android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sandesh Digital Explainer: દિવસે વીજળી ફૂલ ને રાત્રે ગ્રીડ ખાલીખમ! જાણો ગુજરાતના પાવર પ્લાન્ટ્સ કેમ હાંફી ગયા
calendar_today October 17, 2026

Sandesh Digital Explainer: દિવસે વીજળી ફૂલ ને રાત્રે ગ્રીડ ખાલીખમ! જાણો ગુજરાતના પાવર પ્લાન્ટ્સ કેમ હાંફી ગયા

દેશભરમાં 'પાવર સરપ્લસ' (વીજળીની વધારાની ઉપલબ્ધતા ધરાવતું) રાજ્ય ગણાતા ગુજરાતમાં અચાનક વીજ સંકટના વાદળો ઘેરાયા છે. ઑક્ટોબર મહિનામાં રાજ્યમાં વીજળીની પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ ની ઓલ-ટાઈમ હાઈ સપાટી વટાવી ગઈ છે, જેના કારણે રાજ્ય સરકારે છેવટે કેન્દ્ર સરકાર સમક્ષ 1,000 મેગાવોટ વધારાના પાવરની માંગણી કરવી પડી છે. સામાન્ય નાગરિકના મનમાં પ્રશ્ન થાય કે જે રાજ્યમાં છત પર સોલાર પેનલ્સ અને દરિયાકાંઠે પવનચક્કીઓનું જાળું પથરાયેલું છે, ત્યાં અચાનક અછત કેમ ઊભી થઈ?ગુજરાતમાં કુલ વીજ ક્ષમતા કેટલી છે? સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) અને ઊર્જા મંત્રાલયના અહેવાલો મુજબ, ગુજરાત દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતાં રાજ્યોમાં અગ્રેસર છે. રાજ્યની કુલ સ્થાપિત ક્ષમતા (Installed Capacity) 75,000 મેગાવોટ (75 ગીગાવોટ) થી વધુ છે.કયા સ્ત્રોતમાંથી કેટલી ક્ષમતા છે, તેનો વાસ્તવિક ચિતારતો પછી સંકટ ક્યાં ઊભું થયું? 'ધ સોલાર ટ્રેપ' અને સાંજનો સમયગુજરાત સામે ઊભી થયેલી સમસ્યા ઉત્પાદન ક્ષમતાની નથી, પરંતુ ઉત્પાદનની ઉપલબ્ધતાની છે.રાજ્યની કુલ ક્ષમતામાં 50,000મેગાવોટથી વધુ હિસ્સો રિન્યુએબલ એનર્જી (સોલાર + વિન્ડ) નો છે.દિવસે જ્યારે તડકો હોય છે ત્યારે રૂફટોપ સોલાર અને વિશાળ સોલાર પાર્ક્સ ધમધમે છે, જેથી દિવસનો પાવર આસાનીથી નીકળી જાય છે. પરંતુ સાંજે 6:30 વાગ્યા પછી સોલાર જનરેશન સીધું શૂન્ય (Zero) થઈ જાય છે.પવનની ગતિ મંદ પડીઑક્ટોબર મહિનામાં ચોમાસું વિદાય લેતું હોવાથી પવનની ઝડપ ઘટી જાય છે. પરિણામે 15,000 મેગાવોટથી વધુની ક્ષમતા ધરાવતી વિન્ડ ટર્બાઈનો પણ માંડ 20 થી 25 ટકા ક્ષમતાએ વીજળી ઉત્પન્ન કરી શકે છે.પાણીની મર્યાદા (હાઇડ્રો પાવર)નર્મદા (સરદાર સરોવર) અને ઉકાઈ જેવા ડેમ પર માત્ર 2,000 મેગાવોટ જેટલી જ હાઇડ્રો ક્ષમતા છે. હાઇડ્રો પાવર સામાન્ય રીતે બેઝ લોડ કે કટોકટીમાં થોડા કલાકો માટે જ વાપરી શકાય છે, તે 24 કલાક સમગ્ર રાજ્યનો લોડ ઉપાડી શકતો નથી.કોલસા અને ગેસ પ્લાન્ટ્સ પર અસહ્ય બોજરિન્યુએબલ પાવર ઓછો થતાં રાત્રિનો તમામ ભાર કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સ પર આવે છે. પરંતુ કોલસા આધારિત પ્લાન્ટ્સ રાતોરાત પોતાની ક્ષમતાથી બમણું ઉત્પાદન કરી શકતા નથી. વળી, મોંઘા ગેસને કારણે ગેસ પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતાથી ચલાવવા આર્થિક રીતે પોસાય તેમ નથી.અલ નીનો અને અસામાન્ય ગરમી; માગમાં સીધો 26.60% નો ઉછાળોઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે ઠંડક શરૂ થતી હોય છે અને એસી-પંખાનો વપરાશ ઘટે છે. પરંતુ વૈશ્વિક વાતાવરણમાં સક્રિય 'અલ નીનો' (El Niño) ના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી ઊંચું રહ્યું છે. અસહ્ય ઉકળાટને કારણે ઘરો અને ઓફિસોમાં મોડી રાત સુધી એર કંડિશનર્સ (AC) ચાલુ રહે છે.વરસાદ ખેંચાતાં અને શિયાળુ પાકની વાવણીની શરૂઆત થતાં ખેડૂતોને કૂવા અને બોરવેલના પંપ ચલાવવા રાત્રે વીજળીની તાતી જરૂર પડી છે.આ બેવડા ફટકાથી માત્ર 7 દિવસમાં વીજ વપરાશમાં 26.60% નો જંગી ઉછાળો આવ્યો અને માંગ 29,822 મેગાવોટે પહોંચી ગઈ.સરકારનો પ્લાન B, કેન્દ્ર પાસે 1000 મેગાવોટ અને ઉદ્યોગો પર કાપરાજ્યમાં અંધારપટ ટાળવા માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે બે સ્તરીય વ્યૂહરચના અપનાવી છે. નેશનલ પાવર ગ્રીડના સેન્ટ્રલ પૂલમાંથી તાત્કાલિક ધોરણે 1,000 મેગાવોટ પાવર ફાળવવા કેન્દ્ર સમક્ષ હાથ ફેલાવ્યા છે, જેથી સાંજથી રાતના ગાળામાં ગ્રીડ સ્થિર રહે.  જ્યાં સુધી વધારાનો પાવર ન મળે ત્યાં સુધી મોટા ઉદ્યોગ ગૃહોને સાંજના પીક-અવર્સ (સાંજે 6 થી રાત્રે 10) દરમિયાન પાવર કંજમ્પશન ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી રહેણાંક અને કૃષિ ક્ષેત્રમાં વીજ કાપ ન આપવો પડે.આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં વીજળીની માગમાં 26.60નો તોતિંગ ઉછાળો થતા સચિવાલયમાં દોડધામ; ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક

Read Full Story arrow_forward
Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો
calendar_today October 17, 2026

Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો

અમદાવાદમાં વર્ષ 2026 ના નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરભરમાં પાર્ટી પ્લોટ્સમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જોકે મોંઘાદાટ પાસ ખરીદીને ગરબે ઘૂમવા પહોંચેલા ખેલૈયાઓ માટે કેટલીક જગ્યાએ આયોજકોની બેદરકારી મુસીબત બની રહી છે.અમદાવાદના સફેદ પરિંદે ગરબામાં પહેલા જ દિવસે ભારે હોબાળો અમદાવાદના લપકામણા વિસ્તારમાં આયોજિત જાણીતા સફેદ પરિંદે ગરબામાં પહેલા જ દિવસે ભારે અવ્યવસ્થાના કારણે ખેલૈયાઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. લોકોએ 13 થી 15 હજાર સુધીના મોંઘા પાસ ખરીદ્યા હોવા છતાં ગ્રાઉન્ડ પર પાર્કિંગ, પીવાનું પાણી કે બેસવા જેવી પાયાની સુવિધાઓ પણ મળી નહોતી. ==ભોજન-પાણી ખૂટ્યા: ખેલૈયાઓએ જાતે પિત્ઝા બનાવ્યા અનલિમિટેડ ફૂડની મોટી જાહેરાતો વચ્ચે ગરબા શરૂ થયાના માત્ર 2 કલાકમાં જ ભોજન અને પાણી ખૂટી પડ્યા હતા. કેટરિંગ સ્ટાફ ગાયબ થઈ જતાં ભૂખ્યા થયેલા કેટલાક ખેલૈયાઓએ જાતે જ પિત્ઝા બનાવવા પડ્યા હોવાનો દાવો કર્યો હતો. ભીડ વધતાં આયોજકોએ ગેટ બંધ કરી દેતાં બહાર ઊભેલા લોકો રોષે ભરાયા હતા, જે બાદ પોલીસે વચ્ચે પડીને એન્ટ્રી શરૂ કરાવવી પડી હતી. માતાજીની આરાધનાના નામે હજારો રૂપિયા પડાવીને લોકોને લૂંટતા આવા આયોજકો સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે તેવા સવાલો સાથે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે, ત્યારે આજે બીજા દિવસે વ્યવસ્થામાં સુધારો થશે કે નહીં તે જોવું રહ્યું.રાતલડી ગરબામાં મેનેજમેન્ટના નામે ધાંધિયાઅમદાવાદના રાતલડી ગરબામાં ગયેલા એક યુવકે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આયોજકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેણે આને જીવનનો સૌથી ખરાબ અનુભવ ગણાવતા કહ્યું કે મોંઘા પાસ છતાં કોઈ સુવિધા નહોતી. તેની નજર સામે જ લગભગ 200 લોકોને મફત એન્ટ્રી આપી દેવાઈ હતી અને ડ્રેસ કોડ વગર લોકો જીન્સમાં પણ પહોંચી ગયા હતા.  ==ભારે ભીડ અને નેટવર્કની સમસ્યાગ્રાઉન્ડમાં ભારે ભીડને કારણે ગરબા રમવા જગ્યા નહોતી અને લોકો એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. નેટવર્ક ન હોવાથી ડિસ્ટ્રિક્ટ એપ પર ટિકિટનો ક્યૂઆર કોડ ખોલવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. યુવકે સલાહ આપી કે અહીં જવા કરતાં ઓરિજિનલ મંડલી જેવા સારા ગરબામાં જવું જોઈએ, કારણ કે અહીં મેનેજમેન્ટ નથી પણ માત્ર પૈસા કમાવવાનું જ કામ થઈ રહ્યું છે. મોંઘા પાસ છતાં ગરબામાં ભારે અવ્યવસ્થાનવરાત્રિ દરમિયાન ગરબા આયોજકોની ગેરવ્યવસ્થા સામે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક યુવતીએ વીડિયો શેર કરીને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તેણે 3 લોકો માટે 7,854 રૂપિયાના પાસ લીધા હતા, પરંતુ આ બધા પૈસા પૂરેપૂરા પાણીમાં ગયા છે. ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને પરિસ્થિતિ એટલી હદે ઓવરક્રાઉડેડ હતી કે અંદર જઈને ગરબા રમવાનું અશક્ય બની ગયું હતું.  ==પાર્કિંગના નામે પણ પૈસાની માગણીયુવતીએ આક્ષેપ કર્યો કે ગ્રાઉન્ડ પર ટુ-વ્હીલર પાર્કિંગ માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. વાહનો રોડ પર પાર્ક કરાવવામાં આવ્યા હતા અને એક્ટિવા પાર્ક કરાવવા બદલ પણ ત્યાં હાજર વ્યક્તિ ચા-પાણીના પૈસા માગી રહી હતી. તેણે આયોજકો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો આટલી ભીડ સાચવી શકાતી નથી, તો આટલા બધા પાસ શા માટે વેચવામાં આવે છે. મેનેજમેન્ટના અભાવે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.સેક્રેડ રાસ ગરબામાં ભારે ભીડથી ખેલૈયાઓ પરેશાનનવરાત્રિમાં અમદાવાદના ગરબા આયોજનોમાં અવ્યવસ્થાના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે સેક્રેડ રાસ ગરબાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવતીએ પોતાનો આક્રોશ ઠાલવતા લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ક્રિએટર્સની સ્ટોરી કે થીમ ડેકોરેશન જોઈને અહીં જવાની ભૂલ ન કરવી. તેણે જણાવ્યું કે ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને પરિસ્થિતિ એટલી હદે ઓવરક્રાઉડેડ હતી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું.  પૈસાની લાલચમાં વધારે ટિકિટો વેચ્યાનો આક્ષેપયુવતીએ આક્ષેપ કર્યો કે આયોજકોએ માત્ર પૈસા કમાવાની લાલચમાં ક્ષમતા કરતાં ઘણી વધારે ટિકિટો વેચી દીધી હતી. જનરલ તો ઠીક, ગોલ્ડ અને વીઆઈપી સેક્શનમાં પણ પગ મૂકવાની જગ્યા નહોતી. ગાયક હરિઓમ ગઢવીના સૂર અને સેટઅપ સારું હોવા છતાં, ગરબા રમવા માટે જ જગ્યા ન મળતા લોકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી. જ્યારે લોકો કંટાળીને ડેકોરેશન પાસે ફોટા પાડવા બહાર આવ્યા, ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સ તેમને ત્યાં પણ રોકી રહ્યા હતા.  મેદાનમાં પથ્થરો અને પાર્કિંગથી મુશ્કેલીનવરાત્રિના પહેલા દિવસે શંખુઝ ખાતે આયોજિત સિંગર ઈશાની દવેના ગરબા ઈવેન્ટમાં ભારે ગેરવ્યવસ્થા સામે આવી છે. આ ઈવેન્ટમાં ગયેલી એક યુવતીએ સોશિયલ મીડિયા પર રિવ્યૂ વીડિયો શેર કરીને જણાવ્યું કે પૈસા આપીને પાસ ખરીદ્યા હોવા છતાં ગેટ પર કોઈએ પાસ ચેક પણ નહોતા કર્યા અને લોકો આડેધડ લાકડાના બેરિકેડ્સમાંથી અંદર ઘૂસી રહ્યા હતા. આ ઉપરાંત આખા ગ્રાઉન્ડમાં નાના-મોટા પથ્થરો પથરાયેલા હોવાથી પગમાં ઈજા થવાના ડરે ગરબા રમવાની કોઈ મજા આવી નહોતી અને પાર્કિંગ પણ ઘણું દૂર હોવાના કારણે લોકોને લાંબુ અંતર ચાલીને જવાની ફરજ પડી હતી. આમ, યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોંઘા પાસ ખરીદવા છતાં ખેલૈયાઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી છે. રંગ મોરલા ગરબામાં વધુ પડતી ભીડથી ખેલૈયા નારાજપાંચમા દિવસે આયોજિત રંગ મોરલા ગરબામાં આદિત્ય ગઢવીના શાનદાર પર્ફોર્મન્સ છતાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. ગ્રાઉન્ડ નાનું હોવા છતાં ક્ષમતા કરતાં વધારે લોકોને પ્રવેશ અપાતાં ખેલૈયાઓને ગરબે રમવાની તો દૂર, સરખી રીતે ઊભા રહેવાની પણ જગ્યા મળી નહોતી. લોકો સેટિંગ કરીને અંદર ઘૂસી જતાં મોંઘા પાસ લઈને આવેલા લોકોનો અનુભવ બગડ્યો હતો અને ફોટો પડાવવા માટે પણ લાંબો સમય રાહ જોવી પડી હતી. ગ્રાઉન્ડની કેપેસિટી મુજબ જ પાસ વેચવા જોઈએ તેવી નારાજગી વ્યક્ત કરીને આ ઇવેન્ટને 10 માંથી માત્ર 4 રેટિંગ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો-South vs Bollywood : નેટફ્લિક્સ પર વાગ્યો સાઉથનો ડંકો! ટોપ 10 લિસ્ટમાં 7 સાઉથ ફિલ્મો છવાઈ!

Read Full Story arrow_forward
Suratના ઓલપાડમાં સાયણ રેલવે બ્રિજ પાસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ!
calendar_today October 17, 2026

Suratના ઓલપાડમાં સાયણ રેલવે બ્રિજ પાસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ!

સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની ટીમે નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી સામે લાલ આંખ કરીને વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે સાયણ રેલવે બ્રિજ નીચેથી ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને 16 કિલોથી વધુ નશીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ રૂ.8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.સાયણ રેલવે બ્રિજ નીચે દરોડો અને મુદ્દામાલ જપ્તઓલપાડ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સાયણ રેલવે બ્રિજ નીચે મોપેડ પર ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી મળી આવેલો 16 કિલોથી વધુ ગાંજો, વપરાશમાં લેવાયેલા મોબાઈલ અને મોપેડ વાહન સહિત કુલ રૂ.8.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.બે આરોપીઓની અટકાયત અને બે વોન્ટેડ જાહેરપોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન નશાના આ કારોબારમાં અન્ય બે શખ્સોની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બાકીના બે ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.NDPS એક્ટ હેઠળ ગુનો દાખલઓલપાડ પોલીસે આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ નશીલો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward