-ગામડે જઈને બુટલેગરો સામે જનતા રેડ અને વ્યાપક ઝુંબેશ ચલાવશે.આ પણ વાંચો - Patan: સાંતલપુરના વૌવા ગામમાં શિયાળનો આતંક, 20થી વધુ લોકોને ઈજા, વન વિભાગની તપાસ શરૂ

Read Full Story arrow_forward
Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ
calendar_today August 31, 2026

Ahmedabad : ગોતામાં વિશાખા ગ્રુપની દાદાગીરી, AMCનો ફૂટપાથ દબાવી ગાર્ડન બનાવ્યાનો આક્ષેપ

અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડર દ્વારા ફૂટપાથની જગ્યા પર દબાણ કરી નવી સ્કીમ માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવા મુજબ AMCની જગ્યાનો ઉપયોગ કરી સ્કીમના એલિવેશન માટે ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.ફૂટપાથ પર જ ગાર્ડન બનાવાયું હોવાનો આરોપગોતામાં નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફૂટપાથની જગ્યા પર જ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બિલ્ડિંગ સ્કીમના એલિવેશનને વધુ આકર્ષક બનાવવા માટે જાહેર ઉપયોગની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ચોમાસાની પાણીની લાઈન પણ દબાવી?આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની લાઈન પણ નીચે દબાઈ ગઈ હોવાનું કહેવાય છે. જો પાણીના નિકાલની લાઈન ખરેખર બાંધકામ નીચે દબાઈ હોય તો ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.રજૂઆત બાદ માત્ર પાણીની લાઈન ખોલાઈસ્થાનિકો દ્વારા અગાઉ AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર પાણીની લાઈન ખોલી નાખવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ફૂટપાથ પર થયેલા કથિત દબાણ અંગે સંપૂર્ણ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે.વિશાખા ગ્રુપની સ્કીમ સામે સવાલગોતા વિસ્તારમાં વિશાખા ગ્રુપ દ્વારા નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે. આ સ્કીમના કામ દરમિયાન ફૂટપાથ અને AMCની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત શું છે તે સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.જાહેર જગ્યા કોની મંજૂરીથી વપરાઈ?સૌથી મોટો સવાલ એ છે કે જો ફૂટપાથ AMCની જાહેર જગ્યા છે તો તેના પર ગાર્ડન અને એલિવેશન માટે બાંધકામ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? પાણીની નિકાલની લાઈન પણ બાંધકામ હેઠળ આવી હોય તો તેની જવાબદારી કોની? હવે AMC દ્વારા સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.  આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video

Read Full Story arrow_forward