android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sonia Gandhi: 'મારી આત્મકથા આવશે ત્યારે તમાશો થવાનો જ છે!' 544 પાનાનાં સોનિયા ગાંધીનાં પુસ્તકમાં શું છે ખાસ?
calendar_today October 27, 2026

Sonia Gandhi: 'મારી આત્મકથા આવશે ત્યારે તમાશો થવાનો જ છે!' 544 પાનાનાં સોનિયા ગાંધીનાં પુસ્તકમાં શું છે ખાસ?

કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીનાં પુસ્તક *‘Belonging: A Journey of Love’*નું પ્રકાશન 10 નવેમ્બરે થવાનું છે. આ પુસ્તકને લઈને વાંચનપ્રેમીઓમાં ચર્ચા છે. તેમાં સોનિયાનાં અંગત જીવનથી લઈને રાજકારણ સાથે જોડાયેલી કેટલીક વણકહી વાતો જાણવા મળશે. ખાસ વાત એ છે કે આ પુસ્તક સોનિયા ગાંધીએ પોતે લખ્યું છે.કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી પોતાની આત્મકથા ‘Belonging: A Journey of Love’ વિશે ધીમે ધીમે કેટલીક વાતો જાહેર કરી રહ્યાં છે. મંગળવારે તેમણે સોશિયલ મીડિયા પર એક્સ પર લખ્યું કે આ પુસ્તક બહાર આવશે ત્યારે ચર્ચા અને વિવાદ થવાના જ છે.સોનિયાએ લખ્યું, “જ્યારે આ પુસ્તક બહાર આવશે, ત્યારે તમાશો થવાનો જ છે. આટલાં દાયકાઓ સુધી બીજા લોકો મારી વાર્તા કહેતા રહ્યા છે, પણ હવે મારો વારો છે.” =544 પાનાંના પુસ્તકમાં જીવનની મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખકોંગ્રેસનાં સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનું આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ પ્રકાશિત થશે. એટલે કે આ દિવસે પુસ્તક બજારમાં ઉપલબ્ધ થશે.544 પાનાંના આ પુસ્તકમાં ઇટાલીમાં વિતાવેલું બાળપણ, 1965માં કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે પહેલી મુલાકાત, લગ્ન, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા, રાજકારણમાં પ્રવેશ અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવા સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે.પુસ્તકની ભારતીય આવૃત્તિ હાર્પરકોલિન્સ પ્રકાશિત કરશે.‘મારે મારી આખી કહાની કહેવી જોઈએ કે નહીં, એ ખબર નથી’સોનિયા ગાંધી પોતે જ આ પુસ્તકમાં સમાવાયેલી બાબતો વિશે માહિતી આપી રહ્યાં છે. લાંબા સમય બાદ પુસ્તકના પ્રચાર માટે એક્સ પર સક્રિય થયેલાં સોનિયાએ મંગળવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેની સાથે કેટલીક પંક્તિઓ લખી હતી.સોનિયાએ કહ્યું, “જ્યારે આ પુસ્તક બહાર આવશે, ત્યારે તમાશો થવાનો જ છે. છેવટે, બીજા લોકો મારી ‘કહાની’ કહેવામાં દાયકાઓ વિતાવી ચૂક્યા છે. હવે મારો વારો છે.”વીડિયોમાં આગળ સોનિયા કહે છે, “મને ખબર નથી કે મારે મારી આખી કહાની કહેવી જોઈએ કે નહીં…”ત્યારબાદ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “જ્યારે મારા પતિને વડાપ્રધાન બનવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે હું આ નિર્ણયની સંપૂર્ણ વિરુદ્ધ હતી…”‘મારા વિશે ઘણી ખોટી વાતો લખવામાં આવી છે’સોનિયા ગાંધીએ કહ્યું કે તેમના વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, પરંતુ તેમાંની ઘણી વાતો સાચી નહોતી. કેટલીક વાતો જબરદસ્તી ઉમેરવામાં આવી હતી, જ્યારે કેટલીકને વધારીને રજૂ કરવામાં આવી હતી.તેમણે કહ્યું, “આ બધાને કારણે મને લાગ્યું કે હવે મારે મારી કહાની લખવી જોઈએ અને તે સમયની પરિસ્થિતિઓ જેવી હતી તેવી જ રજૂ કરવી જોઈએ. જે રીતે તે ખરેખર હતી. અથવા એમ કહું કે, હું તેને મારી આવૃત્તિ નહીં કહું, પરંતુ મારી કહાની જરૂર કહીશ.”તેમણે વધુમાં કહ્યું કે પુસ્તક વાંચ્યા પછી કેટલાક લોકો તેમના વિશેનો અભિપ્રાય બદલી શકે છે, જ્યારે કેટલાક લોકોનો અભિપ્રાય વધુ ખરાબ પણ થઈ શકે છે.સોનિયાએ કહ્યું, “પરંતુ આ જ સત્ય છે. વસ્તુઓ આવી જ હોય છે. જ્યારે તમે પુસ્તક લખો છો, ત્યારે આવું થાય છે. થોડો તમાશો તો થવાનો જ છે.”24 ઑક્ટોબરે પણ રાજીવ ગાંધી સાથેની યાદો કરી હતી શેરઆ પહેલાં 24 ઑક્ટોબરે સોનિયા ગાંધી એક્સ પર સક્રિય થયાં હતાં. તે સમયે પણ તેમણે પોતાના પુસ્તકનો પ્રચાર કરતાં રાજીવ ગાંધી સાથેના શરૂઆતના દિવસોની યાદો તાજી કરી હતી. હવે પુસ્તકના પ્રકાશન પહેલાં તેમનાં નિવેદનોને લઈને રાજકીય વર્તુળો અને વાંચનપ્રેમીઓમાં ચર્ચા વધી રહી છે.

Read Full Story arrow_forward
Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત
calendar_today October 27, 2026

Surat : ફટાકડાના સ્ટોલ માટે હવે ફાયર NOC નહીં લેવી પડે, રાજ્ય સરકારના પરિપત્રથી વેપારીઓને મોટી રાહત

રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને ફટાકડાના સ્ટોલ ધારકો માટે ફાયર વિભાગની એનઓસી લેવાની જોગવાઈમાંથી મુક્તિ આપી છે. આ નવા આદેશ મુજબ હવે વેપારીઓએ ફાયર એનઓસી માટે વિભાગના ધક્કા ખાવા પડશે નહીં. સુરત સહિત રાજ્યભરના ફટાકડાના સ્ટોલ ધારકોને આ નિર્ણયથી વહીવટી દોડધામમાંથી મોટી રાહત પ્રાપ્ત થઈ છે અને પ્રક્રિયા સરળ બની છે.500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાની દુકાનોને ફાયદોરાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના પરિપત્ર અનુસાર હવે ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે ફાયર વિભાગ તરફથી મેળવવામાં આવતી એનઓસીની કોઈ જરૂર રહેશે નહીં. ગુજરાત સરકારના નવા નિયમો અનુસાર, 500 ચોરસ મીટર (અંદાજે 5380 ચોરસ ફૂટ)થી નાના વિસ્તારમાં બનતા ફટાકડાના હંગામી સ્ટોલ માટે ફાયર NOC લેવાની જરૂર રહેશે નહીંતમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી સરકારના આ વહીવટી નિર્ણયથી સ્ટોલ સંચાલકોને વર્ષોથી ફાયર કચેરી ખાતે એનઓસી મેળવવા માટે કરવા પડતા ધક્કા અને લાંબી દોડધામમાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે. અગાઉ સ્ટોલ ઊભા કરતાં પહેલાં ફાયર વિભાગની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ રહેતી હતી. હવે નવી વ્યવસ્થા મુજબ ફટાકડાના સ્ટોલ માટે જરૂરી એનઓસી આપવાની તમામ સત્તા સ્થાનિક આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સોંપવામાં આવી છે. આ બંને વિભાગો સંયુક્ત રીતે નિયમોની ચકાસણી કરીને સ્ટોલધારકોને જરૂરી પરવાનગી આપશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બની રહેશે.સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલબીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે 350 થી વધુ મોટા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે, જેથી આ શહેરના વેપારીઓ માટે આ નિર્ણય વિશેષ લાભદાયક સાબિત થયો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ફાયર એનઓસી લેવામાંથી ભલે મુક્તિ આપવામાં આવી હોય, પરંતુ સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનો રાખવાની ફરજિયાત પ્રક્રિયા સંપૂર્ણપણે યથાવત રહેશે. અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશેઆગની કોઈપણ અણધારી દુર્ઘટનાને રોકવા માટે દરેક સ્ટોલધારકે જરૂરી અગ્નિશામક સાધનો પોતાની દુકાને સુસજ્જ રાખવા પડશે. સુરતમાં તમામ વેપારીઓએ સુરક્ષાના નિયત સાધનોની યોગ્ય વ્યવસ્થા સાથે જ પોતાના સ્ટોલ શરૂ કર્યા છે. આ નવા નિયમથી સુરક્ષાના ધોરણો જળવાઈ રહેશે અને વેપારીઓને બિનજરૂરી કાગળિયા તથા કચેરીઓના ધક્કા ખાવામાંથી સાચી રાહત મળશે.અધિકારીએ શું જણાવ્યું સુરતના ફાયર અધિકારી ધોબીએ જણાવ્યું હતું કે સરકારે હાલમાં 23 ઓક્ટોબરે ગેઝેટ પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 500 ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા સ્ટોલ માટે મંજૂરીની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે અરજીઓ આવે છે, તેમાં ફાયર વિભાગ દ્વારા અભિપ્રાય આપવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા ફરજિયાત રહેશે. તેમજ જે પણ મંડપો બનાવવામાં આવે છે, તે હોસ્પિટલ, શાળા અને ટ્રાન્સફોર્મરથી દૂર રાખવા પડશે. આ પણ વાંચો  :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની                                

Read Full Story arrow_forward
Ahmedabadના કાલુપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય: સારંગપુર સર્કલથી DCP ઝોન-3 સુધીનો રોડ પહોળો કરાશે
calendar_today October 27, 2026

Ahmedabadના કાલુપુરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા મોટો નિર્ણય: સારંગપુર સર્કલથી DCP ઝોન-3 સુધીનો રોડ પહોળો કરાશે

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગની ક્ષમતા વધારવા રોડ પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સારંગપુર સર્કલથી DCP ઝોન-3ની ઓફિસ સુધીના માર્ગને પહોળો કરવામાં આવશે. હાલ 18 મીટર પહોળા આ રોડને વધારીને 30 મીટરનો બનાવવાનું આયોજન છે. માર્ગ પહોળો થવાથી વાહનચાલકોને અવરજવરમાં વધુ સુવિધા મળી શકે છે. શહેરના જૂના અને ગીચ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે.17 બાંધકામો દૂર કરાશેરોડને 18 મીટરથી વધારીને 30 મીટરનો બનાવવા માટે માર્ગમાં અવરોધરૂપ બનતાં આશરે 17 બાંધકામો દૂર કરવામાં આવશે. આ કામગીરીથી માર્ગને જરૂરી પહોળાઈ મળી શકશે. જોકે, આ બાંધકામો કયા પ્રકારનાં છે અને તેને દૂર કરવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગેની વધુ વિગતો ઉપલબ્ધ નથી. પ્રસ્તાવિત માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન સંબંધિત નિયમો અને પ્રક્રિયાનું પાલન મહત્ત્વનું રહેશે.ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની આશાસારંગપુર સર્કલથી DCP ઝોન-3ની ઓફિસ સુધીનો માર્ગ કાલુપુરના વાહનવ્યવહાર માટે મહત્ત્વનો છે. રસ્તાની પહોળાઈ વધવાથી વાહનોની અવરજવર વધુ સરળ બને અને ટ્રાફિકનું દબાણ ઘટાડવામાં મદદ મળે તેવી આશા છે. ખાસ કરીને ગીચ વિસ્તારમાં રસ્તાની ક્ષમતા વધારવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને લાભ થઈ શકે છે. હવે આ યોજના અંતર્ગત બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા અને રોડ પહોળો કરવાની કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર નજર રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward