android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Air Pollution: દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર... વરસાદે ધોઈ નાખ્યું પ્રદુષણ, AQI 300થી ઘટીને આટલા પર પહોંચ્યો
calendar_today October 26, 2026

Air Pollution: દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર... વરસાદે ધોઈ નાખ્યું પ્રદુષણ, AQI 300થી ઘટીને આટલા પર પહોંચ્યો

દિલ્હી-NCRના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. રવિવારે રાત્રે અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ અને કરા પડ્યા, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સોમવાર સવાર સુધીમાં હળવી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. તાપમાન ઘટીને 16°C પર પહોંચી જતાં, આ મોસમની અત્યાર સુધીની સૌથી ઠંડી સવાર રહી હતી. આ અચાનક થયેલા વરસાદને કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે; તાજેતરના દિવસોમાં જે 'એર ક્વોલિટી ઇન્ડેક્સ' (AQI) 300 સુધી પહોંચી ગયો હતો, તે હવે ઘણા વિસ્તારોમાં ઘટીને લગભગ 150 પર આવી ગયો છે.વરસાદે દિલ્હીનું પ્રદૂષણ ધોઈ નાખ્યુંસેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ, બપોરે 3:00 વાગ્યે દિલ્હીમાં AQI 175 નોંધાયો હતો, જે 'મધ્યમ' (moderate) શ્રેણીમાં આવે છે. આનો અર્થ એ છે કે હાલ પૂરતું દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 'રેડ ઝોન' (ખતરનાક સ્તર)ની બહાર છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા હજુ પણ 'ખરાબ' (poor) થી 'ખૂબ ખરાબ' (very poor) શ્રેણીમાં છે.દિલ્હીના જે વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ છે:અલીપુર: 212બવાના: 215ચાંદની ચોક: 219મથુરા રોડ: 237દ્વારકા: 224IIT દિલ્હી: 223જહાંગીરપુરી: 241JLN સ્ટેડિયમ: 212મુંડકા: 232નરેલા: 226પંજાબી બાગ: 230આર.કે. પુરમ: 255રોહિણી: 205NCRના અન્ય શહેરોમાં પણ હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. નોઈડામાં સેક્ટર-125માં AQI 122, સેક્ટર-62માં 253, સેક્ટર-1માં 142 અને સેક્ટર-116માં 117 નોંધાયો હતો. ગાઝિયાબાદના ગોવિંદપુરમ વિસ્તારમાં હવા સૌથી શુદ્ધ છે, જ્યાં AQI 59 ('સંતોષકારક') છે. ઇન્દિરાપુરમમાં AQI 154, લોની અને સંજય નગરમાં 130, વસુંધરામાં 181, વેદ વિહાર-લોનીમાં 201 અને વેવ સિટીમાં 107 નોંધાયો છે.હવે હવામાન કેવું રહેશે?હવામાન વિભાગ મુજબ, આજે 26 ઓક્ટોબરે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 16°C નોંધાયું છે. આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. 27 ઓક્ટોબરે આકાશ સ્વચ્છ રહેવાની સાથે તાપમાન 31°C થી 16°C ની વચ્ચે રહેવાની શક્યતા છે. 28 ઓક્ટોબરે આકાશ આંશિક વાદળછાયું રહેશે. જોકે, 29 અને 30 ઓક્ટોબરે હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. આગાહી મુજબ આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન આશરે 31°C–32°C અને લઘુત્તમ તાપમાન આશરે 17°C–19°C રહેવાની ધારણા છે. 31 ઓક્ટોબરે આકાશ ફરીથી આંશિક વાદળછાયું રહેશે અને તાપમાન 31°C થી 18°C ​​ની વચ્ચે રહેવાની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મહત્તમ તાપમાન આશરે 31°C ની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17°C થી 18°C ​​ની વચ્ચે રહી શકે છે. સવાર અને સાંજ દરમિયાન અનુભવાતી હળવી ઠંડક થોડી રાહત આપી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો 29-30 ઓક્ટોબરે ફરી વરસાદ પડે, તો પ્રદૂષણનું સ્તર વધુ ઘટી શકે છે, જેનાથી દિવાળી પહેલાં દિલ્હી-NCR ના રહેવાસીઓને વધુ શુદ્ધ હવા મળી શકે છે.આ પણ વાંચો: West Bengal: કોકરોચ અને ઉધઈ બંગાળમાં ફૂલેફાલે નહીં... CM સુવેન્દુ અધિકારીએ CJP પર આપ્યું મોટું નિવેદન

Read Full Story arrow_forward
Rajkot: જૂનાગઢની આંગડિયા પેઢીઓને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, કુવાડવા પાસેથી UP-બિહાર-મુંબઈની હથિયારધારી ગેંગ ઝડપાઈ!
calendar_today October 26, 2026

Rajkot: જૂનાગઢની આંગડિયા પેઢીઓને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, કુવાડવા પાસેથી UP-બિહાર-મુંબઈની હથિયારધારી ગેંગ ઝડપાઈ!

દિવાળીના તહેવારો દરમિયાન આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયાની રોકડની હેરફેર વધી જતી હોય છે, ત્યારે આ રોકડ પર નજર રાખીને સૌરાષ્ટ્રને ધ્રૂજાવી દે તેવી લૂંટને અંજામ આપવા નીકળેલી એક અત્યંત ખતરનાક અને કુખ્યાત આંતરરાજ્ય ટોળકીને રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ ઝડપી પાડી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મુંબઈના રીઢા ગુનેગારોની બનેલી આ હથિયારધારી ટોળકી જૂનાગઢની આંગડિયા પેઢીઓમાંથી રોકડ લઈને નીકળતા કર્મચારીઓને રસ્તામાં આંતરીને લૂંટવાનું પદ્ધતિસરનું ષડયંત્ર રચી ચૂકી હતી. રાજકોટ SOG ની ટીમે બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક વાંકાનેર ચોકડી પાસેથી ફિલ્મી ઢબે નાકાબંધી કરીને XUV ગાડી સાથે ૫ લૂંટારુઓને જીવલેણ હથિયારો સાથે દબોચી લીધા છે.કુવાડવા હાઈવે પર વોચ ગોઠવી XUV ગાડી ઝડપી પાડીતહેવારોના દિવસોમાં આંગડિયા પેઢીઓ કે વેપારીઓ લૂંટ-ધાડનો ભોગ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી SOG ના PI એન.બી. ચૌધરી અને બી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI બી.વી. ચુડાસમાની ટીમ સઘન પેટ્રોલિંગમાં હતી.આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની XUV 500 ગાડી (નંબર: MH-06-BE-3165) માં કેટલાક પરપ્રાંતીય શખ્સો જીવલેણ હથિયારો સાથે લૂંટ કરવાના ઈરાદે રાજકોટ તરફ આવી રહ્યા છે.SOG ની ટીમે કુવાડવા વાંકાનેર ચોકડી પાસે તાબડતોબ વોચ ગોઠવી શંકાસ્પદ XUV ગાડીને ઘેરી લીધી હતી. ગાડીની તલાશી લેતાં તેમાંથી દેશી પિસ્ટલ, ધારદાર છરીઓ, બેઝબોલનો ઘોકો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 5,61,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી ૫ આરોપીઓની ધરપકડ કરી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં BNS ની લૂંટ અને ધાડની તૈયારી તથા આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.પકડાયેલા આરોપીઓ અને ગુનાહિત કુંડળીરંજનકુમારસિંહ ફિરંગીસિંહ રાજપુત (ઉં.વ. 45, રહે. પશ્ચિમ ચંપારણ, બિહાર) ટોળકીનો મુખ્ય સૂત્રધાર, જેના વિરુદ્ધ બિહારના બેતીયા, સુગૌલી, લૌરીયા અને બગહા પોલીસ મથકોમાં લૂંટ, ધાડ, ખૂન અને NDPS એક્ટ હેઠળ 9 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.જાકીરઅલી લીયાકતઅલી (ઉં.વ. 55, રહે. પ્રતાપગઢ, UP): અગાઉ મારામારી, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે.સૈફુદ્દીન નજમીયા અંસારી (ઉં.વ. 45, રહે. જૈસવાલનગર, UP) અગાઉ ખૂન, લૂંટ અને ધાડના કેસોમાં જેલ જઈ ચૂક્યો છે.મહંમદ શાહબાઝ શેખ (ઉં.વ. 31, મૂળ UP, હાલ રહે. વડાલા ઈસ્ટ, મુંબઈ).સંજય સૂર્યનારાયણસિંહ રાજપુત (ઉં.વ. ૪૮, રહે. કલવા, થાણે, મહારાષ્ટ્ર). ફરાર આરોપી: મહેબૂબ (રહે. કોહડીર, પ્રતાપગઢ, UP) ની શોધખોળ માટે ટીમો રવાના કરવામાં આવી છે.જામનગર-જૂનાગઢમાં કરી હતી રેકીઝડપાયેલી આંતરરાજ્ય ગેંગે પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓએ સૌરાષ્ટ્રના જામનગર અને જૂનાગઢ જેવા વેપારી કેન્દ્રોમાં આવેલી આંગડિયા પેઢીઓની અગાઉથી રેકી કરી લીધી હતી.જૂનાગઢની અલગ-અલગ આંગડિયા શાખાઓમાંથી નિયમિત મોટી રોકડ રકમ લઈને નીકળતા કર્મચારીઓ કયા રૂટ પર જાય છે અને ક્યારે નીકળે છે તેની તમામ માહિતી ભેગી કરી લીધી હતી.દિવાળીના તહેવાર દરમિયાન આંગડિયા કર્મીઓ પર રસ્તામાં હથિયારો વડે હુમલો કરી રોકડ ભરેલી બેગ આંચકીને અન્ય રાજ્યમાં ફરાર થઈ જવાનો પ્લાન હતો, પરંતુ રાજકોટ SOG ની સતર્કતાથી એક મોટી સનસનાટીભરી ઘટના બનતાં અટકી ગઈ છે.આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરમાં વીજ કંપનીના કામ સામે વિરોધ વધ્યો, ઉશ્કેરાયેલા શખ્સે લોકો પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયાસ

Read Full Story arrow_forward
Surendranagarમાં ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો: સરકારી બસો આગળ પેસેન્જર ભરતા વાહનો સામે સંયુક્ત કાર્યવાહી
calendar_today October 26, 2026

Surendranagarમાં ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો: સરકારી બસો આગળ પેસેન્જર ભરતા વાહનો સામે સંયુક્ત કાર્યવાહી

Surendranagarમાં ફ્લાઈંગ સ્ક્વોડનો સપાટો: સરકારી બસો આગળ પેસેન્જર ભરતા વાહનો સામે સંયુક્ત કાર્યવાહીસુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર રીતે મુસાફરોની હેરાફેરી કરતા અને ટ્રાફિકના નિયમો નેવે મૂકતા વાહનચાલકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી મળતી અનેક ફરિયાદોને આધારે ટ્રાફિક પોલીસ, એસટી (ST) વિભાગ અને આરટીઓ (RTO) વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાસ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આ સંયુક્ત ટીમો દ્વારા સુરેન્દ્રનગરના જોરાવરનગર એસટી બસ સ્ટેન્ડ તેમજ દુધરેજ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી રેડ પાડીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે ગેરકાયદે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.RTO અને પોલીસની સંયુક્ત રેડતપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે કેટલાક અનધિકૃત વાહનચાલકો એસટી (સરકારી) બસોની આગળ-પાછળ પોતાની ગાડીઓ દોડાવીને બસ સ્ટેન્ડ નજીકથી જ ગેરકાયદેસર રીતે પેસેન્જરો ભરી લેતા હતા. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિના કારણે એસટી વિભાગને આર્થિક નુકસાન થવાની સાથે મુસાફરોની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થતું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને સંયુક્ત ટીમે નિયમો વિરુદ્ધ દોડતા અનેક ટ્રાવેલર્સ તેમજ પેસેન્જર લોડિંગ વાહનોને સ્થળ પર જ જપ્ત કરવાની લદાયી કાર્યવાહી કરી હતી.ગેરકાયદે પેસેન્જર વાહનો જપ્તતંત્ર દ્વારા કરવામાં આવેલી આ અચાનક અને કડક કામગીરીથી ગેરકાયદે રીતે ખાનગી વાહનોમાં મુસાફરો ભરતા એજન્ટો અને ચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. જપ્ત કરાયેલા વાહનોને પોલીસ મથકે અને સંબંધિત વિભાગોમાં ખસેડીને કાયદેસરની દંડકીય તેમજ પ્રક્રિયાગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ મુસાફરોની સુરક્ષા અને સરકારી નિયમોના પાલન માટે આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward