android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagarના કલોલ હાઈવે પર ત્રિપલ અકસ્માત: અંબિકા-નગર પાસે લાગી વાહનોની લાંબી કતાર!
calendar_today October 27, 2026

Gandhinagarના કલોલ હાઈવે પર ત્રિપલ અકસ્માત: અંબિકા-નગર પાસે લાગી વાહનોની લાંબી કતાર!

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક હાઈવે પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલ હાઈવે પર અંબિકા નજીક બે કાર અને એક આઈશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં હાઈવે પર વાહનચાલકોની અવરજવરને અસર થઈ હતી. ઘટનાને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.હાઈવે પર વાહનોની લાંબી લાઈનોબે કાર અને આઈશર વચ્ચે અકસ્માત થતાં માર્ગ પર વાહનોની અવરજવર ધીમી પડી હતી. હાઈવે પર લાંબી લાઈનો લાગતાં વાહનચાલકોને આગળ વધવામાં મુશ્કેલી પડી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ત્રણેય વાહનો વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તે અંગેની વધુ વિગતો સામે આવી નથી. આવી ઘટનાઓને પગલે હાઈવે પર વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદાનું પાલન અને પૂરતું અંતર જાળવવું જરૂરી છે.અકસ્માતમાં જાનહાનિ નહીંઆ અકસ્માતમાં રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વાહનોને કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો ઉપલબ્ધ નથી. અકસ્માતને કારણે સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને સામાન્ય બનાવવા માટે વાહનોને રસ્તા પરથી ખસેડવાની જરૂર પડી શકે છે. વાહનચાલકોએ હાઈવે પર પસાર થતી વખતે સાવચેતી રાખવી અને અકસ્માત સ્થળ નજીક ધીમી ગતિએ વાહન ચલાવવું જોઈએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
GIFT City: ગુજરાતના યુવાનો માટે ગોલ્ડન ચાન્સ: ફિનટેકમાં નવીન વિચારો રજૂ કરવાની તક, 12 નવેમ્બર છેલ્લી તારીખ
calendar_today October 27, 2026

GIFT City: ગુજરાતના યુવાનો માટે ગોલ્ડન ચાન્સ: ફિનટેકમાં નવીન વિચારો રજૂ કરવાની તક, 12 નવેમ્બર છેલ્લી તારીખ

ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીન વિચારો ધરાવતા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સારા સમાચાર છે. ગિફ્ટ સિટી અને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT ગાંધીનગર)ના સહયોગથી ‘ગિફ્ટ ફ્યુચરલેબ ગ્રાન્ડ ચેલેન્જ 2026-27’નું આયોજન કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનો હેતુ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે તેવા ટેકનોલોજી અને સંશોધન આધારિત વિચારોને ઓળખવાનો છે.કોણ લઈ શકશે ભાગ?આ સ્પર્ધામાં ભારતભરની ટેકનિકલ, મેનેજમેન્ટ અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સંશોધકો ભાગ લઈ શકશે. ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા ટીમ બનાવીને અરજી કરી શકશે. સ્પર્ધામાં કોઈ ચોક્કસ ટેકનોલોજી સુધી મર્યાદિત રહેવાને બદલે નવીન, ટેકનિકલી સક્ષમ અને વાસ્તવિક ઉપયોગમાં મૂકી શકાય તેવા વિચારોને પ્રાથમિકતા આપવામાં આવશે.કયા ક્ષેત્રોના વિચારો રજૂ કરી શકાશે?સ્પર્ધામાં ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા અનેક આધુનિક ટેકનોલોજી ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઇન્ટેલિજન્ટ અને ઓટોનોમસ ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ, ડિજિટલ એસેટ્સ અને પ્રોગ્રામેબલ ફાઇનાન્સ, ક્વોન્ટમ ટેકનોલોજી માટે તૈયાર ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાયબર સિક્યોરિટી, ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ટેકનોલોજી તથા નેક્સ્ટ જનરેશન ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ સિટી સાથે સંબંધિત અન્ય ઉભરતી ટેકનોલોજીઓ પર આધારિત વિચારો પણ રજૂ કરી શકાશે.12 નવેમ્બર સુધીમાં કરવી પડશે અરજીસ્પર્ધામાં ભાગ લેવા માટે 12 નવેમ્બર, 2026 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. પ્રારંભિક અરજી અને મૂલ્યાંકનની પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાશે. રજૂ કરાયેલા વિચારોનું મૂલ્યાંકન તેમની નવીનતા, ટેકનિકલ ગુણવત્તા, નાણાકીય ક્ષેત્ર સાથેની સુસંગતતા, વ્યવહારિક શક્યતા, સંભવિત અસર અને વ્યાપારીકરણની સંભાવનાના આધારે કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાંથી આશરે 10થી 12 ટીમોની પસંદગી કરવામાં આવશે. આ ટીમોને IIT ગાંધીનગર ખાતે યોજાનારી ઓફલાઇન ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવશે. ફિનાલે 20 ડિસેમ્બર, 2026 સુધીમાં યોજવાનો પ્રસ્તાવ છે. તેમાં પસંદગી પામેલી ટીમો શિક્ષણ, ટેકનોલોજી, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઉદ્યોગ અને ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમના નિષ્ણાતોની જ્યુરી સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.વિચારોને વાસ્તવિક અમલીકરણની તકઆ પહેલ માત્ર સ્પર્ધા પૂરતી મર્યાદિત નથી. ગિફ્ટ સિટી પસંદગી પામેલી ટીમોને બેન્કો, નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ અને અન્ય સંબંધિત ભાગીદારો સાથે જોડવાની તકો ઊભી કરવાનો પણ પ્રયાસ કરશે. વિચારોની ઉપયોગિતા અને ભાગીદારોના રસના આધારે તેમના પરીક્ષણ, પ્રાયોગિક અમલીકરણ, સંશોધન સહયોગ અથવા વ્યાપારીકરણની શક્યતાઓ વિકસી શકે છે. આ ઉપરાંત, ટોચની 3 ટીમોને જાન્યુઆરી 2027માં ગિફ્ટ સિટી અથવા વાઇબ્રન્ટ ગુજરાતના યોગ્ય મંચ પર પોતાના નવીન વિચારો રજૂ કરવાની તક પણ મળી શકે છે.આ સ્પર્ધા વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના ટેકનોલોજી આધારિત વિચારોને નાણાકીય ક્ષેત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવા અને ઉદ્યોગના નિષ્ણાતો સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડી શકે છે.આ પણ વાંચો: Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!

Read Full Story arrow_forward
Amreli : સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીનો સપાટો, રૂ.51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળો ઝડપાયા
calendar_today October 27, 2026

Amreli : સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીનો સપાટો, રૂ.51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળો ઝડપાયા

અમરેલી સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને સપાટો બોલાવ્યો છે. સરકારી કામના બાકી નીકળતા બિલ અને મટીરીયલ ટેસ્ટિંગના નાણાં મંજૂર કરવા લાંચ માંગનાર જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને કરાર આધારિત પટાવાળા જયદીપ હરિયાણીને એસીબીએ રૂ. 51 હજારની લાંચ લેતા કચેરીમાંથી રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બિલના નાણાં વહીવટી પ્રક્રિયા હેઠળ મંજૂર કરવાના બાકી હતાઅમરેલી સિંચાઈ વિભાગની કચેરી ખાતે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે હાથ ધરેલી આ કાર્યવાહી અંગે મળતી વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા સરકારી બાંધકામ સંદર્ભે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ બાંધકામ કામગીરી અંતર્ગત ફરિયાદીના બિલના બાકી રહેલા નાણાં તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મટીરીયલના ટેસ્ટિંગ બિલના નાણાં વહીવટી પ્રક્રિયા હેઠળ મંજૂર કરવાના બાકી હતા. રાકેશ વિનોદરાય ભટ્ટ દ્વારા લાંચ મંગાઇ આ સરકારી નાણાં પાસ કરાવી આપવાના બદલામાં સિંચાઈ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ વિનોદરાય ભટ્ટ દ્વારા ગેરકાયદે નાણાકીય લાભ તરીકે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર વહીવટમાં સરકારી બાબતોના ક્લિયરન્સ માટે ફરિયાદી પાસેથી સ્પષ્ટપણે નાણાં કઢાવવાનું આયોજન રચવામાં આવ્યું હતું.51 હજારની લાંચ પેટે માંગણી મૂકવામાં આવી સરકારી નાણાંની ચૂકવણી માટે ક્લાર્ક રાકેશ ભટ્ટ દ્વારા કુલ રૂ. 51 હજારની લાંચ પેટે માંગણી મૂકવામાં આવી હતી. આ લાંચની રકમ સ્વીકારવા તેમજ સમગ્ર વ્યવહારમાં મદદગારી કરવા માટે કચેરીમાં કરાર આધારિત સેવા આપતા પટાવાળા જયદીપ હરિયાણીને પણ સામેલ રાખવામાં આવ્યો હતોએસીબીએ છટકું ગોઠવ્યું ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે આ બાબતે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને પગલે અમરેલી એસીબીની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવી સિંચાઈ વિભાગની કચેરીમાં ઓપરેશન પાર પાડ્યું હતું.જુનિયર ક્લાર્ક અને જયદીપ હરિયાણી પટાવાળા પકડાયાઆ છટકા દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને પટાવાળા જયદીપ હરિયાણી બંને ફરિયાદી પાસેથી રૂ. 51 હજારની રોકડ લાંચ સ્વીકારતા અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે ઘટનાસ્થળેથી બંને લાંચિયા કર્મીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી

Read Full Story arrow_forward