android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : ઉમરગામના નગવાસ ગામમાં કંપનીઓનાં ગોડાઉનોમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા, Video
calendar_today October 27, 2026

Valsad : ઉમરગામના નગવાસ ગામમાં કંપનીઓનાં ગોડાઉનોમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા, Video

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા હેઠળ આવતા નગવાસ ગામમાં આવેલી ખાનગી કંપનીઓના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનોમાં મોટા પાયે સંગ્રહિત જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી પ્રસરતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમો કાબૂ મેળવવા માટે સ્થળ પર દોડી આવી હતી.વિશાળ ગોડાઉનોમાં લાગેલી આગ બેકાબૂ નગવાસ ગામમાં સ્થિત ખાનગી ઔદ્યોગિક એકમોના વિશાળ ગોડાઉનોમાં લાગેલી આગ જોતજોતામાં અત્યંત બેકાબૂ બની ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર આ ગોડાઉનોમાં વિવિધ કંપનીઓ દ્વારા પેન્સિલ, ઓઇલ તેમજ અન્ય જ્વલનશીલ અને ઔદ્યોગિક ચીજવસ્તુઓનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.   આગ ગોડાઉનોમાં પણ ઝડપથી ફેલાવા લાગી ગોડાઉનની અંદર કંપનીઓનો કાચો તેમજ પાકો માલ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હોવાથી આગે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગની વિકરાળ જ્વાળાઓ એક ગોડાઉનમાંથી અન્ય નજીકના ગાળાઓ અને ગોડાઉનોમાં પણ ઝડપથી ફેલાવા લાગી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં નાસભાગ અને ભારે દોડધામનો માહોલ સર્જાયો હતો.દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના વિશાળ ગોટેગોટા જોવા મળ્યાઆ ભયાનક દુર્ઘટનાને પગલે આકાશમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના વિશાળ ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સમગ્ર આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની વિવિધ ટીમો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી. પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ મોટો ખતરોસ્થાનિક સ્તરે એવી વ્યાપક ચર્ચા પણ ઊઠી છે કે રહેણાંક વિસ્તારોની નજીક આવેલા આવા મહાકાય ગોદામો હવે નજીકના ગામોની સલામતી તેમજ પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ મોટો ખતરો બની રહ્યા છે. વિવિધ પ્રકારની સામગ્રી હોવાના કારણે જ્વાળાઓ શમાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આ પણ વાંચો :    Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward
Ahmedabad એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફરની AIU ટીમે કરી ધરપકડ!
calendar_today October 27, 2026

Ahmedabad એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફરની AIU ટીમે કરી ધરપકડ!

Ahmedabad એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફરની AIU ટીમે કરી ધરપકડ!અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો પ્રયાસ ઝડપી પાડ્યો છે. શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી રૂ. 72.28 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે મુસાફરોની પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ મુસાફરને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગમાંથી સોનાની પેસ્ટ મળી આવી હતી. વિદેશથી આવતા મુસાફરો દ્વારા સોનાની દાણચોરી અટકાવવા માટે કસ્ટમ્સ વિભાગની ટીમો એરપોર્ટ પર સતત નજર રાખી રહી છે.ટ્રોલી બેગમાં પ્લાસ્ટિક શીટ નીચે છુપાવ્યું સોનુંતપાસ દરમિયાન મુસાફરની ટ્રોલી બેગની અંદર કાળા રંગની પ્લાસ્ટિક શીટ નીચે સોનાની પેસ્ટ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ આ પેસ્ટને ઓગાળતાં તેમાંથી 495.04 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા સોનાની બજાર કિંમત રૂ. 72,28,574 આંકવામાં આવી છે. સોનાને આ રીતે પેસ્ટના સ્વરૂપમાં છુપાવી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જોકે, આ સોનું ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ જરૂરી છે.કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ, વધુ તપાસ શરૂકસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલા સોનાના મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંબંધિત મુસાફરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ કસ્ટમ્સ દ્વારા હવે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. સોનાની દાણચોરીના આ પ્રયાસમાં અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્કની ભૂમિકા છે કે નહીં, તે સહિતના મુદ્દાઓની તપાસ થઈ શકે છે. આ કાર્યવાહીથી એરપોર્ટ પર ગેરકાયદે રીતે સોનું લાવવાના પ્રયાસો સામે કસ્ટમ્સ વિભાગની સતર્કતા સામે આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઓઢવમાં રૂ.34.15 લાખની લૂંટ અને અપહરણનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ
calendar_today October 27, 2026

Ahmedabad: ઓઢવમાં રૂ.34.15 લાખની લૂંટ અને અપહરણનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બનેલી રૂ. 34.15 લાખની ચકચારી લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલને ઝડપી પાડ્યો છે. આરોપીએ નકલી જીએસટી અધિકારી બનીને ફરિયાદી તેમજ સાહેદને ધમકાવી લૂંટ ચલાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર સાગરીતોની શોધખોળ ચાલુ છે.આરોપીઓએ અગાઉથી જ પૂર્વયોજિત કાવતરું રચ્યુંઓઢવ વિસ્તારમાં 21 ઓક્ટોબરે રાજેન્દ્ર પાર્ક રામરાજ્ય બ્રિજ પર આ સનસનાટીભરી લૂંટની ગંભીર ઘટના બની હતી. બેંકમાંથી મોટી રોકડ રકમ લઈને નીકળેલા ફરિયાદીને લૂંટવા માટે આરોપીઓએ અગાઉથી જ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું. જીએસટી અધિકારી હોવાનો ખોટો રોફ જમાવી અપહરણફરિયાદી અને સાહેદ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ પોતાને જીએસટી અધિકારી તરીકે ઓળખાવીને બંનેને અધવચ્ચે રોકી લીધા હતા. ત્યારબાદ જીએસટી અધિકારી હોવાનો ખોટો રોફ જમાવી ફરિયાદી અને સાહેદને ડરાવી-ધમકાવવામાં આવ્યા હતા. આરોપીઓએ સ્વિફ્ટ કારનો ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. 34 લાખની રોકડ રકમ તેમજ ત્રણ મોબાઈલ ફોનની લૂંટઆ દરમિયાન કારમાં રૂ. 34 લાખની રોકડ રકમ તેમજ ત્રણ મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ બંને અપહૃત વ્યક્તિઓને સ્વિફ્ટ કારમાં બેસાડીને ગાંધીનગર તરફ લઈ ગયા હતા અને ત્યાં આવેલા ધોળા કુવા ખાતે બંનેને રસ્તા પર બિનવારસી હાલતમાં છોડી મૂકીને નાસી છૂટ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલની ધરપકડ કરીઆ ચકચારી રૂ. 34.15 લાખની લૂંટ અને અપહરણના ગુનાની તપાસ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર પ્રિતમ ગોહિલની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે બેંકમાંથી મોટી રોકડ રકમ લઈ જતા ફરિયાદીને ટાર્ગેટ બનાવીને આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોતાના સાગરીતને રૂ. 5 લાખ આપવાની લાલચ આપી આરોપી પ્રિતમ ગોહિલે લૂંટના આ ગુનાને સફળ બનાવવા માટે પોતાના સાગરીતને રૂ. 5 લાખ આપવાની લાલચ આપી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં અન્ય બે સાગરીતો વિશ્વજીત ગોસ્વામી અને મહિપાલની પણ સીધી સંડોવણી ખુલી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને ફરાર સાગરીતોને પકડવા માટે સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પ્રિતમ ગોહિલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલોપકડાયેલો મુખ્ય આરોપી પ્રિતમ ગોહિલ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે અને તે સાબરમતી વિસ્તારમાં વર્ષ 2025ના લૂંટ તથા મારામારીના ગંભીર ગુનામાં પણ વોન્ટેડ હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો :    Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward