android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rudrapur Viral Video: પોલીસ ચેકિંગથી ભાગવાના ચક્કરમાં બાઈક ભગાડી, પાછળ બેઠેલી મહિલા પડી રસ્તા પર, છતાં યુવક..
calendar_today October 17, 2026

Rudrapur Viral Video: પોલીસ ચેકિંગથી ભાગવાના ચક્કરમાં બાઈક ભગાડી, પાછળ બેઠેલી મહિલા પડી રસ્તા પર, છતાં યુવક..

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના રુદ્રપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ચેકપોઇન્ટ દરમિયાન ચેકિંગથી બચવાના ચક્કરમાં એક બાઈક સવારે અચાનક ગાડી પલટી મારી દીધી હતી. આ અચાનક મારેલા વળાંકને કારણે પાછળ બેઠેલી મહિલા રસ્તા પર પટકાઈ ગઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે મહિલા પડી જવા છતાં બાઈક સવાર રોકાયો નહીં અને વાહન લઈને આગળ ભાગી ગયો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ત્રિશૂલ ચોક પર પોલીસ ચેકિંગ દરમિયાન બની ઘટનાઆ ઘટના રુદ્રપુરના ત્રિશૂલ ચોક વિસ્તારમાં બની હતી. ત્યાં સ્થાનિક પોલીસ ટીમ હેલ્મેટ અને નંબર પ્લેટ વગરના વાહનોનું વિશિષ્ટ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન જ એક મોટરસાઈકલ સવાર ત્યાંથી પસાર થયો. પોલીસને જોઈને દંડ કે કાર્યવાહીથી બચવા માટે તેણે અચાનક જ વધુ સ્પીડમાં બાઈક વાળી દીધી હતી. આ આંચકાને કારણે પાછળ બેઠેલી મહિલા પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને રસ્તા પર નીચે પડી ગઈ.ઘટના અંગે રુદ્રપુર પોલીસ અને સીઓનું નિવેદનરુદ્રપુરના સીઓ (CO) વિભવ સૈનીના જણાવ્યા અનુસાર, ત્રિશૂલ ચોક પર નંબર પ્લેટ વગરના વાહનોની તપાસ ચાલુ હતી ત્યારે આ બાઈકરે ચેકિંગથી બચવા પુરઝડપે રસ્તો બદલ્યો હતો. પોલીસે તાત્કાલિક મહિલા પાસે પહોંચીને તેની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી. મહિલાએ જણાવ્યું કે સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી કાઉન્સેલિંગ કરીને મહિલાને સુરક્ષિત ઘરે મોકલી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ તમામ વાહનચાલકોને અપીલ કરી છે કે આવી રીતે બેદરકારીથી વાહન ન ચલાવવું જોઈએ, જે જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.રસ્તા પર અચાનક વળાંક લેવો કેટલો ખતરનાક?આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો છે, પરંતુ સાર્વજનિક રસ્તા પર સ્પીડમાં અચાનક દિશા બદલવી અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે—ખાસ કરીને જ્યારે પાછળ કોઈ સહ-મુસાફર (Pillion Rider) બેઠું હોય. અચાનક વળાંક લેવાથી પાછળ બેઠેલી વ્યક્તિનું સંતુલન બગડે છે અને જો પાછળથી કોઈ અન્ય વાહન આવતું હોય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પોલીસ ચેકિંગથી ભાગવાના ચક્કરમાં કરવામાં આવતી આવી ઉતાવળ પોતાના તેમજ અન્ય લોકોના જીવન માટે મોટું જોખમ ઊભું કરે છે. રસ્તા પર થોડીક સેકન્ડની ઉતાવળ અથવા નિયમોનું ઉલ્લંઘન મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે.આ પણ વાંચો : Crime : દુષ્કર્મના આરોપીએ કોન્સ્ટેબલને બચકું ભર્યું, તપાસમાં આરોપી એચઆઇવી પોઝિટિવ નીકળતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Ahmedabadના સરદારનગરમાં ભુવા દીપક પરમારે મંદિરમાં જ સળગીને કરી આત્મહત્યા!
calendar_today October 17, 2026

Ahmedabadના સરદારનગરમાં ભુવા દીપક પરમારે મંદિરમાં જ સળગીને કરી આત્મહત્યા!

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોતે જે મંદિરમાં પૂજા કરતા હતા ત્યાં જ ભૂવા દીપક પરમારે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા મૃતકે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં કેટલાક લોકો દ્વારા તેમને અસહ્ય માનસિક ત્રાસ આપવા અને રૂ.20 લાખની માંગણી કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવ અંગે મૃતકની પત્નીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.રૂ.20 લાખની ખંડણીનો આક્ષેપઘટના અંગે મળતી વિગતો અનુસાર, ભૂવા દીપક પરમારને કેટલાક શખ્સો દ્વારા ભોગ બનનાર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની ધમકી આપીને સતત બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. આરોપીઓ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપીને તેમની પાસે રૂ.20 લાખની ખંડણી માંગતા હતા. આ સતત પરેશાની અને માનસિક ત્રાસથી કંટાળીને ભૂવાએ આત્મહત્યા કરતા પહેલા સમગ્ર આપવીતી વર્ણવતો વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ મંદિરમાં જ જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મઘાતી પગલું ભર્યું હતું.6 લોકો સામે ગુનો દાખલઆ કરુણ ઘટના બાદ મૃતક દીપક પરમારની પત્નીએ હિમ્મત દાખવીને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં દુષ્કર્મની ખોટી ધમકી આપનાર મહિલા સહિત કુલ 6 લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો છે. વિડીયોમાં કરાયેલા ઉલ્લેખ અને પુરાવાઓને આધારે એરપોર્ટ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment to Suicide) ની કલમો હેઠળ તપાસ તેજ કરી છે અને તમામ આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha News:ખાખીધારી નરાધમનો આતંક! દુષ્કર્મના આરોપી PSIએ પિસ્તોલ બતાવી કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ!
calendar_today October 17, 2026

Banaskantha News:ખાખીધારી નરાધમનો આતંક! દુષ્કર્મના આરોપી PSIએ પિસ્તોલ બતાવી કર્યો યુવતીના અપહરણનો પ્રયાસ!

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. પાલનપુરના ગઢ પોલીસ લાઇન વિસ્તારમાં રાધનપુરના એક PSI દ્વારા પિસ્તોલ બતાવી યુવતીના અપહરણનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ બેડામાં પણ સોંપો પડી ગયો છે.નવરાત્રિના માહોલનો ફાયદો ઉઠાવી PSI એ રચ્યું હતું કાવતરુંપ્રાપ્ત વિગતો અનુસાર, જે સમયે આ ઘટના બની ત્યારે પીડિતા યુવતીનો પરિવાર નવરાત્રિમાં ગરબે રમવા માટે ગયો હતો. આરોપી PSI પ્રવીણ મોરીએ આ જ તક ઝડપી લીધી હતી અને ઘરમાં એકલી રહેલી યુવતીને નિશાન બનાવી હતી. આરોપીએ પિસ્તોલ બતાવી યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે.યુવતીની બૂમાબૂમથી જાગ્યા લોકો, વોશરૂમ જવાના બહાને ફરાર થયો આરોપીઅપહરણના આ ભયાનક પ્રયાસ સામે યુવતીએ હિંમત દાખવીને જોર-જોરથી બૂમાબૂમ કરી હતી. યુવતીના અવાજ સાંભળીને આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપી PSIને ઝડપી લીધો હતો. સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં વોશરૂમ જવાના બહાને નરાધમ PSI પ્રવીણ મોરી પોલીસની પકડમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો.અગાઉ પણ દુષ્કર્મના આક્ષેપો છતાં ફરી બની ગંભીર ઘટનાઆરોપી PSI પ્રવીણ મોરી સામે અગાઉ પણ આ જ યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગી ચુકેલો છે. અગાઉનો કેસ ચાલુ હોવા છતાં ફરીથી આ પ્રકારની હરકત સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતાને ઢસડીને માર માર્યાનો પણ ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે.ગઢ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપવા 3 ટીમો બનાવી તજવીજ હાથ ધરીઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને આરોપી PSI પ્રવીણ મોરી વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે 3 અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Banaskanthaના ડીસામાં ફૂડ વિભાગનો મોટો ધડાકો, લાઠીબજારમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયું રૂ. 7.92 લાખનું શંકાસ્પદ ઘી!

Read Full Story arrow_forward