android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં ડેન્ગ્યુના 6 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, તાવ અને ઝાડા-ઉલટીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ!
calendar_today October 27, 2026

Rajkotમાં ડેન્ગ્યુના 6 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, તાવ અને ઝાડા-ઉલટીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ!

રાજકોટ શહેરમાં વાતાવરણમાં આવેલા પલટા અને લાલિયાવાડીના કારણે રોગચાળો બેકાબૂ બનતા નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ભયજનક ગણાતા ડેન્ગ્યુના 6 નવા કેસ સત્તાવાર રીતે સામે આવતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.તાવ અને શરદી-ઉધરસના હજારો કેસ નોંધાયાશહેરમાં વાયરલ ઇન્ફેક્શનનો કેવો ભયાનક કોપ છે તેનો અંદાજ સત્તાવાર કેસોની સંખ્યા પરથી લગાવી શકાય છે. તાજેતરના રિપોર્ટ મુજબ શહેરમાં શરદી-ઉધરસના 882 કેસ અને સામાન્યથી ગંભીર તાવના 767 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અશુદ્ધ પાણી અને ખોરાકના કારણે ઝાડા-ઉલટીના 138 કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિકોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.તંત્ર દ્વારા 894 ઘરોમાં ફોગિંગ, મચ્છર ઉત્પત્તિ બદલ 238 એકમોને નોટિસરોગચાળાના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે શહેરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફોગિંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. મનપાની ટીમો દ્વારા કુલ 894 ઘરોમાં ફોગિંગ ડ્રાઇવ પૂર્ણ કરવામાં આવી છે. આ સિવાય, મચ્છરોના સંવર્ધન અને પોરા મળવા બદલ કડક વલણ અપનાવતા શહેરના 238 વેપારી તથા રહેણાંક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ પણ વાંચો : Gujarat Water Crisis : CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, સી.આર. પાટીલ સાથે મહત્વપૂર્ણ મિટિંગ બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લેશે ભાગ...

Read Full Story arrow_forward
Ahmedabadના પોશ આનંદનગર વિસ્તારમાં તસ્કરોનો આંતક, ફ્લેટનું તાળું તોડી 8.50 લાખ રોકડ અને દાગીના ચોરાયા!
calendar_today October 27, 2026

Ahmedabadના પોશ આનંદનગર વિસ્તારમાં તસ્કરોનો આંતક, ફ્લેટનું તાળું તોડી 8.50 લાખ રોકડ અને દાગીના ચોરાયા!

અમદાવાદ શહેરના સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં પણ હવે ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની માલમત્તા ચોરી લીધી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલો કીમતી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.8.50 લાખ રોકડ અને 2.50 લાખના દાગીના મળી કુલ રૂ. 11 લાખની ચોરીફરિયાદી અને મકાનમાલિક ઘનશ્યામભાઈ દાયમા પોતાના પરિવાર સાથે કોઈ કામસર વતન કે ગામડે ગયા હતા. પરિવાર ઘર બંધ કરીને બહાર ગયો હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ હાથફેરો કર્યો હતો. મકાનમાલિક પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં રૂ. 8.50 લાખની રોકડ રકમ તેમજ અંદાજે રૂ. 2.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળીને કુલ અંદાજે રૂ. 11 લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.આનંદનગર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરીઆ બનાવ અંગે જાણ થતા જ આનંદનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફ્લેટની આસપાસ લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવવાની અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. મકાનમાલિક ઘનશ્યામ દાયમાની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Rajkotમાં ડેન્ગ્યુના 6 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, તાવ અને ઝાડા-ઉલટીના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ!

Read Full Story arrow_forward
Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર
calendar_today October 27, 2026

Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શેલા (Shela) વિસ્તારમાં ધોળે દિવસે ચીલઝડપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની જ ખુદ ચેઈન સ્નેચરોનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોતાના પુત્ર સાથે રોડ પરથી પસાર થઈને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી સોનાની ચેઈન આંચકીને આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં બોપલ પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.પુત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા ને બાઈક સવારો ત્રાટક્યાઘટનાની વિગતો અનુસાર શેલા વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની પોતાના પુત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા બાદ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા.તેઓ સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બાઈક પર સવાર થઈને બે અજાણ્યા યુવકો આવ્યા હતા.બાઈકચાલકે બાઈક ધીમું પાડતાં જ પાછળ બેઠેલા શખ્સે ચાલુ બાઈકે મહિલાના ગળા પર જોરથી ઝપટ મારીને સોનાની ચેઈન તોડી લીધી હતી.અચાનક થયેલા હુમલાથી મહિલા હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં સુધીમાં બાઈક સવારો પૂરપાટ ઝડપે રફુચક્કર થઈ ગયા હતા.બોપલ પોલીસ તપાસમાં જોતરાઈબનાવ અંગે તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં બાઈક પર આવેલા બંને સ્નેચરો સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે.સીસીટીવીમાં દેખાતા વાહનના નંબર અને શખ્સોના હૂલિયાના આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવી નાકાબંધી હાથ ધરી છે.પોલીસ પરિવારની મહિલા જ અસુરક્ષિત બનતાં સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને પણ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી

Read Full Story arrow_forward