android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
27 October Top News: ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !
calendar_today October 27, 2026

27 October Top News: ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !

27 October Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના દિવસભરના તમામ મહત્વના સમાચાર, તાજા અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ. (1) Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત  (2) Israel Election: ઈઝરાયેલમાં મતદાન દરમિયાન રોકડ અને બેલેટ પેપર ઝડપાયા, Netanyahuએ લગાવ્યા ધાંધલીના આરોપ  (3) IND VS NZ: 5 ઓવરમાં 100 રન, ભારતે રચ્યો T20નો નવો ઇતિહાસ !  (4) Imran Khan: ભારત છોડો આદેશ પર ઇમરાન ખાનને વચગાળાની રાહત.. સુનાવણી 2 નવેમ્બર સુધી ટળી  (5) Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!  (6) Cyclone Arnab Update: ખતરનાક તોફાનમાં પરિવર્તિત થયુ ચક્રવાત અર્નબ.. 150કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન   (7) Explainer Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ..  (8) IND vs NZ: ત્રીજી T20 જીતી સિરીઝ પર કબજો, અભિષેક શર્માએ મચાવી તબાહી  (9) Stock Market Closing: શેરમાર્કેટની બગડી ચાલ, સેન્સેક્સ 73,598.67 અંકે બંધ  (10) jio IPO: શેરબજારમાં આવતીકાલે મોટો ખેલ, જિયોનું લિસ્ટિંગ નક્કી કરશે અંબાણી ગ્રુપની નવી તાકાત !

Read Full Story arrow_forward
Rajkot: યોગીનગરમાંથી રૂ. 23.80 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, પૂજા ભટ્ટની ધરપકડ
calendar_today October 27, 2026

Rajkot: યોગીનગરમાંથી રૂ. 23.80 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, પૂજા ભટ્ટની ધરપકડ

રાજકોટ શહેરમાં નશાના સોદાગરો વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પોલીસ ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યોગીનગરમાં બાતમીના આધારે દરોડો પાડીને રૂ. 23.80 લાખની અંદાજિત કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. આ નશાના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલી પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે.23.80 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યોરાજકોટ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં આવેલા યોગીનગર વિસ્તારમાં નશીલા પદાર્થોનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 23.80 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ પોલીસે ઘટનાસ્થળેથી અંદાજિત 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી દરમિયાન પૂજા ભટ્ટ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે.પૂજા ભટ્ટ બહારથી ગાંજો મંગાવતી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે ઝડપાયેલી પૂજા ભટ્ટ બહારથી ગાંજો મંગાવતી હતી. આ સમગ્ર નેટવર્કમાં મુખ્ય સપ્લાયર તરીકે ગૌતમ દવે નામના શખ્સની ભૂમિકા સામે આવી છે. ગૌતમ અને પૂજા બંને વચ્ચે માસી અને ભાણેજનો સંબંધપોલીસ માહિતી મુજબ ગૌતમ દવે બહારના રાજ્યમાંથી ગાંજો લઈને આવતો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગૌતમ અને પૂજા બંને વચ્ચે માસી અને ભાણેજનો સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. આ બંને માસી-ભાણેજ વચ્ચે નશાના વેપારનું કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસરાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના સોદાગરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશમાં સપ્લાયર ગૌતમ દવેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસની અલગ અલગ ટીમો અન્ય રાજ્યમાંથી નશીલા પદાર્થો ઘુસાડતા આ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. યોગીનગર વિસ્તારમાંથી પકડાયેલા આ જથ્થા બાદ પોલીસ હવે ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. નશાના આ ગેરકાયદે વેપારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. આ પણ વાંચો :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની                                

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ચક્રવાતની સામાન્ય અસર, 29-30 ઓક્ટોબરે વરસાદની આગાહી
calendar_today October 27, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ચક્રવાતની સામાન્ય અસર, 29-30 ઓક્ટોબરે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward