android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pm Modi Visit Varanasi: વારાણસીમાં PM મોદી, નમો ઘાટ પર એર શોના સાક્ષી બન્યા વડાપ્રધાન
calendar_today October 25, 2026

Pm Modi Visit Varanasi: વારાણસીમાં PM મોદી, નમો ઘાટ પર એર શોના સાક્ષી બન્યા વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા. તેઓ અહીં 'નમો ઘાટ' ખાતે ભારતીય વાયુસેનાના એર શો (હવાઈ પ્રદર્શન)ના સાક્ષી બનશે. આ ઉપરાંત, તેઓ વારાણસીમાં એક ટેક્સટાઈલ (વસ્ત્ર) ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે. આજે બાદમાં, પ્રધાનમંત્રી ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાત લેશે, જ્યાં તેઓ આરબીઆઈ (RBI) ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. બંને રાજ્યોમાં પ્રધાનમંત્રીની મુલાકાત માટેની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે.નમો ઘાટ પર ભારતીય વાયુસેનાના શૌર્ય પ્રદર્શનથી પ્રસન્ન વડાપ્રધાનવારાણસીના નમો ઘાટ ખાતે આયોજિત એર શોમાં, 100થી વધુ વિમાનો અને હેલિકોપ્ટરોએ આકાશમાં કરતબો બતાવીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળો જેમાં વાયુસેનાનો પણ સમાવેશ થાય છે. તેમના શૌર્યને નજીકથી નિહાળ્યું. આ દરમિયાન તેમણે 'જય હિંદ'ના સંકેત સાથે અભિવાદન કર્યું. વડાપ્રધાનને આમ કરતા જોઈને ત્યાં હાજર લોકોએ ઉત્સાહપૂર્વક તાળીઓ પાડીને પ્રતિભાવ આપ્યો. =ભારતીય વાયુસેનાએ નમો ઘાટ પર બતાવી તાકાતકાશીના નમો ઘાટ પર ભારતીય વાયુસેનાએ તાકાત બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આ પ્રભાવશાળી પ્રદર્શન નિહાળી રહ્યા છે. આ કાર્યક્રમની શરૂઆત હેલિકોપ્ટરોના પ્રદર્શન સાથે થઈ. આ આકાશી પ્રદર્શનમાં સુખોઈ, રાફેલ અને જગુઆર જેવા વિમાનો ભાગ લઈ રહ્યા છે. આ એર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. =12 એરબેઝ પરથી વિમાનોએ ઉડાન ભરીઆ એર શો માટે, દેશભરના ૧૨ એરબેઝ પરથી વિમાનોએ ઉડાન ભરી હતી, જેમાં ચેન્નાઈ અને ગ્વાલિયરના એરબેઝનો પણ સમાવેશ થાય છે. કાશીમાં આટલા મોટા પાયે આયોજિત થયેલું આ પ્રથમ હવાઈ પ્રદર્શન હતું, જેમાં ફાઈટર જેટ અને પરિવહન વિમાનોથી લઈને હેલિકોપ્ટર સુધીના વિવિધ પ્રકારના વિમાનો સામેલ હતા.આ એર શોમાં રાફેલ, મિરાજ-2000, સુખોઈ, મિગ-29 અને જગુઆર જેવા ફાઈટર જેટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અપાચે અને ચિનૂક હેલિકોપ્ટર તેમજ C-295, C-17 અને C-130 જેવા પરિવહન વિમાનોએ પણ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. =આકાશમાં કાશીની સાંસ્કૃતિક ઓળખનું દર્શનલશ્કરી વિમાનોના પ્રદર્શન ઉપરાંત, આ એર શોમાં કાશીની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખની ઝલક પણ જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન, વિમાનોએ આકાશમાં વિવિધ આકારો રચ્યા હતા, જે મહાદેવ, નટરાજ, કૈલાશ, વિશ્વનાથ, ત્રિદેવ, વરુણ, હનુમાન, ઓમકાર, ભગીરથી, કાશી અને રુદ્ર જેવા વિષયોને દર્શાવતા હતા.સમર્થકોને જોઈને વડાપ્રધાન મોદીએ કાર રોકાવી, બહાર આવીને તેમનું અભિવાદન કર્યુંરવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એર શોમાં હાજરી આપવા માટે સડક માર્ગે 'નમો ઘાટ' જઈ રહ્યા હતા. પોલીસ લાઈન્સથી નમો ઘાટ સુધીના માર્ગ પર, વિવિધ સ્થળોએ એકત્ર થયેલા લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ભદૌ ચુંગી નજીક, વડાપ્રધાનની એક ઝલક મેળવવાની આશામાં હજારો લોકો રસ્તાની બંને બાજુએ ઊભા હતા. પોતાના સમર્થકોનો ઉત્સાહ જોઈને વડાપ્રધાન મોદીએ પોતાની કાર રોકાવી; ત્યારબાદ તેઓ કારમાંથી બહાર આવ્યા અને ભીડ તરફ હાથ હલાવી તેમનું અભિવાદન કર્યું.કાશીમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શરૂકાશીમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે. ૭ કિલોમીટર લાંબો આ કાફલો વારાણસીના નમો ઘાટ ખાતે સંપન્ન થશે. રોડ શો દરમિયાન સમર્થકોએ પ્રધાનમંત્રી પર પુષ્પવર્ષા કરી હતી. પ્રધાનમંત્રી મોદી નમો ઘાટ ખાતે યોજાનાર એર શો પણ નિહાળશે. =પ્રધાનમંત્રી મોદીએ ટેક્સટાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુંપ્રધાનમંત્રી મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક ટેક્સટાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. રૂપપુરમાં સ્થિત 'અરવિંદ ટેક્સટાઈલ મિલ' 100 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ મહિલા કામદારો સાથે વાતચીત કરી અને ફેક્ટરીની મુખ્ય વિશેષતાઓ જાણવા માટે સમગ્ર પરિસરનું નિરીક્ષણ કર્યું. આ પહેલથી ઘણા લોકોને રોજગારીની તકો મળવાની અપેક્ષા છે. વારાણસીમાં ટૂંક સમયમાં પ્રધાનમંત્રીનો રોડ શો પણ યોજાનાર છે. =વારાણસીમાં રાફેલ જેટ વિમાનોનો ગર્જનાટવારાણસીમાં એર શો શરૂ થતાં જ રાફેલ ફાઈટર જેટ વિમાનોની ગર્જના સંભળાઈ રહી છે. આ વિમાનો આકાશમાં દિલકશ કરતબો બતાવી રહ્યા છે, અને તેમના એન્જિનનો પ્રચંડ અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો છે. એર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યે પહોંચશે અને એક નવા ટેક્સટાઈલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ નમો ઘાટ ખાતે ભારતીય વાયુસેનાના એર શોમાં પણ હાજરી આપશે. વારાણસીમાં પ્રધાનમંત્રીની મુલાકાત માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે વારાણસી પહોંચે તેવી શક્યતા છે.આ પણ વાંચો: Air Pollution: માયાનગરી મુંબઈની હવા બની ઝેરી! રાજધાની કરતા બમણો AQI 322ને પારhttps://sandesh.com/india/news/mumbai-aqi-322-very-poor-vs-delhi-aqi-167-best-october-air-quality-cpcb

Read Full Story arrow_forward
IMD Alert: ઓડિશા અને પુડુચેરી પર વાવાઝોડાનું સંકટ, ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ
calendar_today October 25, 2026

IMD Alert: ઓડિશા અને પુડુચેરી પર વાવાઝોડાનું સંકટ, ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આગામી સમયમાં તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.125 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવનવાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. ક્યારેક પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, તેજ પવન અને ઊંચાં સમુદ્રી મોજાં ઉછળવાની આશંકાને પગલે ચિંતા વધી છે.દરિયાકાંઠે ટકરાવાની આગાહી અને સંભવિત અસરભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આ અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 28 ઓક્ટોબરે સવારે લગભગ 6 વાગ્યે UTC સમય અનુસાર આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની સતત મહત્તમ ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને પવનના ઝાપટાની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.ભારે વરસાદ અને દરિયામાં ઊંચાં મોજાંનું જોખમઆવા વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત તેજ પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની આશંકા છે. માછીમારો માટે દરિયામાં જવું અત્યંત જોખમી બની શકે છે. ખેતીના પાક, મકાનો અને વીજળીના થાંભલાઓને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતના બાહ્ય ભાગની અસર આ વિસ્તારોમાં પણ અનુભવાઈ શકે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, કાકીનાડા, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા અને ગુંટુર સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે પણ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહત શિબિરો તૈયાર કરવા, લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઓડિશામાં 27થી 29 ઓક્ટોબર સુધી શાળા-કોલેજ બંધસંભવિત ચક્રવાતનો સામનો કરવા માટે ઓડિશા સરકારે તૈયારીઓ તેજ કરી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ લોકસેવા ભવન ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સરકારનો હેતુ ચક્રવાતને કારણે એકપણ વ્યક્તિનું મૃત્યુ ન થાય અને નુકસાન ઓછામાં ઓછું રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવામાનની આગાહી મુજબ, ચક્રવાત 28 ઓક્ટોબરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા વચ્ચે ટકરાઈ શકે છે. જોકે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા વધુ હોવાનું જણાવાયું છે.5 જિલ્લામાં શાળા-કોલેજ બંધ, બચાવ ટીમો એલર્ટ પરકેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરીમાં 28 અને 29 ઓક્ટોબરે શાળા-કોલેજ બંધ રહેશે. ચક્રવાતનો સામનો કરવા માટે 60 ઓડ્રાફ, 17 એનડીઆરએફ અને ફાયર વિભાગની 225 ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. આશ્રયસ્થાનો તૈયાર કરવામાં આવ્યાં છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખેડૂતોને પણ પાક સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
S. Jaishankar: આતંકવાદને આશરો આપતા દેશો પર ગાળિયો કસો,કેમ ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી એસ.જયશંકર?
calendar_today October 25, 2026

S. Jaishankar: આતંકવાદને આશરો આપતા દેશો પર ગાળિયો કસો,કેમ ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી એસ.જયશંકર?

વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને વૈશ્વિક સંઘર્ષો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કડક સંદેશ આપ્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત 'ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક પરિષદ'માં સંબોધન કરતી વખતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ એ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે અને તેને કોઈ પણ સંજોગોમાં રાજકીય નીતિ અથવા સરકારી વ્યૂહરચનાનો ભાગ બનાવી શકાય નહીં. તેમણે વિશ્વના તમામ દેશોને કોઈ પણ ભેદભાવ વિના આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકજૂથ થઈને મજબૂત કાર્યવાહી કરવા હાકલ કરી હતી.આતંકવાદ પર ઝીરો ટોલરન્સ અને વૈશ્વિક એકતાજયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આતંકવાદને વાજબી ઠેરવવા માટે કોઈ તર્ક કે બહાનું સ્વીકારી શકાય નહીં. ભૂતકાળના ઇતિહાસે આતંકવાદના ભયાનક પરિણામો વિશે આપણને ઘણું શીખવ્યું છે, છતાં કેટલાક દેશો આતંકવાદ સામે મક્કમ પગલાં ભરવાને બદલે પોતાના સંકુચિત રાજકીય સ્વાર્થને પ્રાથમિકતા આપે છે. આ જ કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ આજે પણ ચાલુ રહી છે. વિદેશ મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે આતંકવાદ પ્રત્યેની કોઈપણ પ્રકારની નરમ નીતિ કે ઉદારતા વૈશ્વિક શાંતિના પ્રયાસોને નબળા પાડે છે. હવે સમય આવી ગયો છે કે વિશ્વના તમામ રાષ્ટ્રો આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' દાખવીને એકસંપ થઈને લડત આપે.યુદ્ધના બદલે સંવાદ અને રાજદ્વારી માર્ગવિશ્વમાં હાલમાં ચાલી રહેલા બે મોટા યુદ્ધો અને હિંસક સંઘર્ષો અંગે બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વના કોઈપણ ખૂણામાં થતું યુદ્ધ સમગ્ર વૈશ્વિક શાંતિ અને અર્થતંત્રને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. ભારતનો સ્પષ્ટ અને અફર મત છે કે કોઈપણ વિવાદ કે સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ માત્ર ને માત્ર શાંતિપૂર્ણ વાતચીત (સંવાદ) અને રાજદ્વારી (ડિપ્લોમસી) પ્રયાસો દ્વારા જ શક્ય છે.સ્પર્ધા કરતાં પરસ્પર સહકાર વધુ મહત્વપૂર્ણપોતાના સંબોધનમાં જયશંકરે રાષ્ટ્રો વચ્ચેની સ્પર્ધા અને સહકારના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે માનવ સમાજમાં સ્પર્ધા અને સહકાર બંને વિચારસરણીઓ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપનાનો ઉલ્લેખ કરતાં તેમણે યાદ અપાવ્યું હતું કે આઠ દાયકા પહેલાં વિશ્વના દેશોએ સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને વૈશ્વિક કલ્યાણ માટે સહયોગની વ્યવસ્થા બનાવી હતી, જે UN ચાર્ટરના પહેલા કલમમાં પણ પ્રતિબિંબિત થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન વૈશ્વિક પડકારો સામે લડવા માટે એકબીજા સાથેની સ્પર્ધા કરતાં પરસ્પર સહકાર વધુ મહત્વપૂર્ણ છે.આ પણ વાંચોઃ  America ના ફ્લોરિડામાં અંધાધૂંધ ફાયરિંગ, 6 સગીર સહિત 12 લોકો ગંભીર રીતે ઘાયલ

Read Full Story arrow_forward