Surat News : મર્ડર થયેલા બૂટલેગર પાસેથી તમંચો લીધાની વિચિત્ર કબૂલાત! આરોપીની કહાણીથી પોલીસ પણ ચક્કરે ચડી...
સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ઘાતક હથિયાર સાથે એક યુવક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પુણા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને 20 વર્ષીય યુવક શેહઝાદ ઈમરાન શેખ ની અટકાયત કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ગેરકાયદેસર દેશી તમંચો અને જીવંત કારતૂસ મળી આવ્યા હતા, જેને પોલીસે સત્તાવાર રીતે જપ્ત કરી લીધા છે.ચોંકાવનારી વિગત સામે આવીઝડપાયેલા આરોપી શેહઝાદની પોલીસે ઘનઘોર પૂછપરછ શરૂ કરતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીએ દાવો કર્યો છે કે તેણે આ દેશી તમંચો વર્ષ 2019 માં ડિંડોલીના પ્રખ્યાત બુટલેગર શંકર ઉર્ફે કાલુ નિકમ પાસેથી રૂ. 8,000 માં ખરીદ્યો હતો. જોકે, પોલીસ રેકોર્ડ મુજબ બુટલેગર કાલુ નિકમની વર્ષ 2020 માં જ હત્યા થઈ ચૂકી છે. આરોપીની આ વિચિત્ર કબૂલાતના કારણે પુણા પોલીસ પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલઆરોપી ખરેખર સાચું બોલી રહ્યો છે કે પછી મૃતાત્માના નામે પોતાના અન્ય હથિયાર સપ્લાયર કે સાગરીતોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પુણા પોલીસે આરોપી શેહઝાદ ઈમરાન શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ (Arms Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો : Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!
Read Full Story arrow_forward