android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!
calendar_today October 27, 2026

Canadaમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાંધીનગરના દશેલા ગામના યુવક સહિત 4 ભારતીયોના કરુણ મોત!

કેનેડામાં થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 ભારતીયોનાં મોત થતાં પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોમાં ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના યુવક હિરેન આસોડિયાનો પણ સમાવેશ થાય છે. 18 ઓક્ટોબરના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સિમામોસ નજીક સ્ટેટનિકી રોડ પર મર્સિડીઝ પેસેન્જર વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. હિરેન છેલ્લા 5 વર્ષથી ઉચ્ચ અભ્યાસ માટે કેનેડામાં રહેતો હતો. મળેલી માહિતી મુજબ, તે મિત્ર સાથે જન્મદિવસની પાર્ટીમાં જવા નીકળ્યો હતો, ત્યારે રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી.એક સપ્તાહ બાદ પણ મૃતદેહની રાહહિરેનના મોતના સમાચારથી ગાંધીનગર જિલ્લાના દશેલા ગામમાં શોકનો માહોલ છે. એક તરફ દીકરાના અકાળે મોતનું દુઃખ છે, તો બીજી તરફ તેનો મૃતદેહ વતન પરત ન આવતાં પરિવારની ચિંતા વધી રહી છે. અકસ્માતના એક સપ્તાહ બાદ પણ હિરેનનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો ન હોવાની માહિતી સામે આવી છે. પરિવારજનો પોતાના દીકરાના અંતિમ દર્શન કરી શકે અને વતનમાં જ તેની અંતિમવિધિ કરી શકે તેવી આશા રાખી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે દરેક દિવસ ભારે બની રહ્યો છે.પિતાની ભારત સરકારને મદદની અપીલહિરેનના પિતા બાબુભાઈ પરમારે ભારત સરકાર સમક્ષ મદદની અપીલ કરી છે. તેમણે દીકરાનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. હિરેનની મોટી મમ્મી પુષ્પાબેને પણ સરકારને આ મામલે મદદ કરવા વિનંતી કરી છે. પરિવારની માગ છે કે ભારત સરકાર કેનેડાના સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવે, જેથી મૃતદેહ જલદી વતન લાવી શકાય. હવે પરિવારની નજર સરકારની મદદ અને મૃતદેહ પરત લાવવાની પ્રક્રિયા પર ટકેલી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ...
calendar_today October 27, 2026

Cyclone: બંગાળની ખાડીમાં જ કેમ ત્રાટકે છે વધુ ચક્રવાત? અરબી સમુદ્ર પાછળ કેમ? જાણો મોટું કારણ...

બંગાળની ખાડીમાં સર્જાતા ચક્રવાત ઘણીવાર ભારે નુકસાન પહોંચાડે છે. તેની સામે અરબી સમુદ્રમાં પરંપરાગત રીતે ચક્રવાતની સંખ્યા ઓછી રહી છે. જોકે, બંને સમુદ્ર હિંદ મહાસાગરનો ભાગ હોવા છતાં આ તફાવત પાછળ સમુદ્રનું તાપમાન, ભેજ, પવન અને મોસમી પરિસ્થિતિઓ જેવાં અનેક કારણો જવાબદાર છે.બંગાળની ખાડીનું પાણી વધુ ગરમ કેમ રહે છે?ચક્રવાત સર્જાવા માટે સમુદ્રની સપાટીનું ગરમ હોવું જરૂરી છે. બંગાળની ખાડીમાં વર્ષના કેટલાક સમય દરમિયાન પાણીનું તાપમાન ચક્રવાત માટે અનુકૂળ રહે છે. ગરમ પાણીમાંથી વાતાવરણમાં ભેજ પહોંચે છે, જે વાદળો અને વાવાઝોડાંને ઊર્જા આપે છે.આ ઉપરાંત, ગંગા, બ્રહ્મપુત્ર અને ઇરાવડી જેવી મોટી નદીઓ બંગાળની ખાડીમાં ઠલવાય છે. નદીઓનું મીઠું પાણી ખારા પાણી કરતાં હળવું હોવાથી સપાટીની નજીક રહે છે. કેટલીક પરિસ્થિતિઓમાં આ પાણી નીચેના ઠંડા પાણી સાથે સરળતાથી ભળતું નથી. પરિણામે, સપાટીનું ગરમ પાણી લાંબા સમય સુધી ટકી શકે છે અને ચક્રવાતને ઊર્જા મળી શકે છે.ભેજ અને પવનની પણ મહત્ત્વની ભૂમિકાચક્રવાતને મજબૂત બનવા માટે ભેજવાળી હવા જરૂરી છે. બંગાળની ખાડીમાં ચોમાસાના પવનો અને દરિયાઈ ભેજ વાદળોની રચનામાં મદદ કરે છે. બીજી તરફ, સૂકી હવા ચક્રવાતની તાકાત ઘટાડી શકે છે.પૃથ્વીના પરિભ્રમણથી પવનમાં ઘૂમરાટ સર્જાય છે, જે ચક્રવાત બનવા માટે જરૂરી છે. જ્યારે ઊંચાઈ સાથે પવનની દિશા અને ગતિમાં મોટો તફાવત હોય, ત્યારે તેને પવનનો કાતરાવ (Wind Shear) કહે છે. પવનનો કાતરાવ વધુ હોય તો ચક્રવાતની રચના નબળી પડી શકે છે. બંગાળની ખાડીમાં કેટલીક ઋતુઓ દરમિયાન ચક્રવાતના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે.ખાડીની ભૌગોલિક રચનાથી શું અસર થાય છે?બંગાળની ખાડી ઉત્તર તરફ સાંકડી થતી જાય છે. તેની આસપાસ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા વિસ્તારો આવેલા છે. અહીં ચક્રવાત સર્જાય ત્યારે તેની અસર મોટા ભૂભાગ પર થઈ શકે છે. દરિયાકાંઠાના છીછરા વિસ્તારો અને મેદાનોમાં ચક્રવાત દરમિયાન ઊંચાં મોજાંને કારણે પૂર અને નુકસાનનું જોખમ વધી શકે છે. જોકે, ખાડીની ભૌગોલિક રચના ચક્રવાતની સંખ્યા વધારવાનું સીધું કારણ નથી, પરંતુ તેની અસરોને વધુ ગંભીર બનાવી શકે છે.અરબી સમુદ્રમાં ઓછા ચક્રવાત કેમ સર્જાય છે?અરબી સમુદ્રમાં પણ ચક્રવાત સર્જાય છે, પરંતુ પરંપરાગત રીતે તેમની સંખ્યા બંગાળની ખાડી કરતાં ઓછી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન કેટલીક પરિસ્થિતિઓમાં ઊંચાઈ પર ફૂંકાતા તેજ પવનો ચક્રવાતની રચનાને નબળી પાડી શકે છે. આ ઉપરાંત, અરબી દ્વીપકલ્પ અને આસપાસના સૂકા વિસ્તારોમાંથી આવતી હવા ચક્રવાતમાં ભેજનું પ્રમાણ ઘટાડે છે. સમુદ્રના કેટલાક ભાગોમાં ઊંડાણનું ઠંડું પાણી સપાટી સુધી આવવાથી પાણીનું તાપમાન પણ ઘટી શકે છે. આ પરિબળો ચક્રવાતને મળતી ઊર્જા ઓછી કરી શકે છે.શું ભવિષ્યમાં આ તફાવત બદલાઈ શકે છે?બંગાળની ખાડીમાં વધુ ચક્રવાત સર્જાવાનો લાંબા સમયથી જોવા મળતો પ્રવાહ છે, પરંતુ આ કોઈ કાયમી નિયમ નથી. છેલ્લાં કેટલાંક દાયકાઓમાં અરબી સમુદ્રમાં પણ શક્તિશાળી ચક્રવાત જોવા મળ્યા છે. દર વર્ષે ચક્રવાતની સંખ્યા બદલાઈ શકે છે. સમુદ્રનું તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા, ચોમાસાની સ્થિતિ તથા અન્ય હવામાન પરિબળો નક્કી કરે છે કે ક્યાં અને કેટલા ચક્રવાત સર્જાશે.આમ, બંગાળની ખાડીમાં વધુ ચક્રવાત સર્જાવા પાછળ ગરમ પાણી, ભેજ અને અનુકૂળ પવનો સહિત અનેક પરિબળો જવાબદાર છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં સૂકી હવા, પવનનો કાતરાવ અને ઠંડા પાણીની અસર ચક્રવાતના વિકાસને અવરોધી શકે છે. જોકે, અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય તો અરબી સમુદ્રમાં પણ શક્તિશાળી ચક્રવાત આવી શકે છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
Cyclone Arnab Update: ખતરનાક તોફાનમાં પરિવર્તિત થયુ ચક્રવાત અર્નબ.. 150કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
calendar_today October 27, 2026

Cyclone Arnab Update: ખતરનાક તોફાનમાં પરિવર્તિત થયુ ચક્રવાત અર્નબ.. 150કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Cyclone Arnab Update: ભારતીય હવામાન વિભાગ (IMD) ના સાયક્લોન વોર્નિંગ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. પી.એલ.એન. મૂર્તિના જણાવ્યા અનુસાર, ચક્રવાત 'અર્નબ' હવે વધુ તીવ્ર બનીને 'અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું' (very severe cyclonic storm) બની ગયું છે. 150 કિમી/કલાકની ઝડપે ફૂંકાઇ શકે પવન ગઈકાલે, બંગાળની ખાડીના પશ્ચિમ ભાગમાં સ્થિત આ ગંભીર ચક્રવાતી વાવાઝોડું 23 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું. આજે સવારે 2.30 વાગ્યા સુધીમાં, તે વધુ શક્તિશાળી બનીને 'અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડા'માં ફેરવાઈ ગયું છે. શરૂઆતમાં, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને ત્યારબાદ ઉત્તરપશ્ચિમ તરફ વળશે. અંતે, તે બાપટલા અને વિશાખાપટ્ટનમની વચ્ચે, યાનમ નજીક તટ પર ટકરાશે (landfall). તટ પર ટકરાતી વખતે પવનની ગતિ 125 થી 135  કિમી/કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના ઝાપટાં 150 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. =30 ઓક્ટોબર સુધી માછીમારો દરિયામાં ન જાય ડૉ. મૂર્તિએ માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ 30 ઓક્ટોબરની સવાર સુધી માછીમારી માટે દરિયામાં ન જાય, કારણ કે દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની રહેશે. બંદરો માટે પણ ભયસૂચક સંકેતો (danger signals) જાહેર કરવામાં આવ્યા છે. કાકીનાડા બંદર પર 'ગ્રેટ ડેન્જર 10' (GD-10) જે એલર્ટનું સર્વોચ્ચ સ્તર છે  તે લાગુ કરવામાં આવ્યું છે.વિશાખાપટ્ટનમ અને ગંગાવરમ માટે GD-9 સંકેત આપવામાં  આવ્યો છે, જ્યારે મછલીપટ્ટનમ અને નિઝામપટ્ટનમ માટે GD-8 સંકેત આપવામાં આવ્યો છે. કલિંગપટ્ટનમ, કૃષ્ણપટ્ટનમ અને વડારેવુ સહિતના અન્ય બંદરો માટે 'લોકલ કોશનરી 3' (LC-3) ચેતવણી  આપવામાં આવી છે. આ સંકેતોનો અર્થ એ છે કે જહાજો અને હોડીઓને સુરક્ષિત રીતે બાંધીને રાખવી આવશ્યક છે, અને દરિયાઈ અવરજવર પર કડક નિયંત્રણો લાદવામાં આવશે. =દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા આ શક્તિશાળી વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેજ પવનને કારણે વૃક્ષો ઉખડી શકે છે, વીજ પુરવઠો ખોરવાઈ શકે છે અને નબળા બાંધકામોને નુકસાન થઈ શકે છે. દરિયાઈ સપાટી ઊંચી આવવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાનું જોખમ રહેલું છે.વહીવટીતંત્રે લોકોના સ્થળાંતર, રાહત શિબિરો અને બચાવ ટુકડીઓ માટે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી છે. જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર અપડેટ્સ પર ધ્યાન રાખે, બિનજરૂરી મુસાફરી ટાળે અને આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ પોતાની પાસે રાખે. હવામાન વિભાગ સેટેલાઇટ અને રડાર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખી રહ્યું છે. =કાંઠા વિસ્તારોને અપાયુ એલર્ટ જો વાવાઝોડાના માર્ગ કે તીવ્રતામાં કોઈ ફેરફાર થાય, તો તરત જ નવી માહિતી આપવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સતર્ક રહેવું જોઈએ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ચક્રવાત પસાર ન થાય ત્યાં સુધી દરિયામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી એ સંભવિત નુકસાનને ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય છે. =આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર

Read Full Story arrow_forward