android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સાવલી-હાલોલ રોડ પર કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં 2 ના મોત, 1 બાળક ગંભીર રીતે ઘાયલ
calendar_today October 24, 2026

Gujarat Latest News Live: સાવલી-હાલોલ રોડ પર કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં 2 ના મોત, 1 બાળક ગંભીર રીતે ઘાયલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Rajkotના 150 ફૂટ રિંગરોડ પર ડિગ્રી વગર 'જનરલ પોલિક્લિનિક' ચલાવતા વાજસૂર સૂરૂની SOG દ્વારા ધરપકડ
calendar_today October 24, 2026

Rajkotના 150 ફૂટ રિંગરોડ પર ડિગ્રી વગર 'જનરલ પોલિક્લિનિક' ચલાવતા વાજસૂર સૂરૂની SOG દ્વારા ધરપકડ

રાજકોટ શહેરમાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો વિરુદ્ધ તંત્ર દ્વારા સકંજા કસવામાં આવ્યો છે. રાજકોટ શહેર એસઓજી (SOG) ની ટીમે બાતમીના આધારે વધુ એક બોગસ ડૉક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યો છે. કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવાર આપતા આ શખ્સની ધરપકડ કરવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.150 ફૂટ રિંગરોડ પર જનરલ પોલિક્લિનિકના નામે ચાલતું હતું કૌભાંડપ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા આંબેડકર નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 'જનરલ પોલિક્લિનિક'ના નામે ગેરકાયદેસર ક્લિનિક ચલાવવામાં આવી રહ્યું હતું. વાજસૂર સૂરૂ નામનો આ શખ્સ કોઈ પણ અધિકૃત મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં અસલી તૉડર બનીને દર્દીઓની તપાસ કરતો હતો અને તેમને દવાઓ આપતો હતો. SOG ની ટીમે આ સ્થળ પર આકસ્મિક દરોડો પાડીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન જપ્ત કરી પોલીસ તપાસ શરૂદરોડા દરમિયાન પોલીસ દ્વારા ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ, મેડિકલ ઇન્જેક્શન અને સારવાર માટેના સાધનો સહિતનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વાજસૂર સૂરૂની અટકાયત કરીને તેની વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ નકલી ડૉક્ટર અત્યાર સુધીમાં કેટલા નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ચૂક્યો છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodaraમાં રોડ અકસ્માતનો ખોફનાક નજારો: કન્ટેનરની ટક્કરે બાઈક સવાર બે લોકોના કમકમાટીભર્યા મોત!
calendar_today October 24, 2026

Vadodaraમાં રોડ અકસ્માતનો ખોફનાક નજારો: કન્ટેનરની ટક્કરે બાઈક સવાર બે લોકોના કમકમાટીભર્યા મોત!

વડોદરા જિલ્લાના સાવલી-હાલોલ રોડ પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કંબોલા ગામ નજીક આવેલી તિરુપતિ રીલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી પસાર થઈ રહેલા એક કન્ટેનરના ચાલકે બેફામ લાપરવાહી દાખવીને વાહન રિવર્સ લેતી વખતે પૂરપાટ બાઈકને અડફેટે લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે.રિવર્સ લેતી વખતે કન્ટેનરે બાઈકને કચડી નાખી, બાળક ઇજાગ્રસ્તપ્રાપ્ત વિગતો અનુસાર, કન્ટેનર ચાલકે પાછળ જોયા વગર જ અચાનક કન્ટેનર રિવર્સ લેતા તેની અડફેટે બાઈક આવી ગઈ હતી અને બાઈક પર સવાર લોકો નીચે કચડાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે નિર્દોષ વ્યક્તીઓનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં જ '112 જનરક્ષક' ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીથી લથપથ હાલતમાં પડેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો, ન્યાય માટે ઉગ્ર નારેબાજીઆ ગંભીર અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બે નિર્દોષ વ્યક્તિઓના અચાનક મોતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ ફેલાઈ ગયો હતો. ગ્રામજનોએ રોષે ભરાઈને તંત્ર વિરુદ્ધ અને ન્યાય માટે ઉગ્ર નારેબાજી કરી હતી. આ હૃદયદ્રાવક ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને પોલીસ દ્વારા કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward