android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!
calendar_today October 27, 2026

Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સુરત ક્ષેત્રીય કચેરી દ્વારા ઔદ્યોગિક નગરી સુરતમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વધારવા અને શ્રમિકોના સામાજિક-આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત સુરત EPFO એ જાહેરાત કરી છે કે નવી રોજગારીનું સર્જન કરનાર વેપારી એકમો અને સંસ્થાઓને પ્રતિ કર્મચારી ₹3,000 સુધીનો સરકારી આર્થિક લાભ આપવામાં આવશે.સુરત EPFO એ જાહેરાત કરી આ ઉપરાંત, પ્રથમ વખત નોકરી મેળવીને પીએફ ખાતું ખોલાવનારા નવા કર્મચારીઓને પણ ₹15,000 સુધીની સરકારી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.આ આર્થિક પ્રોત્સાહનોની સાથે જ EPFO સુરત દ્વારા પીએફ નોંધણી (Registration) કરાવવામાં આનાકાની કરતા કે કર્મચારીઓના અધિકારો છીનવતા એકમો સામે કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.નવી રોજગારી માટે આકર્ષક સરકારી પ્રોત્સાહન જે કંપનીઓ, કાપડ એકમો, હીરા પેઢીઓ કે લઘુ ઉદ્યોગો નવા કર્મચારીઓની ભરતી કરશે અને તેમને EPFO હેઠળ આવરી લેશે, તેમને સરકાર તરફથી પ્રતિ કર્મચારી ₹૩,૦૦૦ સુધીની સબસિડી/પ્રોત્સાહક રકમ મળવાપાત્ર થશે. પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં નોકરી મેળવનારા કર્મચારીઓને સરકાર દ્વારા ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે ₹15,000સુધીનો આર્થિક લાભ આપવામાં આવશે. આ પ્રોત્સાહક પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ શ્રમિકોને ઔપચારિક અર્થતંત્રમાં લાવી તેમના પીએફ, પેન્શન અને વીમા કવચની ગેરંટી આપવાનો છે.પીએફ નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે ‘થ્રી-સ્ટેપ’ એક્શન પ્લાનપીએફ પાત્રતા ધરાવતા હોવા છતાં નોંધણી ન કરાવનાર એકમોને 2 થી 3 વાર સત્તાવાર પત્ર લખીને તાત્કાલિક નોંધણી પૂર્ણ કરવા સમય આપવામાં આવશે.  પત્ર વ્યવહાર છતાં નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખનાર સંસ્થાઓ સામે EPFO ના ઇન્સ્પેક્ટરો દ્વારા નિયમાનુસાર આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરાશે.જો નિરીક્ષણ દરમિયાન સંસ્થામાં નિર્ધારિત શ્રમિકો (20 કે તેથી વધુ) કામ કરતા જણાશે, તો EPFO પોતે સંસ્થાને ફરજિયાત કોડ નંબર ફાળવીને પીએફના દાયરામાં લાવી દેશે અને જૂની તારીખથી પેનલ્ટી સહિત બાકી રકમની વસૂલાત કરશે.સંસ્થાઓ અને કર્મચારીઓને અપીલસુરત EPFO કચેરીએ તમામ વેપારી એસોસિએશનો, સંસ્થાઓ અને શ્રમિકોને આગળ આવીને 100% નોંધણી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પીએફ એ કોઈ ટેક્સ કે આર્થિક બોજ નથી, પરંતુ કર્મચારીઓનું સુરક્ષિત રિટાયરમેન્ટ ફંડ, પેન્શન અને કટોકટીના સમયની બચત છે. સમયસર પીએફ જમા થવાથી કર્મચારીઓને ઇપીએફ (EPF), ઇપીએસ (EPS) પેન્શન અને ઇડીએલઆઈ (EDLI) હેઠળ ₹7 લાખ સુધીના મફત જીવન વીમાનો સીધો લાભ પ્રાપ્ત થાય છે.આ પણ વાંચો:  Surat: બારડોલી બાળાસરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકના માથામાંથી સળિયો સફળતાપૂર્વક દૂર કરાયો

Read Full Story arrow_forward
Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!
calendar_today October 27, 2026

Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત, પાઇપલાઇનમાં લીકેજ થતાં બે દિવસથી કાર્ગો કામગીરી ઠપ્પ!

રાજકોટ ખાતે અતિ આધુનિક સુવિધાઓ સાથે રૂ. 2,654 કરોડ ના અધધ ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ની નબળી કામગીરીની પોલ ખોલતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે સમગ્ર કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત પાણીનું લીકેજ થતાં કાર્ગો વિભાગની તમામ કામગીરી તદ્દન ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે એરપોર્ટ ઓથોરિટીની નબળી કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પાણી પહોંચતા શોર્ટ સર્કિટની ભીતિએરપોર્ટ પરિસરમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ફ્લોર પર ભરાયેલા પાણી હવે મુખ્ય ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી ગયા છે, જેના કારણે ગમે ત્યારે મોટો શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ભયાનક હોનારત સર્જાવવાની ભીતિ ઊભી થઈ છે. આ સિવાય, પાણી ભરાઈ જવાના કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે 4 ટન સામાન કાર્ગોમાં લોડ થઈ શક્યો નહોતો. આ કામગીરી અટકી જતાં ફ્લાઇટ મારફતે માલસામાન મોકલતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વાયરલ વીડિયોથી એરપોર્ટ ઓથોરિટી સામે જનાક્રોશએરપોર્ટના કાર્ગો સેક્ટરમાંથી સામે આવેલા વાયરલ વીડિયોમાં પાઇપલાઇનમાંથી ધોધમાર પાણી વહી રહ્યું હોવાના અને કર્મચારીઓ પાણી વચ્ચે કામ કરવા મજબૂર બન્યા હોવાના દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પર આવી સામાન્ય અને બેદરકારીભરી ખામીના કારણે સમગ્ર દેશભરમાં રાજકોટ એરપોર્ટની છબી ખરડાઈ છે. સ્થાનિકો અને વેપારી મંડળો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર એજન્સી અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabad News : બે માસૂમ જીવ ગયા છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં? AMC ના બેદરકાર અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે?

Read Full Story arrow_forward
Banaskantha: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે સંભાળી કમાન; બનાસ ડેરીના 325 કરોડના ‘મેગા પ્રોજેક્ટ’નું થશે ભવ્ય લોકાર્પણ!
calendar_today October 27, 2026

Banaskantha: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે સંભાળી કમાન; બનાસ ડેરીના 325 કરોડના ‘મેગા પ્રોજેક્ટ’નું થશે ભવ્ય લોકાર્પણ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ મહત્ત્વપૂર્ણ પ્રવાસને આખરી ઓપ આપવા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા તાલુકાના ભીલડી ખાતે પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ, હેલિપેડ, સભા મંડપ અને સુરક્ષા વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને જાત-નિરીક્ષણ કર્યું હતું તેમજ વહીવટી તંત્ર અને બનાસ ડેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન બનાસ ડેરી દ્વારા નિર્મિત અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.325 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રબનાસ ડેરી દ્વારા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે અંદાજે રૂપિયા ૩૨૫ કરોડના તોતિંગ ખર્ચે આ અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર મુખ્યત્વે સ્થાનિક દેશી ગાયો (જેમ કે કાંકરેજ, ગીર) અને ભેંસો (જેમ કે મહેસાણી, બન્ની) ની આનુવંશિક ગુણવત્તા અને ઓલાદ સુધારવા માટે અત્યાધુનિક બ્રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.ઉત્તમ ગુણવત્તાના પશુઓ તૈયાર થવાથી પશુપાલકોના પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે, જે શ્વેતક્રાંતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલું આ કેન્દ્ર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ ‘રોલ મોડલ’ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શનભીલડી ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ અંગે હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા પોલીસ વડા અને બનાસ ડેરીના ચેરમેન-મેનેજમેન્ટ સાથે રૂબરૂ ચર્ચા કરી કાર્યક્રમનું માઇક્રો-પ્લાનિંગ ચકાસ્યું હતું.વડાપ્રધાનની વિશાળ જનસભામાં ઉત્તર ગુજરાતભરમાંથી લાખો પશુપાલકો અને નાગરિકો ઉમટી પડવાના હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.આ પણ વાંચો: Surat: EPFO ની બમ્પર સ્કીમ; ₹15,000 સુધીની સરકારી સહાય, નિયમ તોડતી કંપનીઓ પર તવાઈના આદેશ!

Read Full Story arrow_forward