android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: પોરબંદરની બજારમાં કેસર કેરીનું આગમન, 10 કિલોના 4 બોક્સ રૂ. 53,500માં વેચાયા
calendar_today October 26, 2026

Gujarat Latest News Live: પોરબંદરની બજારમાં કેસર કેરીનું આગમન, 10 કિલોના 4 બોક્સ રૂ. 53,500માં વેચાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Mehsanaમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો સપાટો: દવાઓની ગેરરીતિ બદલ 15 પેઢીઓને ફટકારી નોટિસ
calendar_today October 26, 2026

Mehsanaમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો સપાટો: દવાઓની ગેરરીતિ બદલ 15 પેઢીઓને ફટકારી નોટિસ

મહેસાણાથી દવાના વેપાર સાથે જોડાયેલા બેજવાબદાર તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના યુવાધનને નશાના કાળા બજાર અને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાની ખાસ સૂચનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા છેલ્લા 2 મહિનામાં જિલ્લાની કુલ 26 પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના રેકોર્ડમાં મોટી વિસંગતતા અને ગેરરીતિઓ જણાતાં મહેસાણા જિલ્લાની કુલ 15 મેડિકલ પેઢીઓને કારણ દર્શક નોટિસો ફટકારવામાં આવી છે.વિસનગરની 'કેપિટલ ફાર્મા' સામે મોટી કાર્યવાહીખાસ કરીને, કોડીન ઘટક ધરાવતી પ્રતિબંધિત કે શંકાસ્પદ દવાઓના વેચાણમાં ગંભીર ગડબડ સામે આવતાં વિસનગર સ્થિત ‘કેપિટલ ફાર્મા’ નામની પેઢીનો હોલસેલ પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે. તંત્રની આ મેગા ડ્રાઇવ દરમિયાન માત્ર નોટિસ કે લાયસન્સ રદ કરવા પૂરતું મર્યાદિત ન રહેતા કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે. કડી વિસ્તારમાં આવેલી ‘શ્રી શક્તિ મેડિકલ’ દ્વારા ડ્રગ્સ લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં અને કોઈ નવી રીન્યુઅલ અરજી કર્યા વગર જ ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ પૂરજોશમાં ચાલુ રાખવામાં આવ્યું હતું. ડ્રગ્સ નિયમોના ભંગ બદલ પરવાનો રદઆ ગંભીર બેદરકારી બદલ 'ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા-1940' (Drugs and Cosmetics Act, 1940) ની કડક જોગવાઈઓ હેઠળ આ પેઢી સામે સીધી કોર્ટમાં ફોજદારી અને કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોડીનયુક્ત દવાઓમાં ગડબડ મળતા વિસનગરની કેપિટલ ફાર્માનું લાયસન્સ રદ કરાયું છે અને કડીની પેઢી સામે કોર્ટ કાર્યવાહી કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gir-Somnath News: કોડીનાર-ઉના ફોરલેન હાઈવે પર ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત
calendar_today October 26, 2026

Gir-Somnath News: કોડીનાર-ઉના ફોરલેન હાઈવે પર ટ્રેક્ટર અને બોલેરો કાર વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત

ગીર સોમનાથ જિલ્લામાંથી અકસ્માતનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. કોડીનારથી ઉના તરફ જતા ફોરલેન હાઈવે પર આવેલા દેવળી ગામના ઓલેશ્વર વાડી વિસ્તાર નજીક પૂરઝડપે દોડતી બોલેરો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ટ્રેક્ટર રોડ ક્રોસ કરી રહ્યું હતું, તે દરમિયાન પૂરઝડપમાં આવી રહેલી બોલેરો કાર સીધી ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી.રોડ ક્રોસ કરી રહેલા ટ્રેક્ટરને કારે અડફેટે લીધુંઆ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર તેની ટ્રોલી (ડાલા) થી અચાનક અલગ થઈને રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતની દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે ખસેડાયા લોહીલુહાણ હાલતમાં બંને ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. હાઈવે પર અકસ્માત સર્જાતા થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward