android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : વરાછા વિસ્તારમાં અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ, 1ને ઇજા
calendar_today October 27, 2026

Surat : વરાછા વિસ્તારમાં અચાનક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ, 1ને ઇજા

સુરતના વરાછા સ્થિત કપૂરવાડી પાસે ખોડિયાર નગરમાં બપોરે અચાનક તોતિંગ ઝાડ ધરાશાયી થતાં આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્ગ પરથી પસાર થતા એક રાહદારી ઝાડ નીચે દબાઈ જતાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયીસુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા કપૂરવાડી નજીક ખોડિયાર નગરમાં બપોરના સમયે સામાન્ય રીતે લોકોની અવરજવર ચાલુ હતી. તે દરમિયાન માર્ગની બાજુમાં આવેલું એક તોતિંગ ઝાડ અચાનક જ રસ્તા પર ધરાશાયી થઈ ગયું હતું. અણધારી રીતે વૃક્ષ જમીનદોસ્ત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.રાહદારી ઝાડની નીચે દબાઈ ગયાઆ દુર્ઘટના બની તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી ઝાડની નીચે દબાઈ ગયા હતા. ઝાડના વજનદાર હિસ્સા નીચે દબાઈ જવાથી આ રાહદારીને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાકીદે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાયાબીજી તરફ, રસ્તાની એક બાજુએ પાર્ક કરવામાં આવેલાં વાહનો પર પણ ઝાડ તૂટી પડ્યું હતું. માર્ગ પર ઊભેલાં 3 થી 4 જેટલાં બાઈક ઝાડની મોટી ડાળીઓ નીચે દબાઈ જતાં તેને સામાન્ય નુકસાન થયું હતું. અચાનક વૃક્ષ ધરાશાયી થવાને લીધે રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની માહિતી મળતાં જ ફાયર ઓફિસર દીનુ પટેલ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે સાધનોની મદદથી માર્ગ પર પડેલા તોતિંગ ઝાડની ડાળીઓ કાપીને તેને હટાવી લીધી હતી. ફાયર ટીમે કામગીરી કરીને રસ્તા પરથી ઝાડની ડાળીઓ દૂર કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. આ પણ વાંચો :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

Read Full Story arrow_forward
Dwarkaના કેનેડી ગામે નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ, લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ!
calendar_today October 27, 2026

Dwarkaના કેનેડી ગામે નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ, લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક બેદરકારીભર્યા સમાચાર સામે આવ્યા છે. કલ્યાણપુર તાલુકાથી ભાટીયા તરફ જતી નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં કેનેડી ગામ પાસે અચાનક મોટું ભંગાણ સર્જાયું છે. મેઇન લાઇન તૂટવાના કારણે જોતજોતામાં હજારો અને લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તાઓ પર વહી ગયું હતું અને ચારેય તરફ પાણીના સરોવર જેવા દ્રશ્યો સર્જાયા હતા.રોડ રસ્તાની કામગીરી દરમિયાન લાઇન તૂટી હોવાની પ્રાથમિક વિગતોપ્રાથમિક જાણકારી અનુસાર, આ વિસ્તારમાં ચાલી રહેલી રોડ રસ્તાની કામગીરી દરમિયાન ખોદકામ કે મશીનરીના કારણે નર્મદાની મુખ્ય લાઇન તૂટી ગઈ હતી. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે અને પાણીની કટોકટી વેઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો સરેઆમ બગાડ થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો.પાણી પુરવઠા વિભાગે સ્થળ પર પહોંચી તાત્કાલિક રીપેરિંગ હાથ ધર્યુંઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો વધુ વેડફાટ અટકાવવા માટે પાઇપલાઇનમાંથી મુખ્ય વોટર સપ્લાય બંધ કરાવવામાં આવ્યો હતો અને યુદ્ધના ધોરણે લાઇનનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જલ્દીથી જલ્દી સમારકામ પૂર્ણ કરીને ભાટીયા અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાનો દાવો કરવામાં આવ્યો છે.આ પણ વાંચો : Bhavnagarમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, રૂપમ ચોક વિસ્તારમાં ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર છરી વડે જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Surat : ભેળસેળિયા સામે માનવ વધનો ગુનો નોંધો અને ભ્રષ્ટ અધિકારીઓને કાયમી ડિસમિસ કરો, કિશોર કાનાણીની માગ
calendar_today October 27, 2026

Surat : ભેળસેળિયા સામે માનવ વધનો ગુનો નોંધો અને ભ્રષ્ટ અધિકારીઓને કાયમી ડિસમિસ કરો, કિશોર કાનાણીની માગ

સુરતના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર પાઠવીને આરોગ્ય તેમજ ફૂડ વિભાગની કામગીરી સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે નિયમિત ચેકિંગના દાવા છતાં નકલી ડોક્ટર, બનાવટી દવાઓ તેમજ ઘી, દૂધ અને મસાલામાં થતી ખુલ્લેઆમ ભેળસેળ રાજ્યમાં બેફામપણે ચાલી રહી છે. સમગ્ર તંત્રની તપાસ માત્ર એક દેખાડો અને નાટક સમાન બની રહી છે.પત્રમાં તંત્રની નબળી કામગીરીની આકરી ટીકાધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાના પત્રમાં તંત્રની નબળી કામગીરીની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ લોકો ખાઈ લે છે, તે પછી છેક લેબોરેટરીના નમૂનાના રિપોર્ટ જાહેર થાય છે. આવા વિલંબિત અહેવાલોથી સામાન્ય નાગરિકોના આરોગ્યનું કોઈ રક્ષણ થતું નથી. તપાસ માત્ર 'નાટક' સાબિત થઈ રહી છેફૂડ અને ઔષધ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી તમામ તપાસ માત્ર 'નાટક' સાબિત થઈ રહી છે. જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોય ત્યારે માત્ર દેખાડા પૂરતી કામગીરી ચલાવી શકાય નહીં.કાયમી ધોરણે બરતરફ કરોઆ ઉપરાંત તેમણે વહીવટી તંત્રમાં રહેલા ભ્રષ્ટાચાર સામે પણ ખુલ્લો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે માંગ કરી છે કે આવા ગંભીર કિસ્સાઓમાં સંડોવાયેલા ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ કે કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરવા કે સામાન્ય બદલી કરવાથી આ દૂષણ નાબૂદ થશે નહીં. આવા તત્વો સામે દાખલો બેસાડવા માટે તેમને સરકારી સેવામાંથી કાયમી ધોરણે બરતરફ એટલે કે ડિસમિસ કરવા જોઈએ. વહીવટી સ્તરે સખત પગલાં વિના સરકારી વિભાગોમાં સુધારો શક્ય નથી.માનવ વધનો ગુનો નોંધવા નવો કડક કાયદો લાવવા રજૂઆત માનવ જિંદગી સાથે ગંભીર રમત રમતા નકલી દવાઓ અને ખાદ્યપદાર્થોના ભેળસેળિયા માફિયાઓ સામે સીધો 'માનવ વધ'નો ગુનો નોંધવા નવો કડક કાયદો લાવવા કાનાણીએ સરકારમાં રજૂઆત કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે કડક કાયદાના કઠોર હથિયાર વગર આરોગ્ય તંત્રને સુધારવાની અને નિર્દોષ જનતાના જીવ બચાવવાની આ મોટી લડાઈ કોઈપણ સંજોગોમાં જીતી શકાશે નહીં. લોકોના જીવનની સુરક્ષા માટે હવે નક્કર અને કડક કાયદાકીય જોગવાઈ અનિવાર્ય બની છે.  આ પણ વાંચો   :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની                                

Read Full Story arrow_forward