android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli : સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીનો સપાટો, રૂ.51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળો ઝડપાયા
calendar_today October 27, 2026

Amreli : સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીનો સપાટો, રૂ.51 હજારની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળો ઝડપાયા

અમરેલી સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીની ટીમે સફળ છટકું ગોઠવીને સપાટો બોલાવ્યો છે. સરકારી કામના બાકી નીકળતા બિલ અને મટીરીયલ ટેસ્ટિંગના નાણાં મંજૂર કરવા લાંચ માંગનાર જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને કરાર આધારિત પટાવાળા જયદીપ હરિયાણીને એસીબીએ રૂ. 51 હજારની લાંચ લેતા કચેરીમાંથી રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બિલના નાણાં વહીવટી પ્રક્રિયા હેઠળ મંજૂર કરવાના બાકી હતાઅમરેલી સિંચાઈ વિભાગની કચેરી ખાતે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે હાથ ધરેલી આ કાર્યવાહી અંગે મળતી વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા સરકારી બાંધકામ સંદર્ભે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ બાંધકામ કામગીરી અંતર્ગત ફરિયાદીના બિલના બાકી રહેલા નાણાં તથા બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મટીરીયલના ટેસ્ટિંગ બિલના નાણાં વહીવટી પ્રક્રિયા હેઠળ મંજૂર કરવાના બાકી હતા. રાકેશ વિનોદરાય ભટ્ટ દ્વારા લાંચ મંગાઇ આ સરકારી નાણાં પાસ કરાવી આપવાના બદલામાં સિંચાઈ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ વિનોદરાય ભટ્ટ દ્વારા ગેરકાયદે નાણાકીય લાભ તરીકે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર વહીવટમાં સરકારી બાબતોના ક્લિયરન્સ માટે ફરિયાદી પાસેથી સ્પષ્ટપણે નાણાં કઢાવવાનું આયોજન રચવામાં આવ્યું હતું.51 હજારની લાંચ પેટે માંગણી મૂકવામાં આવી સરકારી નાણાંની ચૂકવણી માટે ક્લાર્ક રાકેશ ભટ્ટ દ્વારા કુલ રૂ. 51 હજારની લાંચ પેટે માંગણી મૂકવામાં આવી હતી. આ લાંચની રકમ સ્વીકારવા તેમજ સમગ્ર વ્યવહારમાં મદદગારી કરવા માટે કચેરીમાં કરાર આધારિત સેવા આપતા પટાવાળા જયદીપ હરિયાણીને પણ સામેલ રાખવામાં આવ્યો હતોએસીબીએ છટકું ગોઠવ્યું ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે આ બાબતે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને પગલે અમરેલી એસીબીની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવી સિંચાઈ વિભાગની કચેરીમાં ઓપરેશન પાર પાડ્યું હતું.જુનિયર ક્લાર્ક અને જયદીપ હરિયાણી પટાવાળા પકડાયાઆ છટકા દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને પટાવાળા જયદીપ હરિયાણી બંને ફરિયાદી પાસેથી રૂ. 51 હજારની રોકડ લાંચ સ્વીકારતા અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમે ઘટનાસ્થળેથી બંને લાંચિયા કર્મીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : વોટની સાથે નોટની પણ લડાઈ, અમેરિકાની ચૂંટણીમાં અબજોપતિઓનું કરોડોનું દાન, વાંચો રસપ્રદ માહિતી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  અમદાવાદમાં ફટાકડા બજારની મંજૂરીને લઈ વિવાદ, સામાન્ય સભામાં ઉઠ્યા સવાલો
calendar_today October 27, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ફટાકડા બજારની મંજૂરીને લઈ વિવાદ, સામાન્ય સભામાં ઉઠ્યા સવાલો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!
calendar_today October 27, 2026

Gujaratની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખોની સત્તાવાર જાહેરાત; 5થી 25 નવેમ્બર સુધી રહેશે રજાઓ!

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે. દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સતત 21 દિવસની રજા આપવામાં આવશે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને રજાઓનું આયોજન કરવામાં સરળતા રહેશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન દિવાળી વેકેશન વિદ્યાર્થીઓ માટે રાહ જોવાતો સમય હોય છે, ત્યારે શિક્ષણ વિભાગની આ જાહેરાતથી રજાઓ અંગેની અનિશ્ચિતતા દૂર થઈ છે.5થી 25 નવેમ્બર સુધી 21 દિવસની રજાશિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળાઓમાં 5 નવેમ્બરથી શરૂ થતું દિવાળી વેકેશન 25 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ રીતે વિદ્યાર્થીઓને કુલ 21 દિવસનું વેકેશન મળશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ તહેવારની ઉજવણી પરિવાર સાથે કરી શકશે અને અભ્યાસમાંથી થોડો વિરામ મેળવી શકશે. વાલીઓ પણ આ સમયગાળાને ધ્યાનમાં રાખીને પ્રવાસ અને અન્ય પારિવારિક કાર્યક્રમોનું આયોજન કરી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા વેકેશનની તારીખો જાહેર થતાં શાળાઓમાં રજાઓનું આયોજન સ્પષ્ટ થયું છે.26 નવેમ્બરથી નવું શૈક્ષણિક સત્રદિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. તેથી વિદ્યાર્થીઓએ વેકેશન પૂરું થયા બાદ ફરી નિયમિત અભ્યાસ માટે શાળાએ જવાનું રહેશે. શિક્ષકો અને શાળાના સંચાલકોએ પણ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ શૈક્ષણિક કામગીરીનું આયોજન કરવાનું રહેશે. શિક્ષણ વિભાગના પરિપત્રને આધારે વાલીઓએ બાળકોની શાળાની તૈયારી અને અભ્યાસનું આયોજન કરવું જોઈએ. દિવાળી વેકેશન દરમિયાન આનંદની સાથે અભ્યાસ સાથે જોડાયેલા રહેવું પણ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward