android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત
calendar_today October 27, 2026

Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત

રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને ફટાકડાના સ્ટોલ ધારકો માટે ફાયર વિભાગની એનઓસી લેવાની જોગવાઈમાંથી મુક્તિ આપી છે. આ નવા આદેશ મુજબ હવે વેપારીઓએ ફાયર એનઓસી માટે વિભાગના ધક્કા ખાવા પડશે નહીં. સુરત સહિત રાજ્યભરના ફટાકડાના સ્ટોલ ધારકોને આ નિર્ણયથી વહીવટી દોડધામમાંથી મોટી રાહત પ્રાપ્ત થઈ છે અને પ્રક્રિયા સરળ બની છે.500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાની દુકાનોને ફાયદોરાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર હવે ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે ફાયર વિભાગ તરફથી મેળવવામાં આવતી એનઓસીની કોઈ જરૂર રહેશે નહીં. ગુજરાત સરકારના નવા નિયમો અનુસાર, 500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાના વિસ્તારમાં બનતા ફટાકડાના હંગામી સ્ટોલ માટે ફાયર NOC લેવાની જરૂર રહેશે નહીંતમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી સરકારના આ વહીવટી નિર્ણયથી સ્ટોલ સંચાલકોને વર્ષોથી ફાયર કચેરી ખાતે એનઓસી મેળવવા માટે કરવા પડતા ધક્કા અને લાંબી દોડધામમાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. અગાઉ સ્ટોલ ઊભા કરતાં પહેલાં ફાયર વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા મુજબ ફટાકડાના સ્ટોલ માટે જરૂરી એનઓસી આપવાની તમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી છે. આ બંને વિભાગો સંયુક્ત રીતે નિયમોની ચકાસણી કરીને સ્ટોલધારકોને જરૂરી પરવાનગી આપશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બની રહેશે.સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલબીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે, જેથી આ શહેરના વેપારીઓ માટે આ નિર્ણય વિશેષ લાભદાયક સાબિત થયો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફાયર એનઓસી લેવામાંથી ભલે મુક્તિ આપવામાં આવી હોય, પરંતુ સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનો રાખવાની ફરજિયાત પ્રક્રિયા સંપૂર્ણપણે યથાવત રહેશે. અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશેઆગની કોઈપણ અણધારી દુર્ઘટનાને રોકવા માટે દરેક સ્ટોલધારકે જરૂરી અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશે. સુરતમાં તમામ વેપારીઓએ સુરક્ષાના નિયત સાધનોની યોગ્ય વ્યવસ્થા સાથે જ પોતાના સ્ટોલ શરૂ કર્યા છે. આ નવા નિયમથી સુરક્ષાના ધોરણો જળવાઈ રહેશે અને વેપારીઓને બિનજરૂરી કાગળિયા તથા કચેરીઓના ધક્કા ખાવામાંથી સાચી રાહત મળશે.અધિકારીએ શું જણાવ્યું સુરતના ફાયર અધિકારી ધોબીએ જણાવ્યું હતું કે સરકારે હાલમાં 23 ઓક્ટોબરે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 500 ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા સ્ટોલ માટે મંજૂરીની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે અરજીઓ આવે છે, તેમાં ફાયર વિભાગ દ્વારા અભિપ્રાય આપવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા ફરજિયાત રહેશે. તેમજ જે પણ મંડપો બનાવવામાં આવે છે, તે હોસ્પિટલ, શાળા અને ટ્રાન્સફોર્મરથી દૂર રાખવા પડશે. આ પણ વાંચો  :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની                                

Read Full Story arrow_forward
Ahmedabadના કાલુપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય: સારંગપુર સર્કલથી DCP ઝોન-3 સુધીનો રોડ પહોળો કરાશે
calendar_today October 27, 2026

Ahmedabadના કાલુપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય: સારંગપુર સર્કલથી DCP ઝોન-3 સુધીનો રોડ પહોળો કરાશે

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગની ક્ષમતા વધારવા રોડ પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સારંગપુર સર્કલથી DCP ઝોન-3ની ઓફિસ સુધીના માર્ગને પહોળો કરવામાં આવશે. હાલ 18 મીટર પહોળા આ રોડને વધારીને 30 મીટરનો બનાવવાનું આયોજન છે. માર્ગ પહોળો થવાથી વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળી શકે છે. શહેરના જૂના અને ગીચ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે.17 બાંધકામો દૂર કરાશેરોડને 18 મીટરથી વધારીને 30 મીટરનો બનાવવા માટે માર્ગમાં અવરોધરૂપ બનતાં આશરે 17 બાંધકામો દૂર કરવામાં આવશે. આ કામગીરીથી માર્ગને જરૂરી પહોળાઈ મળી શકશે. જોકે, આ બાંધકામો કયા પ્રકારનાં છે અને તેને દૂર કરવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગેની વધુ વિગતો ઉપલબ્ધ નથી. પ્રસ્તાવિત માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન સંબંધિત નિયમો અને પ્રક્રિયાનું પાલન મહત્ત્વનું રહેશે.ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની આશાસારંગપુર સર્કલથી DCP ઝોન-3ની ઓફિસ સુધીનો માર્ગ કાલુપુરના વાહનવ્યવહાર માટે મહત્ત્વનો છે. રસ્તાની પહોળાઈ વધવાથી વાહનોની અવરજવર વધુ સરળ બને અને ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળે તેવી આશા છે. ખાસ કરીને ગીચ વિસ્તારમાં રસ્તાની ક્ષમતા વધારવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને લાભ થઈ શકે છે. હવે આ યોજના અંતર્ગત બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા અને રોડ પહોળો કરવાની કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર નજર રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
27 October Top News: ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !
calendar_today October 27, 2026

27 October Top News: ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !

27 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર, તાજા અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ. (1) Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત  (2) Israel Election: ઈઝરાયેલમાં મતદાન દરમિયાન રોકડ અને બેલેટ પેપર ઝડપાયા, Netanyahuએ લગાવ્યા ધાંધલીના આરોપ  (3) IND VS NZ: 5 ઓવરમાં 100 રન, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !  (4) Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી  (5) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!  (6) Cyclone Arnab Update: ખતરનાક તોફાનમાં પરિવર્તિત થયુ ચક્રવાત અર્નબ.. 150કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન   (7) Explainer Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ..  (8) IND vs NZ: ત્રીજી T20 જીતી સિરીઝ પર કબજો, અભિષેક શર્માએ મચાવી તબાહી  (9) Stock Market Closing: શેરમાર્કેટની બગડી ચાલ, સેન્સેક્સ 73,598.67 અંકે બંધ  (10) jio IPO: શેરબજારમાં આવતીકાલે મોટો ખેલ, જિયોનું લિસ્ટિંગ નક્કી કરશે અંબાણી ગ્રુપની નવી તાકાત !

Read Full Story arrow_forward