Gir-Somnathના વેરાવળ હાઈવે પર ટ્રકમાં લાગી ભીષણ આગ, ડ્રાઇવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી
ગીર સોમનાથના વેરાવળ-જૂનાગઢ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી છે. જયવર્ધન પેટ્રોલ પંપ નજીક પસાર થઈ રહેલી એક ટ્રકની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ વિસ્તારની નજીક આગ લાગવાની આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.ડ્રાઇવરની સમયસૂચકતાથી ટળી મોટી હોનારતઘટના સમયે ટ્રકના ડ્રાઇવરે અસાધારણ સાહસ અને સમયસૂચકતા દાખવી હતી. જીવના જોખમે ડ્રાઇવરે સળગતી ટ્રકને પેટ્રોલ પંપથી દૂર હાઈવેની સાઈડ પર ખસેડી દીધી હતી. જો ટ્રક સમયસર પંપથી દૂર ન ખસેડાઈ હોત તો મોટો વિસ્ફોટ થઈ શકે તેમ હતો અને જાનમાલનું વ્યાપક નુકસાન થઈ શકત.ફાયર ટીમની ઝડપી કામગીરીથી સ્થિતિ પર કાબૂબનાવની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ ટ્રકની કેબિનમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ સમયસર અને ઝડપી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થયા વગર મોટી દુર્ઘટના ટળી હતી, જેનાથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward