android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: વડોદરામાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, શરીર પર બોટલો બાંધીને જતો શખ્સ ઝડપાયો
calendar_today October 25, 2026

Gujarat Latest News Live: વડોદરામાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, શરીર પર બોટલો બાંધીને જતો શખ્સ ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!
calendar_today October 25, 2026

Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!

બનાસકાંઠા જિલ્લાના વાહનચાલકો અને સમાન જનતા માટે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ગેસ વિતરણ કરતી IRM ગેસ કંપની દ્વારા CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્ચે સસ્તા વિકલ્પ તરીકે CNGનો ઉપયોગ કરતા ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને ખાનગી વાહનમાલિકો માટે આ સતત ભાવવધારો ભારે આર્થિક બોજ સમાન બની રહ્યો છે.પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો, ભાવ વધીને રૂ. 98.94 પહોંચ્યોકંપની દ્વારા કરવામાં આવેલા આજના ભાવવધારા બાદ બનાસકાંઠા જિલ્લામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4 નો સીધો વધારો અમલી બન્યો છે. આ વધારા સાથે જ અગાઉ પ્રતિ કિલો રૂ. 94.94 ના ભાવે મળતું CNG હવે વધીને રૂ. 98.94 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. ગેસના ભાવો અચાનક રૂ. 100ની ઐતિહાસિક સપાટીની સાવ નજીક પહોંચી જતાં વાહનચાલકોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે.એક જ મહિનામાં બીજી વખત ભાવવધારો થતાં વાહનચાલકોમાં રોષસૌથી મહત્વની બાબત એ છે કે IRM કંપની દ્વારા છેલ્લા એક જ મહિનાના ટૂંકા ગાળામાં આ બીજી વખત CNG ના ભાવ વધારવામાં આવ્યા છે. વારંવાર થતાં ભાવવધારાના કારણે દૈનિક કમાણી કરતા રિક્ષાચાલકો અને ટ્રાન્સપોર્ટરોનું માસિક બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. સ્થાનિક વાહનચાલકો અને વેપારીઓ દ્વારા આ મનસ્વી રીતે કરવામાં આવેલા ભાવવધારા સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને કંપની દ્વારા વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.આ પણ વાંચો : Rajkot News : રાજ્યમાં ઓછા વરસાદ અંગે મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, "જરૂર પડશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે!"

Read Full Story arrow_forward
Rajkotમાં વીજકાપથી ઉદ્યોગોને મોટો ફટકો: લક્ષ્મીનગર ફીડર વિસ્તારના 1000 કારખાનાઓમાં ઉત્પાદન ઠપ!
calendar_today October 25, 2026

Rajkotમાં વીજકાપથી ઉદ્યોગોને મોટો ફટકો: લક્ષ્મીનગર ફીડર વિસ્તારના 1000 કારખાનાઓમાં ઉત્પાદન ઠપ!

રાજકોટના લક્ષ્મીનગર ફીડર વિસ્તારમાં અચાનક વીજકાપ સર્જાતા નાના-મોટા અંદાજે 1,000 જેટલા કારખાનાઓ અડધો દિવસ બંધ રહ્યા હતા. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, વીજ તંત્ર દ્વારા મેન્ટેનન્સના નામે આ કાપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ઉદ્યોગકારો અને કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઓર્ડરનું ભારણ વધતા ઉદ્યોગકારોમાં આક્રોશતહેવારોની મોસમ અને દિવાળી ટાણે કારખાનાઓમાં વધુમાં વધુ ઓર્ડરો પૂરા કરવાનું દબાણ હોય છે. આવા મહત્ત્વના સમયે વીજકાપ રહેવાથી દૈનિક કામગીરી અને પ્રોડક્શન સંપૂર્ણપણે અટવાઈ ગયું હતું. ઉદ્યોગકારોનું કહેવું છે કે તંત્ર અગાઉથી આ મેન્ટેનન્સનું આયોજન રવિવારના બદલે અગાઉથી વિચારીને કરી શકતું હતું.બુધવારે કારખાના બંધ રાખવા સંમતિદિવાળી પહેલાના બુધવારે કામનું ભારણ વધુ હોવા છતાં અને દિવાળી બાદ રજાઓ આવતી હોવા છતાં, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ તંત્રના નિર્ણયને આવકાર્યો છે. આગામી સમયમાં પ્રોડક્શન જાળવી રાખવા માટે બુધવારે કારખાના બંધ રાખવાની સહમતી દર્શાવવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward