android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ચક્રવાતની સામાન્ય અસર, 29-30 ઓક્ટોબરે વરસાદની આગાહી
calendar_today October 27, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ચક્રવાતની સામાન્ય અસર, 29-30 ઓક્ટોબરે વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabadમાં ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ; રહેણાંક વિસ્તારમાં આગના જોખમને લઈ વિવાદ!
calendar_today October 27, 2026

Ahmedabadમાં ફટાકડા બજારની મંજૂરી સામે ઉઠ્યા સવાલ; રહેણાંક વિસ્તારમાં આગના જોખમને લઈ વિવાદ!

દિવાળી પહેલાં અમદાવાદમાં ફટાકડા બજારની દુકાનોને આપવામાં આવેલી મંજૂરીને લઈને વિવાદ ઊભો થયો છે. AMCની સામાન્ય સભામાં ખાડિયાના કોર્પોરેટર બિરજુ બેને રાયપુર દરવાજા પાસે આવેલી ફટાકડાની દુકાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે રહેણાંક મકાનોની વચ્ચે ફટાકડાની દુકાનોને મંજૂરી કેવી રીતે આપવામાં આવી? તેમના મતે, આ વિસ્તાર સાંકડો હોવાથી આગ જેવી દુર્ઘટના સર્જાય તો ફાયર વિભાગ માટે સમયસર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરવી મુશ્કેલ બની શકે છે. દિવાળી દરમિયાન ફટાકડાની ખરીદી વધતી હોવાથી સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.અગાઉ દુકાનો સીલ કરાઈ હોવાનો મુદ્દોકોર્પોરેટર બિરજુ બેને જણાવ્યું હતું કે અગાઉ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ આ વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવી હતી. તેમણે મંજૂરી આપવાની પ્રક્રિયા અને તેના આધાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. રહેણાંક વિસ્તાર અને સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને ફટાકડાની દુકાનોમાં સુરક્ષાનાં નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને આગ લાગે અથવા અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો આસપાસના રહેવાસીઓની સુરક્ષા અને બચાવ કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે.મંજૂરી બાદ દુકાનો ખોલાઈ, ગેરકાયદે હોય તો કાર્યવાહીસમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે અગાઉ તપાસ દરમિયાન દુકાનો પાસે BU પરમિશન ન હોવાથી તેમને સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ જરૂરી મંજૂરી મળતાં વેપારીઓને દુકાનો ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ દુકાન ગેરકાયદે રીતે ચાલતી હોવાનું સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. દિવાળી પહેલાં ફટાકડા બજારની મંજૂરીને લઈને ઊભા થયેલા આ વિવાદમાં હવે દુકાનોની કાયદેસર સ્થિતિ અને સુરક્ષાનાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે મહત્ત્વનો મુદ્દો બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana : સ્વાગત બંગલોઝના રસ્તા પર 7 વર્ષથી દબાણો યથાવત્, ડીઆઈએલઆર માપણીમાં પુરવાર છતાં તંત્રની કાર્યવાહી નહીં
calendar_today October 27, 2026

Mehsana : સ્વાગત બંગલોઝના રસ્તા પર 7 વર્ષથી દબાણો યથાવત્, ડીઆઈએલઆર માપણીમાં પુરવાર છતાં તંત્રની કાર્યવાહી નહીં

મહેસાણામાં આવેલા સ્વાગત બંગલોઝ સોસાયટીના રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણોનો મામલો છેલ્લા 7 વર્ષથી ઉકેલાયો નથી. આ માર્ગ પર થયેલા દબાણોને લીધે સ્થાનિક રહીશો લાંબા સમયથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. ડીઆઈએલઆર માપણીમાં દબાણ સાબિત થયું હોવા છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતા રહીશોએ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.રસ્તા પર ગેરકાયદે બાંધકામ અને દબાણોમહેસાણાના સ્વાગત બંગલોઝ વિસ્તારમાં આવેલી આંતરિક સોસાયટીના રસ્તા પર ગેરકાયદે બાંધકામ અને દબાણો ખડકાઈ ગયા છે. આ રસ્તા પર થયેલા અતિક્રમણને કારણે સ્થાનિક નાગરિકોની અવરજવરમાં ભારે અડચણો ઊભી થઈ રહી છે અને લોકોને રોજિંદી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઆઈએલઆર માપણીમાં પણ સ્પષ્ટપણે રસ્તા પર ગેરકાયદે દબાણ આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા સાત વર્ષથી સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહીશોના જણાવ્યા અનુસાર સરકારી તંત્રની ડીઆઈએલઆર માપણીમાં પણ સ્પષ્ટપણે રસ્તા પર ગેરકાયદે દબાણ થયું હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. અધિકૃત માપણીમાં સત્ય સામે આવ્યા પછી પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી.મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆતોઆ અન્યાય સામે સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં વિગતવાર રજૂઆતો સુપરત કરી છે. રહીશોએ આ મામલે મુખ્યમંત્રીના ઓનલાઇન સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ નોંધાવીને ન્યાયની ગુહાર લગાવી હતી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનું પરિણામ સંપૂર્ણ શૂન્ય રહ્યું છે અને કોઈ નક્કર દંડાત્મક કામગીરી જમીન પર જોવા મળી નથી. જમીન પર શરતભંગ થતો હોવાની ચોક્કસ નોંધ બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા સત્તાવાર અહેવાલમાં પણ આ જમીન પર શરતભંગ થતો હોવાની ચોક્કસ નોંધ કરવામાં આવી છે. સરકારી અહેવાલો અને કાયદાકીય માપણી પક્ષમાં હોવા છતાં તંત્રની ઢીલી નીતિથી નારાજ થઈને હવે સ્વાગત બંગલોઝના તમામ રહીશો આ ગેરકાયદે દબાણો તાત્કાલિક અસરથી દૂર કરાવવા માટે આરપારના મૂડમાં આવી ગયા છે. આ પણ વાંચો :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward